<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

પૂ.ગુરૂદેવ આવ્‍યા ત્‍યારે હું મંદિર સામે ભારી લગાવી ઉભો હતો

પૂ. હરિચરણદાસજી મહારાજનો ગુરૂવારે જન્‍મદિન પૂ.રણછોડદાસજીબાપુએ હરિચરણદાસજીબાપુને કહયું આજથી તું મારો ચેલો, અહીંયા રહીને ભજન કરજે

બિહાર પ્રાંતના ચંપારણ્‍ય જીલ્લાનાં એક ગામના બ્રાહમણ કુળમાં મારો જન્‍મ થયો. બે વર્ષનો હતોને માતાનું અવસાન થયું મારા પિતા મોટા ભાગવાન ભક્‍ત હતા. તેઓએ મારું લાલન પાલન કર્યું. નાનપણથી ભક્‍તિરસ મારા પિતાજીએ આપ્‍યો. સંસારમાં રસ ન હતો અને ૧૮ વર્ષની ઉંમરે ઘર છોડયું હતું. પહેલેથી જ સંન્‍યાસી થવાની ઈચ્‍છા હતી.

કાશીમાં આવીને શાષાનું અધ્‍યયન કરતો હતો. ૧૯૪૨ માં ક્રાંતિ થઈ પછી ઘરવાળા પાછા લઇ ગયા અને ૧૯૪૬ માં પુનઃ ઘર છોડી દીધું. ગંગા કિનારે ફરતો હતો. પ્રયાગરાજ આવ્‍યો પ્રયાગરાજ ગંગા કિનારે બેઠો હતો. એકાંત જંગલમાં બેઠો હતો ત્‍યારે મને વિચાર આવ્‍યો કે ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. બાલ્‍ય અવસ્‍થા હતી શાષાનું એટલું બધુ જ્ઞાન હતું નહીં તો પણ ગંગા કિનારે પ્રતિજ્ઞા કરીને બેઠો હતો કે મને અહિંયા જે ગુરૂ મળો તેની પાસેથી હું દિક્ષા લઈશ એવી રીતે મેં ત્રણ દિવસ સુધી કંઈ જ ખાધા પીધા વગર અપવાસ કર્યા હતા. બીજે દિવસે સાંજે એક સંત આવ્‍યા જે બિલકુલ પૂ. ગુરુદેવ (રણછોડદાસજી) જેવા જ હતા.

તેમણે પૂછયું બાલક અહિંયા કેમ બેઠો છો? મેં કીધું મારે વિરકત દિક્ષા ગ્રહણ કરવી છે તો કીધું કે અહિંયા બેસીને શું થશે? મેં કીધું કે ભાઈ અહિંયા કયાંથી ગુરૂ મળશે મેં કીધું કે મને વિશ્વાસ છે કે મને ગુરૂ અહીંયા જ મળશે તો તેઓએ કીધું હું એક દક્ષિણી થાપણ છું. તપસ્‍વી છાવણી મારા ગુરુનું સ્‍થાન છે. રામદાસજી મારું નામ છે. વત્‍સ ગૌત્રનો બ્રાહ્મણ છું જો તમે દિક્ષા લેવા ઈચ્‍છા ધરાવતા હોય તો હું દિક્ષા આપીશ મેં કીધું મહારાજ આપની પાસેથી હું દિક્ષા ગ્રહણ કરીશ પરંતુ હું આપની સાથે ફરીશ નહી.

મને એકાંતમાં ભજન કરવાની આપ આજ્ઞા આપો. હું આપની પાસેથી દિક્ષા લઈને એકાંતમાં ભજન કરવા ઈચ્‍છું છું. સંતજી બહુ જ ખુશ થયા અને કહ્યું એટા મને પણ ફરવું નથી ગમતું તેથી તુ ભજન કર તેમાં જ મને સંતોષ છે અને ત્રણ દિવસ મને સાથે રાખ્‍યો અને સાધુના નિતી નિયમો બતાવ્‍યા અને કહ્યું કે હું ચિત્રકુટ જાવ છું અને તું અયોધ્‍યામાં રામઘાટ પર જઈને ભજન કર હું શ્રાવણ મહિનામાં આવીશ અને તને ચિત્રકુટ લઈ જઈશ પછી ંહું અયોધ્‍યા ગયો અને તેઓશ્રી ચિત્રકુટ ગયા પછી શ્રાવણ મહિનો આવ્‍યો.

