News of Friday, 4th April 2025
૧ર માર્ચથી ૬ એપ્રિલ ૧૯૩૦: ગાંધીની આંધી... સાબરમતીથી દાંડી
તારીખ અઢારમી માર્ચે બોરસદ ખાતે ગાંધીએ કહ્યું; એક સમયે હું આ સલ્તનત તરફ પૂરો વફાદાર હતો અને બીજાને વફાદારી શીખવતો... ‘ગોડ સેવ ધ કિંગ' એવું હૃદયપૂર્વક ગાતો પણ અંતે મારા આંખના પડળ ઉતર્યા અને ભ્રમણા ભાંગી અને સમજયો કે સલ્તનત વફાદારીને લાયક નથી, તે મને રાજદ્રોહને લાયક લાગી તેથી રાજદ્રોહને મારો ધર્મ કરી બેઠો છું, હવે આપણે થાક્યા છીએ, આ રાજની ધુંસરીમાંથી છૂટી જવું જોઈએ અને સ્વરાજ લેવા સારૂં જે કષ્ટ વેઠવા પડે તે વેઠવા તૈયાર છીએ, સ્વરાજ લેવું એ આપણો ધર્મ છે, અધિકાર છે! : જે રાજયમાં મીઠા પર સમાન કર નખાતો હોય, પોલીસ-લશ્કર પાછળ લખલુંટ ખર્ચ થતો હોય, જે રાજયનો મોટો સુબો રૈયતની આવક કરતા પાંચ હજાર ગણો પગાર લેતો હોય, જયાં અફીણ-દારૂમાંથી કરોડો મેળવાતા હોય, પરદેશથી કાપડ આવતુ હોય, જયાં કરોડો લોકો બેકાર રહેતા હોય એવા રાજયનો નાશ કરવા, એનો દ્રોહ કરવો અને પ્રતિ ક્ષણ પ્રાર્થના કરવી કે રાજનિતિ ભલે બળી જાય! એ ધર્મ છેઃ મહાત્મા ગાંધી : સરકાર ઘી ઉપર કર લે તે સમજી શકાય, દારૂ કે બીડી ઉપર કર નખાય પણ આ સરકાર તો એવી ચતુર, બહાદુર અને રાક્ષસી છે કે ગરીબમાં ગરીબ લોકો જે વસ્તુ ખાય તેની ઉપર કર નાખે છે, એટલું સારું છે કે તે હવા ઉપર કર નથી લેતી, પાણી ઉપર તો કર નાખેલો જ છે અને મીઠા ઉપર તો સેંકડે ચૌદસો ટકા જેટલો કર છે, જે દુર થવો જ જોઇએ

ગાંધીની આંધી.....સાબરમતીથી દાંડી એપ્રિલ માસ આવે એટલે એટલે ગાંધીની દાંડીકૂચ યાદ આવ્યા વગર ન જ રહે ....એ બહુ સ્વાભાવિક છે આજથી બરાબર સાડા નવ દાયકા પહેલા આજના જ દિવસે જયારે સમગ્ર વિશ્વ પોતાની મીઠી નીંદર માણી રહ્યું હતું ત્યારે દાંડીનાં દરિયા કિનારે એકસઠ વર્ષનો એક યુવાન પોતાનું પ્રાતઃકાળનું નિત્યક્રમ પૂર્ણ કરી વહેલી સવારના સાડા છ કલાકે એક જયઘોષથી સમગ્ર બ્રહ્માંડને જાણે કે ધ્રુજાવી દે છે.. અને પૃથ્વી પર હડકંપ મચી જાય છે....એક મજબૂત અવાજ દાંડીના વિશાળ સમુદ્ર તટ પર વહેતા તરંગોને ઘડીભર માટે થંભાવી દે છે....આજથી બ્રિટિશ સામ્રાજયની મજબૂત ઈમારતને હું લૂણો લગાડું છું.એમ કહીને ચપટી મીઠું હાથમાં લઈને ટૂંકી પોતડીમાં સજ્જ આ અઢી હાડકાંનો માનવી પોતાંનાં મજબૂત મનોબળ અને દૃઢ વિશ્વાસનાં સ્વામી એવા આ મહામાનવના રોમેરોમમાંથી જાણે કે છેલ્લા દોઢસો કરતા પણ વધારે વર્ષોના બ્રિટિશ સામ્રાજયની અસ્તાચળની રણભેરીનાં ગગનભેદી બ્રહ્મનાદનાં સૂરમાં સૂર પુરાવતા હોય તેમ તેની આસપાસ ઘેરો વળીને એક્ઠી થયેલી માનવ મેદનીનો એક જબરો પ્રતિઘોષ. નમક કા કાનૂન તોડ દિયા આ ઐતિહાસિક ઘટનાને પોતાની સગી આંખે નિહાળનાર એ સમયના અરુણ ટુકડીનો એક કિશોર અને ત્યાર બાદ અનુગાંધી યુગના બહુ મોટા ગજાના પત્રકાર અને લેખક શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીએ પછીથી છેક ૧૯૫૫માં બીબીસી સાથેની એક ભેટ વાર્તામાં આ મહાન ક્ષણને સંભારીને કહ્યું હતું...
