News of Tuesday, 1st April 2025
બચપન સવાર જેવું, યોૈવન બપોર જેવુ અને ઘડપણ શિયાળાની રાત જેવું છેઃ પૂ. ધીરગુરુદેવ
શ્રમજીવી ઉપાશ્રયે તકતી અનાવરણ સંપન્ન

રાજકોટઃ તા. ૧: શ્રી શ્રમજીવી સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરુદેવ તથા પૂ. ઉષા-વીણાજી મ.સ. પૂ. નયનાજી મ.સ. પૂ. વીણાજી પૂ. મ.સ. માલતીજી મ.સ. પૂ. પૂનિતાજી મ.સ. પૂ. કોમલજી મ.સ. આદિઠાણાની નિશ્રામાં નૂતનીકરણ તકતી અનાવરણ વિધિ સંપન્ન થયેલ.
ધર્મસભામાં ગુરુદેવ જણાવેલ કે બચપન સવાર જેવું, યોૈવન બપોર જેવું, અને ઘડપણ શિયાળાની રાત જેવું છે. જીવનમાં સુખે, શાંતિ સમૃધિ મેળવવા માટે પંચ મહાવ્રતધારી ઓની વૈયાવચ્ય કરનાર સફળતા પ્રાપ્ત કરે છે.
જૈન શાળા પુરસ્કાર ફંડમાં ૫ હજાર અને ૨૫૦૦/-ના કૂપનનો દાતાઓએ લાભ લીધેલ કિશોરભાઇ કોરડીયા તરફથી દરેક બાળકોને ૧ વર્ષ સુધી રૂા. ૨૦/- નો પુરસ્કાર એકસ્ટ્રા અપાશે.
આ તકે એડવોકેટ ઉન્નતિબેન જુઠાણી, વનિતાબેન કોઠારી પરિવાર, નયનાબેન શેઠ પરિવાર, કનકભાઇ અને દિનેશભાઇ વોરા, મહેશભાઇ મહેતા વગેરેનું સન્માન કરાયું હતું.
ઉપરાંત ભુપેન્દ્રભાઇ દફતરી પરિવારે ૩ તિથી આયંબિલ ફંડમાં અર્પણ કરેલ નવકારશીનો લાભ એડવોકેટ હરસુખભાઇ જુઠાણીએ લીધેલ.
(2:50 PM IST)










