<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

રાજકોટમાં પૂ.જીજ્ઞેશદાદાની કથાનો લ્‍હાવો લેતા વેરાવળ લોહાણા મહાજનના હોદ્દેદારો

 

વેરાવળ : રાજકોટ લોહાણા મહાજન દ્વારા જીગ્નેશ દાદાની ૧૦૮ ભાગવત સપ્‍તાહ ચાલી રહી છે તેમાં વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્‍યોએ દાદાની વાણીનો લાભ લીધો હતો તેમજ રાજકોટ મહાજનના પ્રમુખ સહિત નું સન્‍માન કરેલ હતું.

વિશ્વનું સૌથી મોટા રાજકોટના લોહાણા મહાજન મહાજન દ્વારા જીગ્નેશ દાદાની ભાગવત સપ્‍તાહ ચાલી રહેલ છે તેમાં વેરાવળ લોહાણા મહાજન ને આમંત્રીત કરાતા પ્રમુખ દીપકભાઈ કકકડ, ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્‍તા, કારોબારી સભ્‍યો ચિરાગભાઈ કકકડ, બિપીનભાઈ તન્ના, ઉષાબેન શિંગાળા જ્ઞાતિ અગ્રણી દીપકભાઈ ચંદ્રાણી, સંજયભાઈ શિંગાળા ભાગવત સપ્‍તાહ નો લાભ લેવા રાજકોટ આવ્‍યા હતા.

વેરાવળ લોહાણા મહાજન દ્વારા વકતા જીગ્નેશદાદા તથા રાજકોટ મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ,કારોબારી પ્રમુખ ડો.નિશાંત ચોટાઈ, ‘અકીલા' પરીવારના મોભી જ્ઞાતિ શ્રેષ્ઠી કીરીટભાઈ ગણાત્રા, રાજકોટ સ્‍વ.જયંતીભાઈ કુડલીયા ના સુપુત્રી ડો.પદમાબેન દિલીપભાઈ ચોટાઈ તથા તેમની બહેનો સહયજમાન માં વેરાવળ બાબુભાઈ ઘીવાલા પરીવારના જયકરભાઈ ચોટાઈ પરીવારને સોમનાથ દાદાની સ્‍મૃતિ ચીન્‍હ તેમજ શાલ ઓઢાડી ને સન્‍માન કરવામાં આવેલ હતું. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ કકકડ સાથે જીગ્નેશ દાદાએ થોડી પણો માટે સોમનાથના સાંનિધ્‍યામાં યોજાયેલ સત્‍સંગની સ્‍મૃતિ યાદ કરેલ હતી રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિશાળ ડોમમાં વિશ્વભરમાંથી હજારો વૈષ્‍ણવો આવી રહેલ હતા તેમજ રાજકોટ ના સ્‍થાનીક રધુવંશી પરિવારો સહીત સર્વે સમાજ આ કથાનો અમૂલ્‍ય લાભલઈ રહેલ છે સુંદર વ્‍યવસ્‍થા માટે રાજકોટ મહાજનને બિરદાવેલ હતા.

(1:39 PM IST)