News of Friday, 4th April 2025
દબાણ હટાવ શાખા ત્રાટકીઃ રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૪૧૦૮ બોર્ડ-બેનરો જપ્ત
રાજમાર્ગો પરથી ૧૦પ રેકડી અને કેબિન જપ્તઃ ૬૮૦૬ કિલો શાકભાજી અને ફળનો જથ્થો જપ્તઃ ૮.૪૭ લાખની વસુલાત

રાજકોટ તા. ૪: રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક માસ દરમિયાન ૧૦૫ રેંકડી અને કેબીન અને ૪૧૦૮ બોર્ડ થતા બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત રૂ.૮,૪૭,૮૬૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ ૧૦૫ રેકડી અને કેબીન જપ્ત કરવામાં આવી હતી.
પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી, રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ પરથી જુદીજુદી અન્ય ૬૯૮ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ,પારેવડી ચોક,સંતકબીર રોડ,જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૬૮૦૬ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવી હતી.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી રૂ.૫,૭૩,૮૫૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૨,૭૪,૦૧૦ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, રામાપીર ચોકડી,કાલાવડ રોડ,યુનિ.રોડ પરથી ૪૧૦૮ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
(4:24 PM IST)