આ આંધી કંઈ જેવી તેવી તો ન જ હતી... વિશ્વની ગણી ગાંઠી શાંત અને અહિંસક ક્રાંતિઓમાં આજે પણ જેની ગણના થાય છે તેવી આ મહાન ક્રાંતિ એટલે સાબરમતીથી દાંડી સુધીની એક શાંત અહિંસક અને દૃઢતાપૂર્ણ કુચ....
ખરેખર, ગાંધી સાબરમતીથી નિકળીને દાંડી પહોંચે છે ત્યાં સુધીમાં તો એક તોફાની ઝંઝાવાતની જેમ છવાઈ જાય છે. માર્ગમાં આવતા ગામે ગામમાં જાહેર સભાઓ ભરીને બ્રિટિશ સામ્રાજય ઉપર રીતસરની પસ્તાળ બોલાવી દે છે. પોતાના અંતરનાં ઊંડાણમાંથી ઉદ્વવતા ધગધગતા અંગારા શા શબ્દોથી જાણે કે હિંદવાસીઓને પોતાનાં મોહપાસમાં જકડી લે છે. આજે અહીં મારે એ કહાની આપની પાસે કરવી છે. ....આ એ આંધી છે કે જે સાબરમતી આશ્રમના હૃદયકુંજમાંથી પ્રગટી આશ્રમના ઓગણા એંસી જેટલા ચુનંદા સાથીઓ સંગે માર્ગમાં આવતા ચારથી પાંચ જેટલા જિલ્લા અને આઠ દસ જેટલા તાલુકા અને નાના નાના કેટલાયે ગામોને ચીરતી લગભગ ત્રણસો છયાંસી કી.મી.(બસો એકતાલીસ માઇલ)નું પગપાળા અંતર કાપીને પાંચમી એપ્રિલની સાંજે એ ઐતિહાસિક સ્થળે આવી પહોંચે છે કે જે સ્થળની પસંદગી સરદાર પટેલ અને તેની સમગ્ર ટુકડી દ્વારા ઘણી મથામણને અંતે નક્કી કરવામાં આવી હતી. ગાંધીની આ આંધી માર્ગમાં આવતા શહેરો ,નગરો,અને કસબાઓમાં જયાં પણ વિરામ લે છે ત્યાં ગાંધીના હૃદયમાંથી આગ ઓકતી વાણીનો પ્રજવલિત પ્રવાહ જાણે કે બ્રિટિશ સામ્રાજય પર રીતસર ધોંસ બોલાવે છે..ગાંધીના દિલમાંથી ઊઠતા શબ્દોની એ બોછાર આજના આ ઐતિહાસિક દિને આજે અહીં તમારા દિલ સુધી પહોંચાડવાનો એક વિશેષ ઉપક્રમ છે......
એ યાત્રા દરમિયાન ગાંધીના ૭૯ જેટલા ચુનંદા સાથીઓ ધૂન/ભજનો ગાતા અને લોકોને સત્ય,અહિંસા અને સત્યાગ્રહના પાઠ ભણાવતા ખડખડ વહેતા ઝરણા સા નિર્મળ પ્રવાહની જેમ સરકતા હોય તેવું લાગે !આ સમય દરમિયાન ગાંધીના તીખા તેવરને આજે અહીં આપની સમઘ્ટા ઉતારવા છે અને માણવા છે ...
તો શરૂ કરીએ મિત્રો!
અમદાવાદના સાબરમતી આશ્રમની અગિયારમી માર્ચની એ સાંજને યાદ કરીએ જેમાં લગભગ પાંચ હજાર કરતાં પણ વધારે દેશવાસીઓ ઉમટી પડ્યા હતા અને ગાંધીની વાણી સાંભળવા માટે આતુર હતા... ત્યારના ગાંધીના શબ્દો હતા.....
હું તમારી પાસે ફૂટી કોડી પણ નથી માગતો. હું આશા રાખું છું કે આ લડત ઓછામાં ઓછા પૈસાથી લડાય. આજે હું તો ઇચ્છું છું કે તમે માત્ર હિંમત કેળવો અને આ લડતને માટે જેટલા જરૂર પડે એટલા સૈનિકો આપો.શરત માત્ર એટલી જ છે કે તમે સૌ શાંતિથી સ્વરાજ લેવામાં માનતા હોવા જોઈએ. સરદાર વલ્લભભાઈ આજે જેલમાં બિરાજે છે. હું અને મારી ટુકડી પણ કદાચ કાલે ઉડી જઈશું. તો સૈનિકોની આ ધારા અખંડ પણે ચાલુ રાખવાની તમારી તૈયારી હોવી જોઈએ.ઈશ્વર એ અવસરને પહોંચી વળવાની તમને હિંમત આપો એજ દિવસે સાંજે એક વર્તમાન પત્રના ખબરપત્રીને આપેલી મુલાકાતમાં ગાંધીએ કહ્યું
હું બારમી તારીખે સવારે પુરી ગંભીરતાથી લડત શરૂ કરું છું. વિજય મળતા સુધી આ લડત જારી રહેવી જોઈએ. અમે કાં તો પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ જઈશું અથવા પૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવતા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવીશું.મરણીયા થઈને અમે ગોળીઓ જીલીશું. અમારી લડતમાં સક્રિય સવિનય ભંગની ચળવળમાં ઝુકાવીશું અનેસ્ત્રીઓ અને પુરુષોથી જેલખાના ઉભરાવી દઈશું પરંતુ કોઈ પણ ભોગે પીછેહઠ નહીં કરીએ. હિંદને સ્વતંત્રતા અપાવવાની અમારી આ લડતમાં વિજયી બનીને જ હું આશ્રમે પાછો ફરવાની આશા રાખું છું.
