News of Tuesday, 1st April 2025
કર્મચારી ત્રિપુટીએ કાવત્રું ઘડી ૨૫ લોકોને ખોટા દસ્તાવેજો પર લોન આપી દીધીઃ ફાયનાન્સ કંપની સાથે ૪.૩૧ કરોડની ઠગાઇ
રાજકોટના ૧૫૦ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે સ્પાયર બિલ્ડીંગમાં બેસતી મીન્ટીફી ફીનસર્વ પ્રા.લિ. નામની કંપનીના લીગલ મેનેજર સુરતના ચંદ્રેશ જોબનપુત્રાની ફરિયાદ : યુનિવર્સિટી પોલીસે કંપનીના બ્રાંચ મેનેજર હિતન્દ્રસિંહ ઝાલા, સેલ્સ મેનેજર આકાશ વ્યાસ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું કામ કરતાં અમિત ધરજીયા તથા આ ત્રણેયએ જેને લોનો અપાવી તેવા રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, વીસનગર, મહેસાણા, પડધરીના ૨૫ લોન ધારકો સામે ગુનો નોંધ્યોઃ મોટા ભાગનાએ મશીનરીના ખોટા બીલો અને પ્રોપર્ટીના ખોટા આધારપુરાવા રજૂ કરી લાખોની લોનો લઇ લીધીઃ હપ્તા ભરવાનું બંધ થતાં તપાસ થતાં ભોપાળુ ખુલ્યું: પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે સ્પાયર બિલ્ડીંગમાં બેસતી મીન્ટફી ફીનસર્વ નામની ફાયનાન્સ કંપનીના જ ત્રણ કર્મચારીએ મળી રાજકોટ સહિતના ૨૫ લોનધારકોને તેણે રજુ કરેલા લોન પાસ કરાવવા માટેના આધાર પુરાવા, દસ્તાવેજો બોગસ હોવા છતાં તેને સાચા ગણી મસમોટુ કમીશન મેળવવા માટે આ તમામની લોન પાસ કરાવડાવી કંપનીને રૂા. ૪,૩૫,૩૧,૫૧૪નું નુકસાન પહોંચાડી છેતરપીંડી આચરતાં આ ત્રણ કર્મચારી અને ૨૫ લાનધારકો મળી ૨૮ સામે ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બે કર્મચારી સહિત પાંચને સકંજામાં લઇ પુછતાછ આરંભી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સુરતમાં પાલનપુર રોડ જકાતનાકા પાસે દિનદયાળ સોસાયટી બી-૧૦૮માં રહેતાં અને રાજકોટ ૧૫૦ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે સ્પાયર-૨ બિલ્ડીંગમાં ઓફિસ નં. ૧૩૨૪માં બેસતી મીન્ટીફી ફીનસર્વ નામની ફાયનાન્સ કંપનીમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરતાં ચંદ્રેશ મોટુમલ જોબનપુત્રા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી આ કંપનીના બ્રાંચ મેનેજર, સેલ્સ મેનેજર અને કંપનીએ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન માટે નીમેલા કર્મચારી સહિત ત્રણ અને રાજકોટ, જામનગર, પડધરી, મહેસાણા, સુરેન્દ્રનગર,વીસનગર, અમદાવાદમાં રહેતાં ૨૫ લોન ધારકો મળી ૨૮ લોકો સામે બોગસ ડોક્યુમેન્ટ રજુ કરી કુલ રૂા. ૪,૧૩,૩૧,૫૧૭ની લોન મેળવી લઇ બાદમાં આ લોન ભરપાઇ ન કરી કંપની સાથે છેતરપીંડી કર્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસે મેનેજરની ફરિયાદને આધારે જેની સામે ગુનો નોંધ્યો છે એમાં બ્રાંચ મેનેજર હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા (શહીદ સુખદેવ ટાઉનશીપ ફલેટ ૧૫૦ રીંગ રોડ), સેલ્સ મેનેજર આકાશ દિનેશભાઇ વ્યાસ (દેવાશીષ એપાર્ટમેન્ટ, અયોધ્યા ચોક પાછળ) અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જવાબદારી સંભાળતા અમિત ઘનશ્યામભાઇ ધરજીયા (રહે. રાજકોટ) તેમજ બીજા ૨૫ લોન ધારકોમાં કોૈશલ હર્ષદભાઇ દક્ષિણી (સુરેન્દ્રનગર), ક્રિષ્ના અશ્વીનકુમાર ઠક્કર (સુરેન્દ્રનગર), અમિત મનહરભાઇ બોરડ (સ્વામિનારાયણ ચોક ટપુભવાન પ્લોટ ૧-બી, રાજકોટ), પાર્થ કમલેશ દુધાતરા (લોધીકા રાજકોટ), શિલ્પા પાર્થ દુધાતરા (કાંગશીયાળી, અક્ષરાતીત ઇ-વીંગ ૩૦૮ તા. લોધીકા), અરજણ વિઠ્ઠલભાઇ આસોદરીયા (ગોકુલ પાર્ક-૩, રણુજા મંદિર પાસે કોઠારીયા રોડ રાજકોટ), શિલ્પા અરજણભાઇ આસોદરીયા (રહે. ગોકુલ પાર્ક-૩ કોઠારીયા રોડ), જતીન પ્રવિણભાઇ કણજારીયા (જામનગર), મોનીકા જતીન કણઝારીયા (જામનગર), હિતેષ તુલસીભાઇ કણઝારીયા (જામનગર, કણજારીયા નગર, હાલ બાબરીયા કોલોની આહિર ચોક), કમલેશ જમનાદાસ પાડલીયા (સોૈરાષ્ટ્ર હોટલ પાછળ કાંગશીયાળી), જગદીશ છગનભાઇ ચોૈહાણ (જામનગર), પ્રજ્ઞાબેન જગદીશ ચોહાણ (જામનગર), વિનોદ નાનજીભાઇ ધારવીયા (જામનગર), પુષ્પાબેન વિનોદ ધારવીયા (જામનગર), ચિરાગ ભરતભાઇ ધારવીયા (જામનગર), ભરત રવજીભાઇ ધારવીયા (જામનગર), જયદીપ ખીમજીભાઇ ચોૈહાણ (શ્રધ્ધા સોસાયટી-૫ અટીકા નહેરૂનગર), રાજદેવસિંહ મુરારીસિંહ રાજપૂત (વિસનગર મહેસાણા), રેખા રાજદેવસિંહ રાજપૂત (વિસનગર), ડોલી ભાવીક ઠક્કર (અમદાવાદ), ભાવીક નિતીનકુમાર ઠક્કર (અમદાવાદ), નરેન્દ્ર છગનદાસ અગ્રાવત (મોટા ખીજડીયા પડધરી), કાજલ નરેન્દ્ર અગ્રાવત (પડધરી)ના નામો આરોપી તરીકે સામેલ કરાયા છે.
ફાયનાન્સ કંપની મીન્ટીફી ફીનસર્વ પ્રા.લિ.ના લીગલ મેનેજર ચંદ્રેશ જોબનપુત્રાએ પોતાની ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે આ કંપનીમના ગુનરાત રાજ્યના ઓથોરીટી તરીકે કંપનીએ મને જવાબદારી સોંપી છે. ફરિયાદ કરવાની અને તમામ પ્રોસીડીંગ કરવાની જવાબદારી મારી છે. આ કંપની ૨૦૧૮થી કામ કરી રહી છે. તેની મુખ્ય ઓફિસ મુંબઇ ખાતે છે. અમારી કંપની બે પ્રકારની સિક્યોર, અનસિક્યોર લોન આપે છે. રાજકોટમાં કંપનીની ઓફિસ ૧૫૦ રીંગ રોડ પર સ્પાયર-૨ બિલ્ડીંગમાં છે. અમારી કંપનીમાં ગ્રાહક લોન લેવા આવે ત્યારે તેના સીબીલ સ્કોર જોવામાં આવે છે. તેમજ ઇન્કમટેક્સ રીટર્ન અને છેલ્લા એક વર્ષના બેંક ટ્રાન્જેકશન જોઇ એસેટ વેલ્યુ પણ જોવામાં આવે છે. અમારી કંપનીમાં સેલ્સ મેનેજર તથા બ્રાંચ મેનેજર અને થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારીઓ ફરજ બજાવે છે. કોઇપણ ગ્રાહક આવે અથવા સેલ્સ મેનેજર દ્વારા ગ્રાહક લાવવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટની ચકાસણી કરી ક્ષમતા મુજબની લોન મળવાપાત્ર હોય તો નિયમાનુસાર વિગતોનું ફોર્મ ભરી રેકર્ડ સાથે બ્રાંચ મેનેજરને વિગતો સોંપાય છે.
