News of Tuesday, 1st April 2025
જેતપુરના ભેડાપીપળીયા ગામે આણંદબાપા આશ્રમે તિથી મહોત્સવ
ગુરૂવારે ભવ્ય સંતવાણી, શુક્રવારે પરી, નિવેદ, ધ્વજારોહણ, શોભાયાત્રા, મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, મહાપ્રસાદ

રાજકોટઃ જેતપુર તાલુકાના ભેડા પીપળીયા ગામે આવેલા શ્રી આણંદબાપા આશ્રમે તિથિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ૧૦ એપ્રિલને ગુરૂવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૧ એપ્રિલને શુક્રવારે સવારે ૯.૩૦ કલાકે યજ્ઞ, નિવેદ, ધ્વજારોહણ અને શોભાયાત્રા નીકળશે. તેમજ સવારે ૧૧ કલાકે ભવ્ય સમારોહ અને ગામ ના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ૧૧.૩૦ કલાકે બટુક ભોજન અને ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જેતપુર સમારોહમાં જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, શ્રીપંચદશનામ આવાહન અખાડાના અતિત જગદંબા શિવશક્તિ શ્રીમાં ભુવનેશ્વરી દેવીજી, શ્રી દેવારામ આશ્રમના જેન્તીરામ બાપા, જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલીયા, કમઢિયાની સરકાર શ્રીમામાદેવના ભુવા ધવલ ભુવાજી, અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ ઉદયભાઈ મહેતા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ બિંદિયાબેન મકવાણા, નૈમિષભાઈ પરસાણા, વિરેનભાઈ જસાણી, મેહુલભાઈ ખાખરીયા, જીગ્નેશભાઈ ગોરસીયા, મેનાબેન ઉસદડીયા, સંદિપભાઈ આંબલીયા, નિકુંજભાઈ ઉસદડીયા, પ્રવિણભાઇ કોઠારી, જયેશભાઈ ઉસદડીયા, દિનેશભાઇ ભુવા, શ્યામભાઈ ડુંમર, બાલમુકુન્દભાઈ આંબલીયા, વિજયભાઈ વાંક, અજયભાઈ પામ્ભર, અમરીશભાઈ જયસ્વાલ, ભરતભાઈ પારધી, ભરતભાઈ મૂળિયા, ભેડા પીપળીયા ગામના સરપંચ કૈલાસબેન જોશી, દિવ્યભાસ્કરના પ્રકાશભાઈ રાવરાણી, જેતપુરના પીઆઈ એ.ડી.પરમાર, તાલુકા પીઆઇ એ.એમ.હેરમા ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા શ્રી આણંદબાપા આશ્રમ કમિટીના પ્રમુખ સંજયભાઈ જોટંગીયા (મો.૯૯૧૩૩ ૬૯૯૯૯), ઉપપ્રમુખ જયદીપભાઈ જોટંગીયા,હિરેન જોટંગીયા, મંત્રી સંજયભાઈ જોટંગીયા, સહમંત્રી ભાવેશભાઈ જોટંગીયા, પ્રો.ચેરમેન વિમલભાઈ જોટંગીયા, સહ.પ્રો. ચેરમેન કલ્પેશભાઈ જોટંગીયા ચેતનભાઇ જોટંગીયા અને તમામ સભ્યો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રસંગે રાખડીબંધ ભુવા વજુભાઈ જોટંગીયાના શુભાશીષ સાથે જેતપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સ્વાતિબેન સંજયભાઈ જોટંગીયાને પરિવાર રત્ન એવોર્ડ-૨૦૨૫ અર્પણ કરવામાં આવશે.
સંતવાણીમાં લોક ગાયક ઉમેશ બારોટ, ભજનીક સાગરદાન ગઢવી, લોક ગાયિકા રશ્મિતાબેન રબારી, કલાસિકલ સૂફી ગાયક જયદેવ ગોસાઈ, હાસ્ય કલાકાર મિલન તળાવિયા, લોક ગાયિકા ક્રિષ્ના કળથીયા અને લીલી નાઘેરમાં ફેઈમ અશ્વિન મેવાડા સાહિત્યનું રસપાન કરાવશે તેમજ તબલા ફાયર ઉમેશ પરમાર તથા સાજિદા ગ્રુપ સેવા આપશે.
આ તકે સમસ્ત જોટંગીયા પરિવાર કુટુંબનાં એસ.એસ.સી. થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિધાર્થીઓ વર્ષ ૨૦૨૪મા ઉતીર્ણ થયેલા નંબર ૧ થી ૩ના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ તકે પરિવાર ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:11 PM IST)