શ્રાવણ મહિનામાં અયોધ્‍યામાં મેળો ભરાય છે. ત્‍યારે મેળામાં પાછાં મારા કુટુંબીજનો આવ્‍યા અને મને પાછો પર લઈ જવા કોશીશ કરવા માંડયા પણ હું રાત્રે તે લોકો સાથે બનાવટ કરી ચિત્રકુટ આવી ગયો, ચિત્રકૂટ આવી ગયા પછી હું ઁ‘બાકે'ૅ સિધ્‍ધ હનુમાનજીની જગ્‍યામાં થોડા દિવસ રહ્યો. તેઓએ પ્રેરણા કરી કે તમે જાનકી કુંડ જશો તો તમને કયાંય જવાનું મન નહી થાય જાનકીકુંડ એટલી પવિત્ર જગ્‍યા છે અને એવા સંતો એ છે કે તું ત્‍યાં જઈશ તો તને જગ્‍યા છોડવાનું મન જ નહીં થાય હું પહેલીવાર જાનકીકુંડ આવ્‍યો ને મને જાનકીકુંડ મળ્‍યું જ નહીં. બીજીવાર આવ્‍યો તો જાનકીકુંડ છોડી બીજે કયાંય ગયો નહી. જાનકીકુંડમાં શ્રી મૌનીજી મહારાજના દર્શન થયાં તેઓએ મને એક રૂમ આપી ત્‍યાં હું ભજન કરવા માંડયો.

પૂ. (રણછોડદાસજી) ગુરુદેવ થોડા સમય પછી ત્‍યાં આવ્‍યા ત્‍યારે હું મંદિર સામે ભારી લગાવી ઉભો હતો. ત્‍યારે પૂ.ગુરૂદેવ સામે બેઠા હતાં ત્‍યારે મંદિરના પુજારી હતા. રામદાસજી તેઓએ રામદાસજીને કહ્યું કે આ છોકરાને ભણાવતા કેમ નથી? આનું જીવન કેમ બરબાદ કરો છો? રામદાસજીએ કહ્યું કે ગુરૂદેવ આ છોકરો ભજન બહુ કરે છે. પછી ગુરુદેવે કહ્યું કે છોકરા ભજનનું પૂછડું કયાં છે. ખબર છે? કેવી રીતે ભજન કરે છે? મેં કોઈ જ જવાબ આપ્‍યો નહી પછી પાસે બાલાવીને કહ્યું કે તું આજથી મારી ચેલો અહીંયા રહીને ભજન કરજે. કર્યાય જવાનું નથી તે ટાઈમે બાળકોને જાનકીકુંડમાં રહેવાની છૂટ નહોતી પરંતુ મારા માટે કોઈ પ્રતિબંધ નહોતો પછી હું જાનકીકુંડમાં રહેવા લાગ્‍યો.

પૂ.ગુરૂદેવ જયારે જયારે આવતા ત્‍યારે બધા સમાચાર પુછતાં ઇ.સ.૧૯૫૦ માં પ્રથમ નેત્રયજ્ઞની તૈયારી ચાલતી હતી. ૨૪ દિવસ સુધી પૂ.ગુરૂદેવને મેં સુતેલા જોયા નથી. દિવસ રાત દોડાદોડી અને રાત્રે ભક્‍તોની સાથે વાર્તાલાપ, નૈત્રયજ્ઞ પછી નેણસીભાઈએ કીધું કે ગુરુદેવ આપની સાથે બદ્રીનાથની જાત્રા કરવાની ઈચ્‍છા છે. પૂ. ગુરુદેવે કહ્યું કે ભાઈ હું એકલો નથી સાધુઓ પણ છે. નેણસીભાઈને કહ્યું કંઈજ વાંધો નથી. બધાની વ્‍યવસ્‍થા થઈ જશે. જાત્રામાં શ્રી રામ મહાવિદ્યાલય શરૂ કરવાનું વિચાર્યું અને એ વિદ્યાલયની પ્રથમ વિદ્યાર્થી હું છું અને તેની સ્‍થાપના ૧૯૫૩ માં જુલાઈ માસમાં થઈ.

