News of Tuesday, 1st April 2025
સપ્તાહ બાદ રાજકોટ યાર્ડ ખુલતા જ ઘઉં-ચણા સહિતની વિવિધ જણસીઓની જંગી આવક
રપ૦૦ થી વધુ વાહનોની ૧ર કી.મી.સુધીની લાંબી કતારો લાગી : ઘઉંની ૧.૭પ લાખ, ચણા ૧.રપ લાખ, ધાણા ૭૦ હજા તથા મેથી પ૦ હજાર મણની આવક

રાજકોટ, તા., ૧ : વાર્ષિક હિસાબો માટે એક સપ્તાહ સુધી બંધ રહેલ રાજકોટ માર્કેટ યાર્ડ આજે ખુલતાની સાથે જ ઘઉં-ચણા સહિતની વિવિધ જણસીઓની જંગી આવક થઇ હતી. રાજકોટ યાર્ડમાં ગઇકાલ સાંજથી વિવિધ જણસીઓ ભરેલા રપ૦૦ થી વધુ વાહનોની ૧ર કી.મી. સુધી લાંબી કતારો લાગી હતી.
અઠવાડીયા બાદ રાજકોટ યાર્ડ ખુલતા યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા દ્વારા શ્રીફળ વધેરીને વિવિધ જણસીઓ ભરેલા વાહનોને પ્રવેશ અપાયો હતો. યાર્ડમાં આજે ઘઉંની ૧.૭પ લાખ મણ, ચણાની ૧.રપ લાખ મણ, મેથી પ૦ હજાર મણ, રાય અને રાયડો પ૦૦૦ મણ, મગફળી રર,પ૦૦ મણ તથા જીરૂની ર૦ હજાર મણની આવકો થઇ હતી.
વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ઘઉંની જંગી આવક છતા ઘઉંના ભાવો સ્થિર રહયા હતા. જયારે ચણાના ભાવમાં મણે ૧૦ થી ર૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
વિવિધ જણસી ભરેલા રપ૦૦ થી વધુ વાહનોની યાર્ડ પાસે લાંબી કતારો લાગતા કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન યાર્ડના તમામ ડીરેકટરો તથા યાર્ડના સ્ટાફે સતત ખડેપગે રહી ઉતરાઇની વ્યવસ્થા કરાવી હતી.
(2:24 PM IST)