આ પછી બ્રાંચ મેનેજર આ વિગતો મુજબના ફોર્મ સંબંધે રાખેલા રેકર્ડની ચકાસણી કરી ગ્રાહકની ક્ષમતા મુજબની લોન આપવા પાત્ર હોય તો કંપનીના નિમ મુજબ વિગતો પર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે એગ્રીમેન્ટ કરેલી ફોર્માલીક એન્જિનીયર પ્રા.લિ. કંપનીના કર્મચારી દ્વારા સ્થળ પર ભોૈતિક ચકાસણી કરી, રજુ કરેલ રેકર્ડની ખરાઇ કરી પરત રિપોર્ટ બ્રાંચ મેનેજરને આપે છે. આ પછી બ્રાંચ મેનેજર દ્વારા કંપનીને રિપોર્ટ કરી ગ્રાહકને લોન સેન્શન કરારવવા જરૂરી એગ્રીમેન્ટ કરી કંપનીને રિપોર્ટ આપે છે. ઉપરાંત ગ્રાહકોને લોન આપ્યા બાદ પણ બ્રાંચ મેનેજર તરીકે સમયાંતરે લોન ધારકોના રજુ કરેલા મોરગેજ પ્રોપર્ટી, મશીનરીની ભોૈતિક ચકાસણી કરવાની રહે છે.
ઉપરોક્ત ૨૮ આરોપીઓમાં અમિત ધરેજીયા અમારી કંપનીમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે અમારી કંપનીએ એગ્રીમેન્ટ કરેલી ફોર્મલીક એન્જી. પ્રા.લિ.ના કર્મચારી તરીકે ફરજ બજાવતાં હતાં. જ્યારે હિતેન્દ્રસિંહ ઝાલા અમારી કંપનીના બ્રાંચ મેનેજર તરીકે અને અકાાશ વયસ સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. ગત ૩૦/૯/૨૩થી ૩૦/૬/૨૪ સુધી આ ત્રણેય કર્મચારીઓએ ગ્રાહકોને જરૂરીયાત મુજબની લોનની માંગણી થતાં રેકર્ડ આધારે લોન મળવા પાત્ર ન હોય છતાં ગ્રાહકોને લોન ફાળવી દીધી હતી.
જમાં જય ભવાની એન્ટરપ્રાઇઝના માલિક કોૈશલ દક્ષિીણી (સુરેન્દ્રનગર)ને રૂા. ૫૨૦ લાખની લોન અમારી ફાયનાન્સ કંપનીમાંથી આપી દીધી હતી. તેણે હળવદના મકાનનું ખોટુ રેકર્ડ રજુ કરી લોન લીધી હતી. જ્યારે શ્રી પાવડર કોટીંગના માલિક અમિત બોરડ (રાજકોટ)ને ૪૦ લાખની લોન આપી હતી, જેના મશીનરાના ખોટા બીલો સાચા તરીકે રજુ કરી લોન લઇ લીધી હતી. એસકે એન્ટરપ્રાઇઝના કમલેશ દુધાતરાએ અને શિલ્પા દુધાતરાએ મશીનના ખોટા બીલ આપી ૨૫ લાખની લોન લીધી હતી. શ્રીજી ટ્રેડીંગના અરજણ આસોદરીયા, શિલ્પા આસોદરીયાએ પ્રોપર્ટી અને જ્યોતીના ખોટા બીલો મશીનરી પર ૩૫ લાખની લોન મેળવી હતી.
તેમજ મા હાર્ડવેરના માલિક જતીન કણઝારીયા, મોનીકા કણઝારીયાએ૩૫ લાખની લોન મશીનરીના ખોટા બીલ આપીને, દ્વારકેશ કેડ કેમ્પના માલિક હિતેષ કણઝારીયાએ ૬૫ લાખની લોન મશીનરીના ખોટા બીલોને આધારે, મહેક ઇન્ટરનેશનલના જગદશી ચોૈહાણ, પ્રજ્ઞા ચોૈહાણે માલ સ્ટ્રોક પર ૪૦ લાખની લોન લઇ મશીનરીના ખોટા બીલ રજુ કર્યા હતાં. આરતી એન્ટરપ્રાઇઝના વિનદ ધારવીયા, પુષ્પા ધારવીયાએ રૂા. ૫૦ લાખની લોન મશીનરીના ખોટા બીલથી લીધી હતી. આદી એન્ટરપ્રાઇઝના ચિરાગ ધારવીયા, ભરત ધારવીયાએ ૨૫ લાખની લોન મશીનરીના ખોટા બીલોને આધારે, કેકે ઓટોમેશનના જયદિપ ચોૈહાણ, પુનમ કણઝારીયાએ ૩૦,૩૧,૫૧૭ની લોન ખોટા બીલો રજુ કરીને, પુજા પેકેજીંગના રાજદેવસિંહ રાજપૂતે રૂા. ૨૫ લાખની લોન મશીનરીના ખોટા બીલથી, દીયા પ્લાસ્ટીકના ડોલી ઠક્કર, ભાવીક ઠક્કરે ૧૩ લાખની લોન મશીનરીના ખોટા બીલોને આધારે, મા જનરલ સ્ટોરના નરેન્દ્ર અગ્રાવત, તેના પત્નિ કાજલ અગ્રાવતે મોટા ખીજડીયાની પ્રોપર્ટીના ખોટા રેકર્ડ રજૂ કરી ૧૦ લાખની લોન લઇ લીધી હતી.