તો વળી,માંચેસ્ટર ગાર્ડિયનના પ્રતિનિધિને તે જ દિવસે આપેલી એક મુલાકાતમાં ગાંધીએ કહ્યું હું સ્વીકારું છું કે મારે માટે આ છેલ્લી તક પણ હોય,અને ફરી પાછી ન પણ આવે. ઝડપીમાં ઝડપી પગલું ભરવાની આવશ્યકતા તદ્દન સ્પષ્ટ છે. આગલી રાત્રે ગાંધીને જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો , શું આપને ખાતરી છે કે મીઠાની લડત આપને જેલ અપાવશે?ત્યારે ગાંધીનો પ્રત્યુતર હતો,
એ વિશે મને કશી શંકા નથી....એ કેટલો સમય લેશે એવું ન કહી શકું. પણ લોકો ધારતા હશે તેથી વહેલું એ આવશે.
અગિયારમી માર્ચની સાંજની પ્રાર્થના સભામાં ગાંધીજીએ આશ્રમવાસીઓ સમઘ્ટા કરેલા ભાષણમાં કહ્યું આ આખરી ફેંસલો છે. આ નાટક નથી. વલ્લભભાઈના જેલ જવાના ખબર આવ્યા ત્યારે પંડિતજીએ ગાયું, શિર સાટે નટવરને વરીએ એ શિર સાટાની આ લડત છે સંભવ છે કે એમાં હુલ્લડો થાય,ખૂનામારકી થાય તો યે ભાગી છૂટવાનું નથી. ભાગી છૂટીએ તો સ્વરાજ ન મળે. ગરીબમાં ગરીબ, કંગાળમાં કંગાળ, દુર્બળમાં દુર્બળના આપણે પ્રતિનિધિ બનવા માગીએ છીએ. જો આપણામાં એ શક્તિ ન હોય તો આપણે આ લડતમાં જોડાઈએ જ નહીં. જન્મ મરણ એ નિરંતર ચાલતી ઘ્ટામાળ છે. આ એક મહા ધર્મયુદ્ધ છે અને આપણે સૌ આ એક મહાવ્યાપક યજ્ઞ કરીએ છીએ અને એમાં સૌએ હોમાઈ જવાનું છે.એ માટે તમારી અ શક્તિ હોય તો ખસી જજો તમારી અશક્તિ એ તમારી શરમ નથી પણ મારી શરમ છે. કારણ મને પ્રભુએ જે શક્તિ આપી છે તે જ શક્તિ તમારા સૌમાં પણ છે. આત્મા માત્ર એક છે મારામાં શક્તિ જાગ્રત થઈ ગઈ છે પણ બીજામાં એટલી જાગ્રત થયેલી ન પણ હોય.
આગળ ઉમેરતા ગાંધી એ કહ્યું, એવું પણ સંભવિત છે કે આજે તમારી પાસે આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય સવારના જો સરકાર મને કૂચ કરવા દેશે તો પણ આ સાબરમતીને પવિત્ર કાંઠે તો આ છેલ્લું જ ભાષણ હશે અથવા મારી જિંદગીનું પણ આ છેલ્લું ભાષણ હોય. આને સૌ મારું વસીયતનામું ભલે સમજે, કુચ કરતા પહેલા કે જેલ જતા પહેલા આટલો જ સંદેશો મારે આપવાનો છે.
આ યુદ્ધ સ્વરાજ મળતા સુધી કદી બંધ ન થાય. અમારી ટુકડી પકડાય તો બીજી દસ ટુકડી તૈયાર છે એવું સાંભળવાને હું આતુર રહીશ. અત્યારે હિન્દુસ્તાનમાં મારું આદરેલું કામ પાર ઉતારનારા ઘણાં પડ્યા છે. હું માનું છું કે આપણો કેસ સાચો છે. આપણા સાધન શુદ્ધમાં શુદ્ધ છે અને જયાં શુદ્ધ સાધન છે ત્યાં પરમેશ્વર છે અને ત્યાં હારવા જેવી વસ્તુ હોય જ નહીં. સત્યાગ્રહી જેલની બહાર હોય કે જેલની અંદર હોય તે સદાયે જીતેલો જ હોય છે. જે સત્ય છોડે, શાંતિ છોડે,અંતરનાદને ન સાંભળે તે હંમેશા હારે. એટલે જો સત્યાગ્રહને હાર-જીત હોય તો તેનો કર્તા સત્યાગ્રહી પોતે હોય. ઈશ્વર તમારું કલ્યાણ કરે અને કાલે પ્રાતઃકાળે આરંભ થનારા યુદ્ધમાં વિઘ્ન ના આવો એવી મારી અને તમારી પ્રાર્થના હો.
