News of Tuesday, 1st April 2025
આઇસીએઆઇ રાજકોટ બ્રાન્ચ દ્વારા બેંક ઓડીટ અંગે સેમીનાર

રાજકોટ : આઇસીએઆઇ રાજકોટ બ્રાન્ચ દ્વારા બે દિવસીય બેંક ઓડીટ પર સેમીનારનું આયોજન કરાયુ હતુ. આઇસીએઆઇ ભવન ખાતે યોજાયેલ આ સેમીનારમાં બેંક ઓડીટ, નીતિ નિયમો, રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નવા સુધારાઓ અને વાસ્તવિક વ્યવહારો પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સેમીનારનું ઉદ્દઘાટન ડી.જી.એમ. પીએનબી આલોક કપુર અને સી.એ. રાજ મારાવાણીયા (ચેરમેન આઇસીએઆઇ-રાજકોટ બ્રાંચ) દ્વારા કરવામાં આવેલ. બન્ને પ્રમુખ વકતાઓએ બેંક ઓડીટના મહત્વ અને તેની જરૂરીયાત વિષે વિગતવાર પ્રવચન આપેલ. ઉપરાંત ઓડીટ ઓફ એડવાન્સીસ અંગે બરોડાના સી.એ. ચિરાગ બક્ષી, આઇઆરએસી/પ્રોવિઝનીંગ નોર્મ્સ અંગે હિતેશ પોમલ, ઓડીટ પ્લાનિંગ અને દસ્તાવેજીકરણ અંગે મુંબઇના સી.એ. નિરંજન જોશી તેમજ બીજા દિવસે પ્રેકટીકલ આસ્પેકટ ઓફ બેંક બ્રાંચ ઓડીટ વિષે મુંબઇના સી.એ. શ્વેતા જૈને, એલેફેઆર રીપોર્ટીંગ અંગે મુંબઇના સી.એ. પંકજ તિવારી, બેંક બ્રાંચ ઓડીટમાં એકસેલ અને એઆઇનો ઉપયોગ અંગે રાજકોટના સી.એ. દર્શક ઠકકરે માર્ગદર્શક વકતવ્ય આપેલ. સમારોહમાં આઇસીએઆઇના સભ્યો સી.એ. રાજ મારવાણીયા - ચેરમેન, સી.એ. મૌલિક બગડાઇ- વાઇ ચેરમેન, સી.એ. બિશન શાહ - નોમિનેટેડ મેમ્બર, સી.એ. જયેશ ધાનેજા - ટ્રેઝરર, સી.એ. ધવલ દોશી - સેક્રેટરી, સી.એ. હિરેન રાયચુરા અને સી.એ. બાદલ સોનપાલ - કમીટી મેમ્બર વગેરે આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં બેંક ઓડીટના નવા અને તાજા મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. (૧૬.૧)
(3:46 PM IST)










