<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

પાલીતાણા હવામહેલ પેલેસ (હેરીટેજ હોટલ) ખાતે મદિરા-માંસાહારી

વાનગી બનાવવા કે પીરસવાનો પ્રશ્ન જ નથી : માંધાતાસિંહજી લકઝરી હોટલ તાજ જૈન તિર્થ સ્‍થળની પવિત્રતાને નુકશાન પહોંચાડશે તેવા અહેવાલો સંદર્ભે રાજકોટ ઠાકોર સાહેબ અને હવામહેલના માલીકની જૈન સમુદાયને રાહત આપતી સ્‍પષ્‍ટતા

 

રાજકોટ, તા., ૪: પાલીતાણાના જૈન તીર્થ સ્‍થળની પવિત્રતાને લકઝરીયસ હોટલ તાજના આગમનથી જોખમ ઉભુ થશે તેવા અખબારી અહેવાલો સંદર્ભે હવામહેલ હોટલના માલીક રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જૈન સમુદાયને રાહત મળે તેવી સ્‍પષ્‍ટતા કરી છે.

તેઓએ જણાવ્‍યું છે કે, ૧૧મી સદીથી આરંભ કરીને ૧૯મી સદી સુધીના આઠસો વર્ષના સમયગાળામાં નિર્મિત થયેલા અંદાજે નવસો જેટલાં મંદિરોનાં ધારક શ્રી શેત્રુંજય તીર્થધામની ભવ્‍યતા, દિવ્‍યતા, પવિત્રતા અને પ્રાચીન વિરાસત ઉપરાંત ભારતીય સનાતન સંસ્‍કળતિના સંપૂર્ણ આદર સાથે જૈનોની નગરી પાલીતાણા સ્‍થિત શાશ્વત ગીરીરાજનાં દિવ્‍ય સાંનિધ્‍યમાં અમારી માલિકીના હવામહેલ ખાતે પાલીતાણા પેલેસ હેરિટેજ હોટેલનો શુભારંભ કરી રહ્યાં છીએ ત્‍યારે અમારો આશય સનાતન ધર્મ અને જીન શાસનની માન-મર્યાદાઓના સંપૂર્ણ આદર તેમજ રક્ષણ સાથે તીર્થધામની સઘળી માન-મર્યાદાઓના અક્ષરસઃ પાલન સાથે આધ્‍યાત્‍મિકતાનું આંગણું સજાવવાનો છે. ભારતીય સંસ્‍કાર વારસો ધરાવતાં ધર્માનુરાગીઓ બંધુ-ભગિનીઓની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ પ્રવળત્તિ અમારી માલિકીના હવામહેલ ખાતે આરંભાઈ રહેલી પાલીતાણા પેલેસ હેરિટેજ હોટેલમાં અમારા દ્વારા કે સંચાલન કરનાર આંતરરાષ્‍ટ્રીય કક્ષાની કંપની દ્વારા થનાર નથી.

હું શ્રી માંધાતાસિંહજી જાડેજા, ઠાકોર સાહેબ-રાજકોટ પ્રત્‍યેક જૈન-જૈનેત્તર ધર્માનુરાગી બંધુ-ભગિનીઓ, પરમ વંદનીય મહારાજ સાહેબો, મહાસતીજીઓ, મુનિ ભગવંતશ્રીઓને આસ્‍વસ્‍થ કરું છું કે, અમારી માલિકીના હવામહેલ પેલેસ-પાલીતાણાના પરિસરમાં આરંભ થનાર હેરિટેજ હોટેલ ખાતે પરમ પવિત્ર યાત્રાધામ પાલીતાણાની ભક્‍તિસભર ભૂમિ ઉપર માંસાહારી વાનગીઓ બનાવવાની કે પીરસવાની કે મદીરાપાન સુવિધાઓ આપવાનો કોઈ પ્રશ્ર જ ઉપસ્‍થિત થતો નથી કારણ કે અમો સ્‍વયં અધ્‍યાત્‍મ પથનાં પથિક છીએ એટલું જ નહીં પરંતુ ભારતીય સનાતન સંસ્‍કળતિ તેમજ ભારતીય સંસ્‍કાર વારસાના જતન માટે અવિરત કાર્ય કરનારા રાજવી પરિવારના જવાબદાર અને પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના માંડવી ચોક ખાતે આવેલાં ૧૯૯ વર્ષ પ્રાચીન જિનાલયમાં બિરાજમાન ભગવાન શ્રી સુપાર્શ્વનાથ દાદાની મુર્તિ રાજકોટ રાજવીના જ પટારામાંથી નીકળેલી હતી જેની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા માંડવી ચોક દેરાસરમાં કરવામાં આવેલી છે તે દેરાસર માટે આવશ્‍યક જમીન પણ રાજકોટ રાજઘરાના દ્વારા આપવામાં આવેલ છે. બે સદીઓથી સમગ્ર જૈન સમુદાય સાથે રાજકોટના રાજવી અને રાજકોટ રાજ પરિવારનો આત્‍મીયતાપૂર્ણ સંબંધ સ્‍થાપિત થયેલો છે તદુપરાંત જૈનધર્મનાં ચોવીસ તીર્થંકરો જે ક્ષત્રિયો હતાં તેમનાં જ વંશજો છીએ એટલે ધર્મ, સંસ્‍કળતિ અને સંસ્‍કાર વારસાનું અક્ષરશઃ અનુશીલન કરવું એ અમારો ક્ષાત્રધર્મ છે.