ગાંધીજીએ વાઇસરોયને આ સંદર્ભમાં લખેલ લંબાણપૂર્વકના પત્રના પ્રત્યુતરમાં ગાંધીજીને વાઈસરોયના અંગત મંત્રી જી. કનીંગહામ દ્વારા મળેલો જવાબ કે જેનો ઉલ્લેખ ગાંધીજીએ વાસી જવાબ એ રીતે ઉલ્લેખ કરેલો છે તે આ રહ્યો,
ભાઈશ્રી ગાંધી,
તમારો તારીખ બીજીનો પત્ર નામદાર વાઇસરોયને મળ્યો છે. તમે એવું કાર્ય ઉપાડવા ધારો છો કે તેને પરિણામે સુલેહ શાંતિનો ભંગ થવાનો તથા કાયદાનો અનાદર થવાનો ભય ચોખ્ખો રહેલો છે એ જાણીને વાઇસરોય સાહેબને દિલગીરી ઉપજી છે.
આ પ્રત્યુતર મળતા જ ગાંધીજીનો ઉદગાર,! આવા જવાબથી આપણે પરિચિત છીએ દેશવાસીઓ જોઈ શકે છે કે ચોર કોટવાળને દંડે એવો આ ન્યાય છે. એનો વધુ પુરાવો જોઈતો હોય તો ઘડાઈ ગયેલી ઢબના આ જવાબમાંથી મળી રહે છે.પગે પડીને મેં જયાં ખાવાનું માંગ્યું ત્યાં ભાણામાં પથરા મળ્યાં.
મીઠાનો ગરીબો ઉપર પડતો વેરો જેના લીધે તેના ઉપર વાર્ષિક પાંચ આનાનો એટલે લગભગ ત્રણ દિવસની કમાણી જેટલો બોજો પડે છે તે રદ કરીને મને પોતાનો કરી લેવાનું વાઇસરોય સાહેબના હાથમાં હતું.હિન્દુસ્તાન સિવાય બીજા કોઈ પણ દેશમાં રૂપિયા ત્રણસો સાંઈઠની વાર્ષિક આવક વાળાને પોતાના ખાવાના મીઠા માટે રાજયને ઈં ત્રણ આપવા પડતા હોય એવું મારી જાણમાં નથી.આવો વાસી જવાબ આપવાને બદલે બીજું ઘણું વાયસરોય કરી શકત. પણ હજી એ વખત નથી આવ્યો. જે પ્રજાના વાઇસરોય પ્રતિનિધિ છે તે પ્રજા એમ ઝટઝટ નમતું આપે એવી અથવા ઝટપટ પશ્ચાતાપ કરે એવી એ પ્રજા નથી. કાલાવાલા કરવાથી તે કદી માનતી નથી. શારીરિક બળ એ તરત ધ્યાનમાં લે છે. જરાયે થાક્યા વિના કલાકો સુધી મુક્કાબાજીના ખેલ એ એક શ્વાસે નિહાળી શકે છે. યુદ્ધમાં, લોહીને થિજાવી નાખે એવા વર્ણનો તેમને રોમહર્ષણ સા લાગે છે. વિરોધ ઉઠાવ્યા વિના મૂંગા મૂંગા સહન કરેલા દુઃખની પણ તેઓ કદર કરે છે. પરંતુ ગમે તેવી સચોટ દલીલ હોય તેથી કાંઈ જે કરોડો રૂપિયા હિન્દુસ્તાનમાંથી દર વર્ષે તે ઢસડી જાય છે એ જતા નહીં કરે. એટલે વાઇસરોયના જવાબમાં મને કશું જ આશ્ચર્ય પામવા જેવું લાગતું નથી પરંતુ એટલી મારી ખાતરી છે કે મારા કાગળમાં જે લખ્યું છે તે ફંગોળીઓ ઘા ન હોય તો મીઠા વેરો અને એવી બીજી ઘણી વસ્તુઓના દિવસો હવે ભરાઈ ચૂક્યા છે.
ત્યારબાદ બારમી માર્ચની રાત્રે અસલાલી ખાતે ગાંધીજીએ કહ્યું આવા કર હવે જવા જ જોઈએ અમે મીઠું બનાવીશું,ખાઈશું, લોકોમાં વેચશું અને એમ કરતા જેલમાં જવું પડશે તો જેલમાં જઈશું એવો સંકલ્પ આપણે કરવો જોઈએ. ગુજરાતની નેવું લાખની વસ્તીમાંથી બાળકો અને બહેનોને બાદ કરીએ તો સહેજે ૩૦ લાખ માણસો રહે એ જો મીઠાના કરનો સવિનય ભંગ કરવા તૈયાર થઈ જાય તો આટલા માણસોને જેલ ખાનામાં રાખવાની સરકાર પાસે જગા નથી. હા,! સરકાર કાયદા તોડનારને ડાંગ અને ગોળી પણ મારી શકે છે. પણ આજના રાજયોથી એટલી બધી હદ સુધી જઈ શકાતું નથી. પણ અમે તો સંકલ્પ કર્યો છે કે મારી નાખવું હોય તો ભલે મારી નાખે. મીઠાનો કર તો હવે જવો જ જોઈએ.
તારીખ તેરમી માર્ચના રોજ બારેજા ખાતે એક જન મેદનીને સંબોધતા ગાંધીજીએ કહ્યું જેમ આપણે આપણી માતાને જાડી કે કદરૂપી હોવાને કારણે ત્યજી દઈ બીજી કોઈ સુંદર બાઈને તે સ્થાને આપણે સ્વીકારતા નથી એ જ રીતે વિલાયતી કપડામાંથી સ્વાધીનતા કદી નથી મળવાની. મોજ શોખ મૂકીને સૌને વિનંતી છે કે આ ઢગલામાંથી તમે ખાદી લેજો.
