<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

સ્‍ટોક બ્રોકિંગ પ્‍લેટફોર્મ Groww એ ગુજરાતમાં હાજરી મજબૂત કરી, રાજકોટ નાણાંકીય ક્રાંતિમાં જોડાયું

રાજકોટઃ ૧.૩ર કરોડ કરતા વધુ એકિટવ કલાયન્‍ટ્‍સ અને ર૬.૬૬ ટકા બજાર હિસ્‍સા (એનએસઇના આંકડા મુજબ) સાથે સ્‍ટોક બ્રોકિંગમાં માર્કેટ લીડર Groww ગુજરાતમાં તેની હાજરી વિસ્‍તારી રહી છે. ર૦ર૦માં સ્‍ટોક ટ્રેડિંગ શરૂ કર્યું ત્‍યારથી કંપની સપ્‍ટેમ્‍બર ર૦ર૩માં નંબર વન બ્રોકરેજ પ્‍લેટફોર્મ બની હતી. સમગ્ર ગુજરાતમાં મજબૂત હાજરી સાથે Groww અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મેટ્રો શહેરોમાં તથા પાટણ, સુ઼રેન્‍દ્રનગર, જૂનાગઢ અને ભૂજ જેવા નાના શહેરોમાં રિટેલ રોકાણકારોને સેવાઓ પૂરી પાડે છે. ખાસ કરીને રાજકોટમાં નાણાંકીય બજારમાં વધતા રસ તથા તેના ઉદ્યોગ સાહસિકતાની ભાવનાના પગલે રિટેલ રોકાણમાં વધારો જોવા મળ્‍યો છે. Growwનું સાહજિક પ્‍લેટફોર્મ અને ગ્રાહક કેન્‍દ્રિત અભિગમે આ વૃદ્ધિમાં પ્રોત્‍સાહક આપવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે.  Groww એ તાજેતરમાં જ રાજકોટમાં એક એકસકલુઝિવ ટ્રેડર એજયુકેશન ઇવેન્‍ટ અબ ઇન્‍ડિયા કરેગા ગ્રોનું આયોજન કર્યું હતું જેમાં ૧પ૦થી વધુ રિટેલ ટ્રેડર્સ ઉપસ્‍થિત રહ્યા હતા. આ રસપ્રદ સેશન્‍સમાં માર્કેટ ટ્રેન્‍ડસ, ટ્રેડિંગ વ્‍યૂહરચનાઓ અને રિસ્‍ક મેનેજમેન્‍ટ ટેકિનકસના મહત્‍વના પાસાં આવરી લેવામાં આવ્‍યા હતા અને ઉપસ્‍થિત રહેનારાઓને બજારના જટિલ ખ્‍યાલોની સમજ આપવામાં આવી હતી. જાણીતા ટ્રેડર પ્રફુલ કુલકર્ણીએ જણાવ્‍યું હતું કે, Groww ગ્રાહકોની જરૂરિયાતો મુજબ વ્‍યાપક સંશોધન કરે છે અને પ્રતિભાઓ પર કામ કરીને નવી પ્રોડકટ્‍સ તથા ફીચર્સ તૈયાર કરે છે. કંપની વિશ્‍વસનીયતા અને અનુભવમાં વધારો કરવા માટે ટેકનોલોજીમાં રોકાણ કરી રહી છે. એકિટવ ટ્રેડર્સ અને વધતી નાણાંકીય જાગૃતતા સાથે રાજકોટને આનો મોટો લાભ મળવાની સંભાવના છે જે સમગ્ર અને અન્‍ય પ્રદેશોમાં  Growwની સફળતામાં તેની ભૂમિકા મજબૂત બનાવે છે.

(3:55 PM IST)