<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

શનિ-રવિ ચૌધરી હાઈસ્‍કૂલના મેદાનમાં વિશાળ સ્‍ક્રીન ઉપર આઈપીએલના મેચોની મજા માણી શકાશે

આઈપીએલ ફેન પાર્કમાં મોજ મસ્‍તી સાથે જલ્‍સો

રાજકોટઃ ક્રિકેટપ્રેમીઓ આઈપીએલની મજા માણી રહ્યા છે. બીગ સ્‍કોરીંગ મેચોમાં ચોગ્‍ગા-છગ્‍ગાની રમઝટ બોલી રહી છે. ત્‍યારે રંગીલા રાજકોટીયનો પણ ટીવી ઉપર મેચોનો લ્‍હાવો લઈ રહ્યા છે. દરમિયાન ક્રિકેટ રસીકો માટે ચૌધરી હાઈસ્‍કૂલના મેદાનમાં વિશાળ સ્‍ક્રીન ઉપર લોકો મેચની મજા માણી શકશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બીસીસીઆઈ દ્વારા ટાટા આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્‍યું છે. આવતીકાલે તા.પ શનિવારે બપોરે ૩:૩૦ વાગ્‍યાથી ચેન્‍નાઈ અને દિલ્‍હી તેમજ સાંજે ૭:૩૦ વાગ્‍યાથી પંજાબ અને રાજસ્‍થાન તથા તા.૬ના રવિવારે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી હૈદરાબાદ વિ.ગુજરાતનો મેચ નિહાળી શકાશે.

ચૌધરી હાઈસ્‍કૂલના મેદાનમાં ક્રિકેટ પ્રેમીઓ ત્રણેય મેચો વિશાળ એલઈડી સ્‍ક્રીન ઉપર લાઈવ નિહાળશે. સાથોસાથ આઈપીએલ ફેનપાર્કમાં મોજમસ્‍તી સાથે જલ્‍સો પડી જશે.

આ તકે બીસીસીઆઈના સિનિયર મેનેજર ક્રિકેટ ઓપરેશન્‍સ શ્રી સુમિત મલાપુરકર અને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશન સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ શાહે જણાવેલ કે સીટીઓ, ચિચીયારીઓ, ફેસ પેન્‍ટિંગ, બૂમો, ક્રેઝી સ્‍ટન્‍ટસ સાથે આ વખતે બધું જ ચાહકો માટે છે. ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્‍સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને વ્‍યક્‍ત કરતા સર્વાધિક ઘેલા ચાહકોની સાથે આઈપીએલ  ફેન પાર્કસમાં ચાહકોને આકર્ષે છે. ૫૦ શહેરોમાં ચાહકોએ સ્‍પર્શતા ફેન પાર્કસ દેશભરમાં આઈપીએલ ફીવરને ટેકઓવર કરવા તૈયાર છે.

દરેક સીઝન અગાઉ કરતા વધારે મોટી થતી જાય છે. આ વખતે ૧૦ લાખ ક્રિકેટપ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ ફેન પાર્કસમાં ઘેલછાનો અનુભવ કરશે. બાઉન્‍ડ્રી પરની હિટ્‍સ, હેટ્રિકસ, અને સ્‍પિન્‍સના સાક્ષી બનવા માટે તમારા શહેરના નજીકના ફેન પાર્કમાં તમારી ચાહતને જિવંત બનાવો.

તસ્‍વીરમાં બીસીસીઆઈના સિનિયર મેનેજર ક્રિકેટ ઓપરેશન્‍સ શ્રી સુમિત મલાપુરકર અને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ શાહ નજરે પડે છે.(અશોક બગથરીયા)

(4:17 PM IST)