તારીખ ચૌદમી માર્ચના રોજ નવાગામ ખાતે ગાંધીજીએ છાપાના પ્રતિનિધિ સમઘ્ટા એમ કહ્યું કે સત્યાગ્રહીઓ જો સત્યને પીછાણીને લડત લડશે તો હિન્દુસ્તાન તો શું પરંતુ આખી દુનિયાને બતાવી આપશે કે આ કેવળ ધર્મયુદ્ધ છે
પંદરમી માર્ચે ડભાણ ખાતે ગાંધીજીએ આ રીતે રજૂઆત કરી
આ તો ધર્મયુદ્ધ છે, અહિંસક યુદ્ધ છે. આમાં તોસ્ત્રીઓ અને બાળકો પણ ભાગ લઈ શકે છે. તમારા ગામમાં આઠસો મણ મીઠું ખપે છે અને આ રીતે તમે નાહકના સરકારને પૈસા આપો છો. તમે આપો છો તે કર પૂરેપૂરો એવો ને એવો સરકાર ખાઈ જાય છે. આપણે આ બોજો આપણા માથેથી ઉતારી નાખવા માગીએ છીએ. અને તેથી પૂર્ણ સ્વરાજ માગીએ છીએ. તમારામાં હિંમત હોય તો સરકારી નોકરી છોડી દો.
તારીખ અઢારમી માર્ચે બોરસદ ખાતે ગાંધીએ કહ્યું એક સમયે હું આ સલ્તનત તરફ પૂરો વફાદાર હતો અને બીજાને વફાદારી શીખવતો ગોડ સેવ ધ કિંગએવું હૃદય પૂર્વક ગાતો પણ અંતે મારા આંખના પડળ ઉતર્યા અને ભ્રમણા ભાંગી અને સમજયો કે સલ્તનત વફાદારીને લાયક નથી તે મને રાજદ્રોહને લાયક લાગી તેથી રાજદ્રોહને મારો ધર્મ કરી બેઠો છું. હવે આપણે થાક્યા છીએ. આ રાજની ધુંસરીમાંથી છૂટી જવું જોઈએ.અને સ્વરાજ લેવા સારું જે કષ્ટ વેઠવા પડે તે વેઠવા તૈયાર છીએ. સ્વરાજ લેવું એ આપણો ધર્મ છે, અધિકાર છે!. જે ફરિયાદ મેં ઈશ્વર પાસે નોંધાવી છે અને વાઈસરોયના કાગળમાં જણાવી છે તેનો જવાબ કોઈ નથી આપી શક્યા. કોઈ એમ નથી કહેતું કે મીઠાનો કર સાચો છે, કોઈ એમ નથી કહેતું કે લશ્કર અને દીવાની ખર્ચ બરાબર છે. વીસથી પચીસ કરોડ રૂપિયાનો પ્રજાને દારૂ પાઇ અને અફીણીયા બનાવી તેમના ઘર ભાંગી નાખે છે એ બરોબર છે. એવું કોઈ નથી કહેતું.
ત્યારબાદ ઓગણીસમી માર્ચે રાસ ગામે એક સભાને સંબોધતા ગાંધીએ કહ્યું મારો ગુન્હો રાજદ્રોહનો છે આ રાજયનો દ્રોહ કરવો એ મારો ધર્મ છે. અને એ જ ધર્મ હું પ્રજાને શીખવી રહ્યો છું. જે રાજયની અંદર જુલમની પરંપરા બંધાઈ રહી હોય, જે રાજયની અંદર ગરીબ અને તવંગર ઉપર મીઠા જેવી વસ્તુને વિશે એક સરખો કર નાખવામાં આવતો હોય, જે રાજયમાં દરવાન, પોલીસ, લશ્કર પાછળ લખલૂટ ખર્ચ થતો હોય, જે રાજયનો મોટો સૂબો રૈયતની આવક કરતા પાંચ હજાર ગણો પગાર લેતો હોય, જે રાજયમાં પચીસ કરોડ રૂપિયા અફીણ દારૂમાંથી મેળવાતા હોય અને સાઠ કરોડ રૂપિયાનું કાપડ પરદેશથી આવતું હોય અને જયાં કરોડો માણસો બેકાર રહેતા હોય એવા રાજયનો નાશ કરવો, એનો દ્રોહ કરવો અને પ્રતિઘ્ટાણ પ્રાર્થના કરવી કે રાજનીતિ ભલે બળી જાય! એ ધર્મ છે.
ઓગણીસમી માર્ચે કંકાલપુરમાં ગાંધીજીએ કહ્યું હું મુસાફરી કરી રહ્યો છું તેનુ કારણ ઊંડું છે કારણ કે મારે સારું આ ધર્મયાત્રા છે. જીવનની છેલ્લી યાત્રા છે તેથી ગમે તેટલું દુખ સહન કરવું પડે તો પણ સહન કરવા તૈયાર થઈ ગયો છું. આ તો રાઘ્ટાસી રાજય છે આ રાજનીતિનો સંહાર કરવો આપણો ધર્મ છે. તમારે માટે તો મીઠું પકવવા માટે નદી પાસે જ છે. હું જલાલપુર પહોંચીશ ત્યારે કહેવાનો છું કે બધા મીઠું બનાવો, બહેનો પણ મીઠું બનાવે અને જેલ જવું પડે તો જાય. દુખ સહન કરે, માર સહન કરે. ગોળીબાર કરે તો મરી જવું પણ આપણે મીઠાનો કર અને એના જેવા બીજા દુઃખો કાઢીને જ જંપીશું.
