News of Wednesday, 2nd April 2025
એઇમ્સમાં ડો.જી.ડી.પુરીના માર્ગદર્શનમાં સ્વચ્છતા પખવાડા કાર્યક્રમની ઉજવણીઃ ૧પમી સુધી કાર્યક્રમો

રાજકોટઃ પખવાડા સ્વચ્છતા સંકલ્પ સાથે ઉજવણીની શરૂઆત એઇમ્સ રાજકોટ ખાતે કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડા કાર્યક્રમની શરૂઆત એઇમ્સ હોસ્પિટલના એકઝીકયુટીવ ડાયરેકટર ડો.જી.ડી.પુરીના માર્ગદર્શન અને પ્રેરણાદાયી સંબોધન સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા એડમીન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર, એકેડેમિકસ વિભાગના ડીન તેમજ તમામ ફેકલ્ટી મેમ્બર અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. એઇમ્સ એકઝીકયુટીવ ડાયરેકટર તેમજ ડીન અને વિદ્યાર્થીઓ દ્વારા હરિયાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કેમ્પસ તેમજ આસપાસ વિસ્તારમાં શ્રમદાન અભિયાન સાથે સ્વચ્છતા સંકલ્પ યોજાયો હતો.
(3:55 PM IST)