મહારાજશ્રી કાષ્‍ઠમૌનમાં બેસવાની તૈયારી કરતાં હતાં ત્‍યારે ૧૯૫૪ માં ગોંડલના ભકતોએ પ્રાર્થના કરી આ રામજીનું મંદિર આવેલું છે. કાશી વિશ્વનાથ રોડ પર તેને પહેલા ‘રામ ઝરુખા' કહેવાતુ આ જગ્‍યા પહેલા જાનકીદાસ નામના સંત જૂનાગઢ ‘શિર્ષાવન' માં રહેતા હતા. તેઓ અહીં રહી શકયા નહી અને ગોડલમાં તેમના શિષ્‍ય હતા શ્રી હરિભાઈ ગોકલદાસ આડતીેયા તેમની સ્‍થિતી સારી હતી. તેઓ સંતોની સેવા કરતા અને બધો ખર્ચો આપતા. થોડા દિવસ પછી નાનજી કાલીદાસ ત્‍યાં આવ્‍યા, નાનજી કાલીદાસના કહેવાથી હરીભાઈ (આડતીયા) ત્‍યાં સેવા કરતા હતાં. નાનજી કાલીદાસ જાનકીદાસને મળ્‍યા અને રૂ. પ હજાર રૂપીયામાં આ મંદિર બન્‍યું હતું.

પહેલા ત્રણ રૂમ હતા અને એક રૂમમાં ભગવાન બીરાજવામાં આવ્‍યા હતા. એક રૂમમાં ગૌશાળા હતી અને એક રૂમમાં મહેમાનો માટે હતો પછી જાનકીદાસજીને હરીભાઈ સાથે વૈચારીક મતભેદથી તેઓ ત્‍યાંથી જગ્‍યા છોડીને અમદાવાદ મણીનગર જતાં રહયાં. આ બાજુ જગ્‍યામાં સેવા કરવાવાળુ કોઈ રહ્યું નહીં જગ્‍યા અસ્‍ત વ્‍યસ્‍ત પડી હતી, હરીભાઈ ખૂબ જ દુઃખી હતા.  તૈવામાં હરીભાઈએ - ગુરુદેવને વાત કરી આ જગ્‍યા આપ સંભાળો પૂ.ગુરૂદેવે કીધી કે મારે જગ્‍યાની ઝંઝટમાં નથી પડવું. મારે નથી જોઈતી જગ્‍યા પરંતુ હરીભાઈના અતિઆગ્રહને કારણે પૂ.ગુરૂદેવે સ્‍વીકૃતી આપી દીધી. દિનુભાઈ પડયા વિગેરેને બોલાવી એક ટ્રસ્‍ટ બનાવ્‍યું ટ્રસ્‍ટતો થઈ ગયું. પણ ભગવાનની પુજા કરવાવાળા પુજારીનું શું ?

હૂ઼ ત્‍યારે ચિત્રકુટમાં ભણતો હતો અને રસોઈમાં મદદ કરાવતો હતો. શ્રી મૌનીજી મહારાજ અને શ્રી સીયારામદાસજી મહારાજને બંને વચ્‍ચે ખૂબ જ સંઘર્ષ હતો અને હું કયારેક એ બંને વચ્‍ચે પડી મામલો થાળે પાડતો હતો. પરંતુ મારૂ મન ત્‍યાં ચોટતું નહોતું. કારણ કે સંઘર્ષથી હું કાયર હતો. મને શાંતીથી ભગવાનનું ભજન કરવું તેવામાં શ્રી મૌનીજી મહારાજે બધા સંતોની સભા બોલાવી અને કીધુ  કે આ ગોંડલની જગ્‍યા આપણને મળી છે તો ત્‍યાં કોણ સાધુ સેવા કરવા જવા માગે છે ત્‍યારે મે કીધુ આપની આજ્ઞા હોય તો હું જવા તૈયાર હું ત્‍યારે કહ્યું કે જાઓ પ્રેમ સે જાઓ તે જગ્‍યા તમને આપી દેવામાં આવશે. મને જગ્‍યાનો મોહ ન હોતો પરંતુ તેના બે કારણો હતા એક તો ત્‍યાં સંઘર્ષથી દુર ભાગવુ હતું અને બીજું પૂ. ગુરુદેવ ૅ‘કાષ્‍ઠમૌન'માથી બહાર નીકળે ત્‍યારે દર્શન કરવા હતા.

આમ બે કારણોના લીધે સ્‍વીકારી લીધું, જયારે જાનકીકુંડ આવ્‍યો ત્‍યારે મે નકિક કર્યું હતું કે હું હવે અહિંથી કયાય નહી જાઉં પરંતુ મારૂ શરીર રોગોથી ઘેરાઈ ગયું હતું અને પ્રાર્થના કરી શકતો નહોતો અને આ બે સતો. વચ્‍ચે સંઘર્ષ ચાલતો હતો તે મને તે મને પ્રિય નહોતુ તે કારણે મેં જાનકીકુંડ છોડયું પછી ગોડલ આવ્‍યો અહીંની સ્‍થિતિ જોઈ અને બનતા સુધારા વધારા કર્યા.