વીસમી માર્ચે કારોલીમાં ગાંધીજીએ કહ્યું તમે ગુજરાતીમાં એક કવિતા તો વાંચી હશે પુરી એક અંધેરીને ગંડુ રાજા... પણ અહીં તો એક અંધેરી નગરી નથી. અહીં તો સાત લાખ ગામડામાં અંધારું છે. આજે બળિયા ના બે ભાગ છે. નબળા લોકો પાયમાલ થઈ જાય છે. એને તો આજે રોટલો પણ મળતો નથી એવું રાજ થઈ ગયું છે.
બાવીસમી માર્ચે આમોદ ખાતે ગાંધીજીએ કહ્યું, આ આખરી લડતમાં હિન્દુ, મુસ્લિમ શીખ,ઈસાઈ બધા જોડાઈ જજો હવે તો આ લડતનું એવું સ્વરૂપ છે કે જેમાં ગરીબ, તવંગર ,વૃદ્ધ ,બાળક,સ્ત્રી ,પુરુષ બધા જ સરખો ભાગ લઈ શકે છે. હવા અને પાણીની માફક મીઠું જે સૌને સરખા પ્રમાણમાં જરૂરી છે તેની ઉપર સેંકડે ચૌદસો ટકાનો આકરો કર છે. આ તો ભયંકર કર કહેવાય.અને તેમાં પણ જેની પાસે ફૂટી કોડી પણ નથી તેની પાસેથી આ કર લેવો એ તો ત્રાસ છે.અને તેથી આ કર કાઢવાની લડતમાં બધા જ જોડાઈ જાવ.
આપણે તોફાન કે મારપીટ નથી કરવા. એક નન્નો ભણવાનું શીખવાનું છે એક નન્નો સો દુઃખ હણે એ સાચું જ છે. બધા જ સરકારી નોકરો નન્નો ભણો અને જુઓ તેનું પરિણામ કેવું આવે છે. હું દાંડી જઈને લખું કે હવે નીકળી પડો. ત્યારે તમે બધા નીકળી પડજો તો બીજે દિવસે સ્વરાજ મળશે.
પચીસમી માર્ચે ત્રાલસાની જાહેર સભામાં ગાંધીજીએ કહ્યું, સરકારને હું તો કહું છું કે હું તમારો બેવફાદાર અને બહારવટે નીકળેલો માણસ છું તેથી મને કેદ કરો, માર મારો કે ફાંસી દો તો પણ સરકારને સલામ નથી જ ભરવાનો. મુસલમાનોને જાણીને આનંદ થશે કે હું દાંડીમાં એક મુસલમાન ભાઈના બંગલામાં ઉતારવાનો છું. મારી લડતનું એલાન એક મુસલમાનભાઈના ઘરમાંથી થશે. મીઠું કે જે હિન્દુ અને મુસલમાન બધાને ખાવું પડે છે તેના ઉપર ચૌદસો ટકા જેટલો કર લેવાય છે એ દૂર કરવાનો છે. આ નોકરસાહી નથી પણ બેવડી બાદશાહી છે. આપણા સાંઇઠ કરોડ રૂપિયા પરદેશ જાય છે. બીજા અબજો રૂપિયા પરદેશ જાય છે એ લૂંટ કેમ થવા દઈએ ? ત્રીસ કરોડની જનતા ઉપર ત્રણસો કલેક્ટરો રાજય કરે છે તેની નીચે આપણે કામ કરીએ છીએ. એ તો એને અને આપણને બંનેને શરમાવનારું છે.
છવીસમી માર્ચે ભરૂચ ખાતે ગાંધીજીએ કહ્યું, એવી આશા મેં કલ્પનામાં કે સ્વપ્નમાં પણ રાખી નથી કે મારા એકલાના બળથી કે હિન્દુના બળથી સ્વરાજ મેળવીશ મને તો મુસલમાન,પારસી ખ્રિસ્તી ,યહૂદી બધાના બળની ગરજ છે અને એ બધાનું બળ મળે તો પણ જો એક બળ ન હોય તો સ્વરાજ ન જ મળે. અને એ બળ એટલે ઈશ્વરનું બળ.તેના વિના બીજું બધું બળ નકામું છે. છેક ઓગણીસો એકવીસ થી હું બે શબ્દો કહેતો આવ્યો છું પાકિઝગી અને કુરબાની (આત્મશુધ્ધિ અને બલિદાન. )એનાં વગર સત્યાગ્રહનો જય ન થાય કારણ કે તે ન હોય તો ઈશ્વર સાથે હોય જ નહીં. મારા મનમાં કોઈ અંગ્રેજ પ્રત્યે પણ દ્વેષ નથી પણ એ રાજય પ્રત્યે મારો દ્વેષ છે. અને હવે મને લાગે છે કે અંગ્રેજ રાજયને ભાંગવા સારું જ હું જન્મેલો છું. પણ એક પણ અંગ્રેજનો વાળ વાંકો થાય તો મારા સગા ભાઇને દુઃખ થયા સમાન મને લાગે. મારા હૃદયમાં અંગ્રેજ વિશે દોસ્તી જ રહેલી છે તેમને કહું કે તમારી પ્રજા અમારા દેશને પાયમાલ કરી રહી છે પણ તમે હજુ કેમ સમજતા નથી? આ રાજનીતિનો નાશ કરવો છે પછી તે ભલે મને પીલી નાખે, દરિયામાં ડુબાડે, ગમે તે કરે પણ મનની વાત હું કહેવાનો જ છું.