 હું શ્રી માંધાતાસિંહજી જાડેજા, ઠાકોર સાહેબ-રાજકોટ દેશ-વિદેશમાં નિવાસ કરતાં પ્રત્‍યેક ધર્માનુરાગી બંધુ-ભગિનીઓના ધ્‍યાને એક મહત્‍વપૂર્ણ વિગત પણ મુકવા ઇચ્‍છું છું કે જીવન સાફલ્‍ય સાથે આધ્‍યાત્‍મિક ઊંચાઈઓને આંબવા માટે કરવામાં આવતા આધ્‍યાત્‍મિક પર્યટનોની વિભાવનાને સવિશેષ પ્રોત્‍સાહન આપવા માટે પ્રસાદ યોજના અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા સને. ૨૦૧૪-૨૦૧૫થી તીર્થસ્‍થાન કાયાકલ્‍પ અને આધ્‍યાત્‍મિક વારસો સંવર્ધન ઝુંબેશ નો શુભારંભ કરવામાં આવ્‍યો અને ગંગોત્રીથી ગંગાસાગર, બદ્રીનાથ વિશાલ થી સેતુબંધ રામેશ્વરમ, દ્વારકાધીશ થી જગન્નાથપુરી, શ્રી ચારધામ યાત્રા, કૈલાસ-માનસરોવર યાત્રા, શ્રી શક્‍તિ પીઠ યાત્રાઓ માટે અનેકવિધ પ્રકારની વ્‍યવસ્‍થાઓ કરી છે.

શ્રી શેત્રુંજય તીર્થધામ-પાલીતાણા ખાતે બિરાજમાન તપસ્‍વી મુનિ-ભગવંતોના દર્શન કરીને જીવન સાફલ્‍યની દિશામાં કદમ માંડીને પોતાની આધ્‍યાત્‍મિક મનસાઓની પરિપૂર્તિ માટે અલબેલા આદેશ્વર દાદા તેમજ પર્વતાધિરાજ શ્રી શેત્રુંજય તીર્થધામના દર્શનાર્થે સંપૂર્ણ શ્રદ્ધા સાથે દેશ-વિદેશથી આવતાં શ્રદ્ધાળુઓ માટે પર્વતાધિરાજ શ્રી શેત્રુંજય પર્વતથી અંદાજે છ કિલોમીટર દૂર આવેલાં અમારાં હવામહેલ ખાતે શ્રેષ્ઠ નિવાસ અને શુદ્ધ-સાત્‍વિક ભોજન ઉપરાંત વર્ષભર ચૌવિહાર સુવિધા સાથે જયણાપૂર્વક તૈયાર થનારી જૈન વાનગીઓ ઉપલબ્‍ધ કરાવવાની સાથોસાથ અમો નક્ષત્ર વન સહિત અસંખ્‍ય વળક્ષોનું વાવેતર કરવાની દિશામાં પણ સાહસ કરી રહ્યાં છીએ ત્‍યારે આધ્‍યાત્‍મિક પર્યટનની ભારતીય વિરાસતનો આવકાર કરવા માટે જાહેર અપીલ કરું છું.

(માંધાતાસિંહજી જાડેજા)

ઠાકોર સાહેબ-રાજકોટ

મો.૯૮૨૪૨૦૧૧૨૩

(2:58 PM IST)