ત્‍યાર બાદ ૧૯૫૬ માં પુ ગુરૂદેવને કાષ્ટમૌનથી બહાર આવવાની તૈયારી હતી ત્‍યારે રાજકોટથી ચાલીને યાત્રા સંઘ જામનગર આવ્‍યો હતો. જામનગર જમનાદાસભાઈએ બધાને ખુબજ તન મન ધનથી આદર સત્‍કાર કર્યો. ચિત્રકુટ વિગેરે જગ્‍યાએથી સંતો આવ્‍યા હતા. પુ ગુરૂદેવ જયારે ઓરડીની બહાર પધાર્યા ત્‍યારે ચારે બાજુ જોતા હતા મારા તરફ ધ્‍યાન ગયું અહી હરિંચરન અને તુરત જ બોલ્‍યા તું અહી કયાથી? શ્રી ભીમજીભાઈ માનસતાને બધી વાત કરી કે અમુક કારણોને લીધે તેઓ જાનકીકુંડ છોડીને અહિં આવી ગયા છે. ત્‍યાર બાદ પૂ. ગુરુદેવનું પ્રવચન થયું. પ્રસાદ લઈ સૌ સૌના ઘરે ગયા અને સૂચના આપવામાં આવી કે તમે ગોંડલ જાવ હું આવું છું. ત્‍યાર બાદ પુ ગુરુદેવ પોરબંદર ગયા જનાર્દનદાસજી સાથે ગયા પછી જનાર્દનાદાસજીને રાજકોટ મોકલ્‍યા અને તેઓશ્રી ગોંડલ પધાર્યા, ગોંડલ આવીને પાણી ગરમ કરવાનું કહી સ્‍નાન વિધી કરીને પુરી કર્યા બાદ મને પાસે બોલાવીને કીધુ કે જો આ જગ્‍યા તારી નથી મારી છે તો મે કીધું કે મહારાજશ્રી હું પણ આપનો જ છું અને હું આ જગ્‍યા માટે નથી આવ્‍યો પછી પે્રમથી તુરત જ કીધું નાના આ જગ્‍યા તારી જ છે.

પ્રેમથી અને શાંતીથી રહો દિનુભાઈ પંડયાને ત્‍યાં તેઓએ કીધું કે જો અહીંયા શાષાનું અધ્‍યયન કર તારે નોકરી તો કરવી નથી કે લાંબી ડિગ્રી જોઈએ માટે શાષાાભ્‍યાસ કરી ભગવાનની સેવા કર ત્‍યાર પછી પુ ગુરુદેવ ભાવનગર થઈ ભાડલા ગયા ભાડલા મને બોલાવી લીધો. ભાડલા આઠ દિવસ રહ્યા ત્‍યાંથી રાજકોટ ગયા કોટડાનાયાણી વિગેરે જગ્‍યાએથી ચિત્રકૂટ આવ્‍યા હું વૈશ્‍નવદાસજી, જનાર્દનદાસજી ગાડીમાં તેઓશ્રી મુંબઇથી પ્‍લેનમાં ચિત્રકુટ ગયાં ચિત્રકૂટમાં હનુમાનજી મહારાજનાં મંદિરમાં હવન હતો. અમુભાઈ વસાણી, વલ્લભભાઈ બેડલાવાળા તથા હરિભાઈ હલવાઈ વિગેરે ગુરૂભાઈઓ પણ ત્‍યાં આવ્‍યા હતા અને ત્‍યારે તેઓએ બધાની વચ્‍ચે કીધું કે મેં ત્રણ મહંતોની નિમણુંક કરી છે જે ત્રણ મહંતો આ પ્રમાણે છે.

ગોંડલ માટે પૂ. હરિચરણદાસજી હસ્‍તમ માટે ઠાકુરદાસજી જાનકીકુડ માટે જનાર્દનદાસજી આ રીતે હું  પૂ ગુરુદેવની પાસે આવ્‍યો અને તેઓની આજ્ઞા પ્રમાણે આજે પણ આપની સમક્ષ આપ લોકોના સાથે સહકારથી આ (ગોંડલ) જગ્‍યાનું કાર્ય વ્‍યવસ્‍થિત ચલાવી રાહ્યો છું. તેમાં મારી કોઈ ક્ષતી થતી હોય તો આપ ધ્‍યાન દોરશો તેવી પ્રાર્થના. (૩પ.૧૧)

જયદેવ ઓઝા-રાજકોટ

મો.૯૮૭૯૨ ૭૦૧૦૧

(1:37 PM IST)