છવીસમી માર્ચે અંકલેશ્વરમાં ગાંધીજીએ કહ્યું સરકાર ઘી ઉપર કર લે તે સમજી શકાય. દારૂ કે બીડી ઉપર કર નખાય પણ આ સરકાર તો એવી ચતુર, બહાદુર અને રાઘ્ટાસી છે કે ગરીબમાં ગરીબ લોકો જે વસ્તુ ખાય તેની ઉપર કર નાખે છે. એટલું સારું છે કે તે હવા ઉપર કર નથી લેતી. પાણી ઉપર તો કર નાખેલો જ છે. અને મીઠા ઉપર તો સેંકડે ચૌદસો ટકાજેટલો કર છે.
સત્યાવીસમી માર્ચે માંગરોળ ખાતે ગાંધીજીએ કહ્યું મીઠાની ઉઘ્ટાડી ચોરી બધા બાળકો પણ કરશે. અને પરદેશી કાપડ બાળીને ખાદી લઈ લેશું અને બનાવી લેશું. બીજી તરફ દારુના પીઠા પણ માલિકોને મળીને બંધ કરાવી દઈશું તો રસ જામશે અને સ્વરાજમાં એ રસ આવશે જયારે આ બધાનો મેળ કરશો ત્યારે સ્વરાજ આવવાનું જ છે. લડત તો છઠ્ઠી તારીખ પહેલા પણ શરૂ થઈ જવાની શક્યતા છે. સરકાર મને પકડે કે તુરત જ મીઠું બનાવતા થઈ જજો. હું પકડાઈ જાઉં તો તમે બધા લંગોટી પસંદ કરજો પણ પરદેશી કાપડ તો ન જ પહેરશો.ખાદી અને સુતરને તાંતણે સ્વરાજ છે એ હું આજે પણ કહું છું.
અઠ્ઠાવીસમી માર્ચે ઉમરાછીમાં ગાંધીજીએ કહ્યું, મને કોઈએ લખ્યુ છે કે એકસઠ વર્ષે વળી કુચ કેવી? જો જવું હોય તો હિમાલયની જાત્રાએ જવું કે જેથી મોક્ષ તો મળે! પરમેશ્વરના દર્શન તો થાય!. પણ હું તો ઊલટો ધર્મ શીખ્યો છું મારે દર્શન તો આમ કુચ કરીને જ કરવા છે. તમારા પણ દર્શન કરીને તમને પણ એમાં ભાગ લેવાની યાચના કરું છું. કારણ કે જે દેશમાં રાઘ્ટાસી રાજ છે તેમાં ઉથલપાથલ ન થાય ત્યાં સુધી આપણે બધા તેમાં ભાગીદાર છીએ.અને એવો ભાગીદાર છેક ધવલગીરી સુધી જાય તોય તેને મોઘ્ટા નહીં જ મળે.
ઓગણત્રીસમી માર્ચે ભટગામ ખાતે ગાંધીજીએ કહ્યું હું વળી,વાઇસરોય ઉપર પત્ર લખનારો કોણ?વાયસરોય પોતે હિન્દુસ્તાનની સરેરાશ આવકનો પાંચ હજાર ગણો પગાર લે છે મેં એની સખત ટીકા કરી છે. એ પગાર એમને કેમ પચે છે? અને આપણે પચવા પણ કેમ દઈએ? જો કે એમનો વ્યક્તિગત દોષ નથી ઈશ્વરે તેમને ઢગલો પૈસા આપ્યા છે પગારની તેમને ગરજ પણ નથી .પત્રમાં મેં લખેલું છે કે તમે તે બધાય પૈસા પરોપકારમાં વાપરી દેતા હશો .અને પાછળથી મેં સાંભળ્યું છે કે એમ જ છે. પરંતુ એ એમ કરતા હોય તોય એ પગાર આપવો મને ખૂંચે. હું ઈં.એકવીસ હજાર તો શું ઈં.એકવીસો પણ ના આપું. પણ આ વિરોધ ક્યારે કરી શકાય, જો હું ગરીબ થઈને રહેતો હોવ તો.અને તેથી જ અમે ગરીબને નામે નીકળ્યા છીએ. અમે કુચમા જોડાયેલા દરેક માણસ જો ગરીબની કમાણીમાંથી પચાસ ગણું લેતા હોઈએ તો એ કહેવાનો મને અધિકાર નથી.
ઓગણત્રીસમી માર્ચે ભટગામ ખાતે તો ગાંધીજીએ બહુ આકરા વેણ ઉચ્ચાર્યા.
મેં જે પ્રતિજ્ઞા લીધી છે તે ખાલી હાથે પાછો ફરવા માટે તો નથી જ લીધી. હું સ્વરાજ લીધા વિના આશ્રમનું દર્શન કરવાનો નથીકાગડા કૂતરાને મોતે મરીશ સ્વરાજની ઝંખના કરતો રજડી, રવડી ને મરીશ પણ ખાલી હાથે પાછો ફરવાનો નથી જ.
