<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

મેલેરીયા-ચિકનગુનીયા ટાઇફોઇડના ૧-૧ કેસઃ કમળાના બે દર્દી

મનપા દ્વારા ૯૮૮ ઘરોમાં ફોગીંગઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧પ૧ ને નોટીસ : શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્‍ટી સહિત સીઝનલ રોગના ૧૬૮૭ લોકો નોંધાયા

રાજકોટ, તા. ૧: શહેરમાં  મચ્‍છરજન્‍ય  મેલેરીયા તથા ચિકનગુનીયા ૧-૧ તથા શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૧૬૮૭ થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્‍ય રોગોમાં રાહત જોવા મળી છે. ઉપરાંત ટાઇફોઇડના ૧ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ર૪ માર્ચ થી તા. ૩૦ માર્ચ  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય  રોગચાળાના ર કેસ

છેલ્લા  સપ્તાહમાં ચિકનગુનીયા  તથા મેલેરીયાના ૧-૧ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૧૬૮૭ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૬૭ તેમજ સામાન્‍ય તાવના ૭૮૦ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૮૭ કુલ ૧૬૮૭ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૧૦૯૬ તેમજ સામાન્‍ય તાવના ૯૬૧૬ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ રર૦૭  તથા ટાઇફોડનો ર૭ તેમજ કમળાના ૧૯ તથા  મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧પ૧ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ રરપ૮પ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૯૮૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૩૧૩ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧પ૧ᅠ લોકોને નોટીસ પાઠવી હતી.

(3:08 PM IST)