મેનેજરે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે અમારી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતાં આકાશ વ્યાસે પોતાની જવાબદારી માર્કેટમાંથી ગ્રાહક શોધી લાવવાની હોઇ તેમજ તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો આધારપુરાવા મેળવી ફાઇલ તૈયાર કરવાની હોઇ અને આ ફાઇલ બાદમાં બ્રાંચ મેનેજર હિતેન્દ્રસિંહ ઝાલાને આપવાની તથા બ્રાન્ચ મેનેજર આ ફાઇલમાં રજુ કરાયેલા આધારપુરાવા રેકર્ડ સાચા છે કે કેમ તે સહિતની તપાસ કરવાની અને છેલ્લે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જવાબદારી નિભાવતા અમિત ધરજીયાને તપાસ માટે આપવાની કામગીરી કરવાની હોઇ આ ત્રણેયએ ખોટા આધારપુરાવા ગ્રાહકોએ રજુ કર્યા હોવા છતાં તેના હકારાત્મક રિપોર્ટ સાથે વડી કચેરીમાં આપી લોન પાસ કરાવડાવી ગ્રાહકોને આપી દઇ મસમોટુ કમીશન મેળવવા ગુનાહિત કાવત્રુ ઘડયું હોઇ ફરિયાદ દાખલ કરાવવી પડી હતી.
લોન ધારકોએ અમારી પેઢીમાંથી લોન સંબંધે સમયાંતરે ભરવાના થતાં હપ્તા ભરવાના પણ બંધ કરી દીધા હતાં જેના કારણે ઇસીએસ બાઉન્સ થતાં અમારી કંપનીને શંકા ઉપજતાં અન્ય મેનેરજ દ્વારા તમામ લોન ધારકોના દસ્તાવેજી રેકર્ડ ચકાસવામાં આવતાં પ્રથમ દ્રષ્ટીએ જ રેકર્ડ બોગસ જણાઇ આવ્યા હતાં. આથી આ ત્રણેય કર્મચારીની પુછતાછ થતાં તેની ભુમિકા શંકાસ્પદ જણાઇ હતી. અમારી કંપનીના બે તથા થર્ડ પાર્ટી એજન્સીના એક મળી ત્રણેય કર્મચારીઓએ લોનધારકો સાથે મળી કાવત્રુ રચી જરૂરી રેકર્ડને બદલે ખોટા રેકર્ડ રજુ કરી લોન પાસ કરાવી દઇ ત્રણેય કર્મચારીઓએ મસમોટુ કમીશન મેળવી લઇ તેમજ ખોટા દસ્તાવેજો રજૂ થયા હોય તેને પણ સાચા ગણી લોનો રૂા. ૪,૧૩,૩૧,૫૧૭ની લોન અપાવી દઇ નુકસાન પહોંચાડયું હોઇ ત્રણેય કર્મચારી અને બાકીના ૨૫ લોન ધારકો સામે ફયિરાદ દાખલ કરાવી હતી. તેમવ ધુમાં મેનેજર ચંદ્રેશ જોબનપુત્રાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલે ગુનો દાખલ કરી બે કર્મચારી અને ત્રણ લોનધારકને સકંજામાં લઇ વિશેષ તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)
હિતેન્દ્રસિંહ અને અમિત તથા ત્રણ લોનધારક સહિત પાંચની અટકાયતઃ ત્રણેય કર્મચારીઓ લોન દિઠ પાંચથી દસ ટકા કમિશન મેળવતાં હતાં
ઞ્જદરમિયાન યુનિવર્સિટી પોલીસે આ કોૈભાંડં બે કર્મચારી હિતેન્દ્રસિંહ ઝાલા અને અમિત ધરજીયા તથા ત્રણ લોનધારકોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કર્મચારીઓએ જેને લોન અપાવી તે તમામ કારખાનેદાર સહિતના ધંધા ધરાવે છે. બીજી કોઇ બેંકમાંથી તેને લોન મળતી ન હોઇ આ કર્મચારીઓએ લોન દિઠ પાંચથી દસ ટકા કમિશન મેળવી ખોટા દસ્તાવેજોને આધારે લોન પાસ કરાવી દીધી હોવાની વિગતો ખુલી છે. પીઆઇ એચ. એન. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે. તમામની વિશેષ પુછપરછ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
(3:09 PM IST)