તો વળી,પહેલી એપ્રિલે સુરતમાં ગાંધીએ કહ્યું સાબરમતીને તીરેથી ચાલી નીકળવાને આગલે દિવસે જે વાત મેં કહેલી તે આજે હું તાપી નદીના તીરે કહેવા ઇચ્છું છું.બસ,આ જ રીતે ધર્મપાલન કરતા કરતાં સરકાર મને પકડે કે ફાંસીએ ચડાવે તોય તેનો ડર મને નથી. હું જેલને મહેલ કરવા ઈચ્છું છું.જો મારે જેલમાં જવું જ હોય તો ચોરી,લફંગાઈ, મારામારી અને ગાળા ગાળી કરું તો સરકાર મને પણ પકડે, કંઈ છોડે નહીં. એ વખતે સરકાર એમ ન કહે કે એ મહાત્મા મુવો છે તેથી અમે એને નથી પકડવાના. અને મને પકડે તો પણ જેલમાં પડ્યો પડ્યો પણ હું પ્રાર્થના કરું કે હે! ઈશ્વર આ સરકારનો તું હૃદય પલટો કરજે અને માણસને ન છાજે એવી ભાવના એના હૃદયમાં પેદા થયેલી છે તેને તું કાઢી નાખજે.
આ જ રીતે ગાંધીની આ આંધી.. નવસારી,ધામણ, વિજલપુર વગેરે ગામોમાંથી ઉત્સાહ અને જોમવંતા શબ્દોના સહારે પાંચમી એપ્રિલની સાંજે આ યાત્રા દાંડીના કિનારે આવી પહોંચી અને ગાંધીના હૃદયમાંથી જાણે એક ગેબી સંતના અંતરાત્માનો ઉદગાર સરી પડ્યો...
સામર્થ્ય સામેની આ લડતમાં મારે આખા જગતની સહાનુભૂતિ જોઈએ છે. અસ્તુ,
લેખકનો પરિચય
નામ : નરેન્દ્ર વિઠ્ઠલદાસ વિઠલાણી
ઉંમર : વર્ષ ૬૨
વ્યવસાય : ગુજરાત રાજય સરકારના નાણા વિભાગનાં તાબા હેઠળની તિજોરી કચેરી/પેન્શન ચુકવણા કચેરી ખાતેથી અધિક તિજોરી અધિકારી તરીકે માંહે ૧૦/૨૦૨૧માં નિવૃતિ.
મોબાઈલ નંબર : ૯૮૨૪૪૮૮૬૬૭
Mail id :- naluvithlani@ gmail.com
સરનામું : B/૩૦૪ સુન્દરમ્ ગોલ્ડ એપાર્ટમેન્ટ, માધાપર ચોક પછી રેલ્વે ઓવરબ્રિજ પાસે, મોરબી રોડ ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ૩૬૦૦૦૬
ગાંધી વિચારો અંગે :-
(૧) ગાંધી વિચારો અંગે બાળપણથી અને અભ્યાસકાળથી રૂચિ અને રસ
(૨) પ્રાથમિક શિક્ષણ રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે અને માધ્યમિક શિક્ષણ મોહનદાસ ગાંધી વિદ્યાલય ખાતેથી.
(૩) બી.કોમ.ના અભ્યાસ પછી ૫૫ વર્ષની ઉંમર બાદ માસ્ટર ડિગ્રી (M. A. In gandhiyan study) ગાંધી વિચારોમાં
(૪) શહેરની ગાંધી વિચારો સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, શાળાઓ, મહાશાળાઓમાં ‘ગાંધી વિચાર દર્શન' હેઠળ પ્રવચનો
(૪) અલગ અલગ દૈનિક પત્રોમાં ગાંધી વિચારો અંગેના લેખો
(૫) જુદા જુદા સામયિકોમાં ગાંધી વિચારો અંગેનાં લેખો
(૬) હાલમાં ‘ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ' દ્વારા આયોજિત કબા ગાંધીના ડેલા ખાતે ‘ગાંધી જીવન દર્શન' હેઠળ દર શનિવારે ગાંધી વિચારો સાથે સંકળાયેલા પ્રબુદ્ધ નાગરિકો સાથે ગાંધી વિચારો અંગેનું અભ્યાસ વર્તુળ બનાવી ગાંધીજીના વિચારોનો પ્રચાર અને પ્રસાર.
(૭) સોશિયલ મીડિયાના માધ્યમથી દર મંગળવારે ‘બાપુના બોલ' એ શીર્ષક હેઠળ ગાંધી વિચારો અંગેની ઓડિયો ક્લિપ અત્યાર સુધીમાં ૧૭૫ જેટલા મણકાઓનું પ્રસારણ
(૮) આકાશવાણી અને દૂરદર્શન રાજકોટ ખાતે ગાંધી વિચારો અંગે સમયાંતરે વાર્તાલાપ
(૯) ‘યુટ્યુબ'ના માધ્યમથી ‘ગાંધી જીવન દર્શન' હેઠળ વિડિઓ દ્વારા પ્રસ્તુતિ
-: આલેખન :-
નરેન્દ્ર વિઠ્ઠલાણી
નિવૃત ટ્રેઝરી ઓફીસર
મો.નં. ૯૮૨૪૪૮૮૬૬૭

(2:33 PM IST)










