News of Tuesday, 1st April 2025
મેંગો માર્કેટ પાસે કેમિકલની ફેક્ટરીમાં ભિષણ આગ : જુઓ વિડિયો
કુવાડવા રોડ પર રાજારામ ઇન્ડસ્ટ્રીયઅલ એરીયમાં જે. કે. કોટેજ નામની સાબુ-કેમીકલ બનાવતાં યુનિટમાં બનાવઃ એક કર્મચારી હતો તે બહાર નીકળી ગયો : પાંચ છ કિ.મી. દૂર સુધી ધૂમાડા જોવા મળ્યાઃ લોકોના ટોળેટોળાઃ ફાયર બ્રિગેડના અધિકારીઓ, કર્મચારીઓ સાત ગાડીઓ સાથે પહોંચ્યાઃ પાણી-લિક્વીડ ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસઃ પોલીસ પણ પહોંચીઃ કેમિકલનો મોટો જથ્થો હોવાથી આગે વધુ મોટુ સ્વરૂપ પકડયું: ત્રણ કલાકે કાબુમાં આવી : એક જ કર્મચારી વિજયભાઇ હાજર હતોઃ તેણે કહ્યું-ગેસ ગરમ થયો અને કેમિકલ સળગતાં ભડકો થયોઃ મેં ફાયર સેફટીથી બુઝાવવા પ્રયાસ કર્યો પણ સફળ ન થતાં બહાર નીકળી ગયો

રાજકોટમાં વધુ ઍક આગઃ શહેરમાં બપોરે વધુ ઍક આગની ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. કુવાડવા રોડ નવાગામ પાસે મેîગો મારકેટ નજીક રાજારામ ઇન્ડસ્ટ્રીયલ ઍરીયામાં આવેલી સાબુ-કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ઍકાઍક આગ ભભૂકી ઉઠતાં અને જાતજાતામાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાઇ ગયો હતો. કારખાનેદાર, કર્મચારીઓ, મજૂરો બહાર નીકળી ગયા હતાં. જ્યાં આગ લાગી હતી તે જે કે કોટેજ ફેક્ટરીમાં ઍક જ કર્મચારી વિજયભાઇ હાજર હોઇ તે બહાર નીકળી ગયો હતો. તેના કહેવા મુજબ ગેસ ગરમ થયો ત્યારે કેમિકલ ઢોળાતા આગ લાગી હતી. ઍ પછી આગ વધુ ફેલાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડે મહામહેનતે અઢી ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. તસ્વીરમાં આગનું ભયંકર સ્વરૂપ, આગ બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો, ઘટના સ્થળે લોકોના ટોળા, પોલીસ સ્ટાફ અને ધુમાડાના ગોટા પાંચ છ કિલોમીટર દૂર સુધી જાવા મળ્યા હતાં તે દ્રશ્ય જાઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧: શહેરમાં બપોરે વધુ એક આગની ઘટના બનતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ, પોલીસની ટીમોમાં દોડધામ મચી ગઇ હતી. કુવાડવા રોડ પર મેંગો માર્કેટ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સાબુ-લિક્વીડ-કેમિકલ બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં અને જોતજોતામાં મોટુ સ્વરૂપ પકડી લેતાં ફાયર બ્રિગેડની સાત ગાઠીઓ દોડી ગઇ હતી અને પાણી તથા લિક્વીડ ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે અંદર કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં હોઇ આગે વધુ મોટુ સ્વરૂપ પકડી લેતાં આસપાસની ફેક્ટરીમાંથી પણ મજુરો, કર્મચારીઓ, માલિકો બહાર નીકળી ગયા હતાં. આગ જે. કે. કોટેજ નામની ફેક્ટરીમાં આગ ભભુકી હતી. જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી હતી અને તેના કારણે ધુમાડાના ગોટા પાંચ સાત કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતાં.
જાણવા મળ્યા કુવાડવા રોડ નવાગામ મેંગો મારકેટ પાસે આવેલા રાજારામ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલી જે. કે. કોટેજ નામની સાબુ, કેમિકલ, શેમ્પુ બનાવતી દીપકભાઇ નળીયાપરાની ફેક્ટરીમાં બપોરે આગ ભભૂકતાં ફાયર બ્રિગેડને દીપકભાઇ નામની વ્યક્તિએ જાણ કરતાં છ બંબા સાથે ફાયર બ્રિેગડના અધિકારીઓ, કર્મચારીઓ, જવાનો દોડી ગયા હતાં અને આગને કાબુમાં લેવા કામગીરી ચાલુ કરી હતી. જો કે અંદર મોટા પ્રમાણમાં લિક્વીડનો જથ્થો હોઇ આગ વધુ પ્રમાણમાં ફેલાઇ ગઇ હતી. આ કારણે છથી સાત કિલોમીટર સુધી ધુમાડા જોવા મળતાં હતાં. ફેકટરીના માલિક દિપકભાઇ જયંતિભાઇ નળીયાપરા હોવાનું જણાવાયું હતું.
આગ વધુ ફેલાઇ જતાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓએ મેજર કોલ જાહેર કરી વધુ ગાડીને સ્ટેન્ડ ટુ રહેવા સુચના આપી હતી. ફાયર બ્રિગેડના ચાલીસ જેટલા જવાનોએ આગને કાબુમાં લેવા મહેનત આદરી હતી. કુવાડવા પોલીસ, બી-ડિવીઝન પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો અને આગ લાગી હતી તે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આસપાસના કારખાનાઓમાંથી મજૂરો, કર્મચારીઓ, ઓરડીઓમાં રહેતાં મજૂરો સલામત રીતે નીકળી ગયા હતાં. ફાયર બ્રિગેડની ત્વરીત કામગીરીને કારણે આગ બાજુના કારખાનાઓમાં ફેલાતી અટકી હતી. આગ કેમિકલ બનાવતી ફેક્ટરીમાં પહેલા માળેથી શરૂ થઇ હતી. જે અંતે બપોરે બે વાગ્યા આસપાસ કાબુમાં આવી જતાં સોૈએ રાહત અનુભવી હતી. આગમાં મોટી નુકસાનીનો અંદાજ છે.
આગ લાગી ત્યારે ફેક્ટરીમાંથી બહાર આવેલા વિજય નાગજીભાઇ નામના કર્મચારીએ કહ્યું હતું કે ગેસ ગરમ થતાં અને કેમિકલ ઢોળાતા આગ લાગી હતી. મેં અગ્નિશામન સાધનથી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ શક્ય ન બનતાં હું બહાર આવી ગયો હતો. ફેક્ટરીમાં બીજુ કોઇ હાજર નહોતું. ફાયર બ્રિગેડના અધિકારીઓની રાહબરીમાં પચાસ જેટલા કર્મચારીઓએ આગને મહામહેનતે કાબુમાં લીધી હતી. ફેક્ટરી માલિક દીપકભાઇએ હાલ નુકસાની કેટલી છે? તે અંગે અજાણ હોવાનું કહ્યું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓ, પોલીસ અને એફએસએલ સાથે મળી આગનું કારણ જાણવા તપાસ કરશે. આગની ઘટનાને પગલે હાઇવે પર સતત સાયરન ગુંજી ઉઠયા હતાં. દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતાં. (૧૪.૧૧)

(3:18 PM IST)










