<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ કામદારોને સફાઈ સેફટીના સાધનોનો વપરાશ કેવી રીતે કરવોઃ ટ્રેનીંગ યોજાઇ

રાજકોટઃ ડ્રેનેજ પ્રોજેક્‍ટ શાખા બેડીનાકા ખાતે ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો/વ્‍યક્‍તિઓની કામગીરી દરમ્‍યાન સેફટીના સાધનોના વપરાશ કઇ રીતે કરવો તે માટે  સેફટીના સાધનોનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્‍ય SOP (સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) અનુસરવાથી શકય અકસ્‍માતો નીવારી શકાય છે. જે ધ્‍યાને લઈને  ડ્રેનેજ પ્રોજેકટ (ઈલે/મિકે) શાખા દ્વારા સેફટી ટ્રેનીંગ યોજવામાં આવેલ. જેમાં ડ્રેનેજ પ્રોજેક્‍ટ શાખાના ના.કા.ઈ પી.એમ કાસુન્‍દ્રા, મદદનીશ ઇજનેર રાજેશ રાઠોડ, ગૌરવ પુરબિયા, કે.કે. ચૌહાણ, વર્ક આસીસ્‍ટન્‍ટ રવી સોલંકી, સી.બી. દવે, નવધણ જે. પ્રજાપતી તથા કેમિસ્‍ટ કે.કે. વ્‍યાસ, એમ.જે. રાઠોડ, એમ.જે. ગોહિલ તેમજ તમામ ૧૮ વોર્ડ ના ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ એન્‍જીનીયર/અધિક મદદનીશ એન્‍જીનીયર,વર્ક આસીસ્‍ટન્‍ટ, સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટર તથા આ કામગીરી સાથે સંકળાયેલ એજન્‍સીઓના પ્રતિનિધીઓ (કોન્‍ટ્રાક્‍ટર) તેમજ તમામ સફાઈ કામદારોને ના.કા.ઈ બેડીનાકા અને કેમીસ્‍ટ દ્વારા સેફટીના સાધનોના વપરાશ તથા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી અંગેની યોગ્‍ય SOP અંગેની વિસ્‍તાર પૂર્વક માહિતી આપવામાં આવેલ

(3:47 PM IST)