News of Wednesday, 2nd April 2025
શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા અને ગુરુ મહારાજનો નગર પ્રવેશઃ ચલ પ્રતિષ્ઠા સંપન્ન
પૂ.આ.ભ.શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા.નાં સાનિધ્યમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય એટલાન્ટિસ હિલ્સ ખાતે :ક્રિસ્ટલ મોલની સામે, રાણી ટાવર પાસે નવા જિનાલયની પૂ.ગુરૂદેવ દ્વારા જાહેરાતઃ રાત્રે સમૂહ આરતી

રાજકોટ, તા.૨: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ એટલાન્ટીસ હિલ્સ રૈયાધાર ૮૦ ફૂટ રોડ રામાપીર ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડનાં આંગણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનો નગર પ્રવેશ અને નુતન ગળહ પ્રવેશ આજરોજ બુધવાર તા. ૨ નાં સવારે ૫ કલાકે પ. પૂ. આ. દેવ શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં યોજાયેલ. નગર પ્રવેશનું સામૈયું સવારે સન સીટી પ્લસ, રૈયા હીલ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતેથી શરૂ થયેલ અને વાજતે ગાજતે એટલાન્ટીસ હીલ ખાતે પહોંચેલ. સામૈયુ પૂર્ણ થયેલ પ્રતિષ્ઠા વિધાન શરૂ થયેલ. પરમાત્માની ચલ પ્રતિષ્ઠા ૭:૩૦ કરવામાં આવેલ કાર્યક્રમ પૂર્ણ થયે પધારેલ ભાવિકોની નવકારશી રાખવામાં આવેલ. જેમાં ૩૫૦ ભાવિકો એ લાભ લીધેલ.
પરમાત્માનું નગર પ્રવેશ, ચલ પ્રતિષ્ઠા નવકારશીના લાભાર્થી ઇન્દિરાબેન જયસુખલાલ દેશાઈ પરિવાર હ. મુકેશભાઈ, કેતનભાઇ, પારસભાઈ, પરમાત્માને પોંખવાના લાભાર્થી ચંદ્રાવતીબેન જશવંતરાય શાહ, જે. એમ. શાહ એડવોકેટ પરિવાર, હ.કોમલબેન દિલેશભાઈ શાહ હિત અને પ્રિત, ગળહ જિનાલય ઘંટના લાભાર્થી મનીષાબેન વિરેનભાઈ શાહ પરિવાર હ. યશવી વિરેનભાઈ શાહ, અષ્ટપ્રકારી પૂજા ગુરૂ પૂજન અને કામળીનો લાભ ચિરાગભાઈ નરેન્દ્રભાઈ મહેતા, ભંડાર પુરવાનો લાભ હર્ષદભાઈ મહેતા ખાખરાવાળા પરિવાર દ્વારા લેવામાં આવેલ.
આ સમયે ગુરુદેવે ક્રિસ્ટલ મોલની સામે, રાણી ટાવર પાસે નવા જિનાલયની જાહેરાત કરી હતી. સંઘનાં બહેનો દ્વારા સુંદર મજાની રંગોળી, ગંહુલી અને ફૂલોથી જિનાલયને સુશોભિત કરવામાં આવેલ. રાત્રે ૮:૦૦ કલાકે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવેલ છે. સકળ સંઘના ભાઈઓ બહેનોને પધારવાનું ભાવભર્યું નિમંત્રણ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ રાજકોટના મહેશભાઈ મણીયાર મો. (૯૪ર૭૭ ર૦૩૩૧), વિપુલભાઈ દોશી મો. (૯રર૮૭૬પ૬૮૮), નિતેશભાઈ શાહ મો.(૯૪૨૬૨૨૦૨૧૬), સુધીરભાઈ પટેલ પંકજભાઈ મડીયા, ભાવેનભાઈ મોદી, એટલાન્ટિસ હિલ્સના ચિરાગભાઈ મહેતા, અશ્વિનભાઈ રૂપાપરા, યતિનભાઈ સુરેજા, વિરાજ અદાણી, કિર્તી શાહ, પાર્થ વોરા, ધવલ મહેતા, વિમલ વોરા, ધ્યાની કેવલ સુખડિયા, દિવ્યા હેનિલ કોઠારી, શ્રુતિ અર્પિત કોઠારી, પરાગ દોશી, પરેશ રાધાણી, શૈલેષ પટેલ, દેવેન કોઠારી, પ્રવીણ નાંઢા, ભરત મહેતા, બીમલ મહેતા, નીકેતા શાહ, મોના મુકેશભાઈ કોઠારી, લીના મહેતા, હીના વોરા, રોમા દોશી, માયા રાધાણી, રિધિકા વોરા, યક્ષાંગી વોરા, હેમા મોદી વગેરે એ જહેમત ઉઠાવેલ.
(3:54 PM IST)










