<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

મનપાની લીગલ શાખામાં ૧૯ વર્ષ બાદ કામગીરીમાં ફેરફારઃ હુકમ

લો ઓફિસર સંદિપ ગુપ્‍તા હસ્‍તકની તમામ કામગીરી લેબર ઓફીસર આશીષ વોરાને સુપ્રત કરતા કમિશનર

રાજકોટ તા.૪: મ્‍યુનિ. કોર્પોરેશનની લીગલ શાખામાં છેલ્લા ૧૯ વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૦૬ થી અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કરતો હુકમ કરવામાં આવતા અનેક તર્ક વિર્તકો કરવામાં આવ્‍યા છે.

આ અંગે મ્‍યુનિ.કમિશનરે કરેલ હુકમમાં જણાવ્‍યું હતું કે, મહાનગરપાલિકાની લીગલ શાખા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વિરૂદ્ધનાં કોર્ટ કેસ અંગેની કામગીરી કરવામાં આવે છે જેમાં મુખ્‍યત્‍વે રાજકોટ મહાનગરપાલિકા વિરૂદ્ધનાં કોર્ટ કેસ,મહાનગરપાલિકા પક્ષકાર હોય તેવા કેસોમાં લેબર કોર્ટ, ડીસ્‍ટ્રીક કોર્ટ, નામદાર હાઈકોર્ટ સર્વોચ્‍ચ અદાલતનાં ચુકાદાઓ સ્‍વીકાર, અસ્‍વીકાર કરી અપીલ દાખલ કરવાની કામગીરી તેના નિર્ધારિત સમયમર્યાદામાં કરવાની, કેસો અંગેની માહિતી લગત શાખામાં મોકલવી, કેસ અંગેના પારા વાઈઝ રીમાર્કસ લગત શાખામાંથી મેળવી પેનલ એડવોકેટને મોકલવા, એડવોકેટની નિમણુક કરવી. કોર્ટ કેસોનો ચુકાદો મહદઅંશે મહાનગરપાલિકા પક્ષે આવે તે અંગેના પુરતા પ્રયત્‍નો કરવા સબબની કામગીરી લીગલ શાખા દ્વારા કરવામાં આવે છે. ઉક્‍ત વંચાણેનાં હુકમથી લેબર ઓફિસર આશિષ વોરા અને લો ઓફિસર  સંદિપ ગુપ્તાને અલગ-અલગ કામગીરી સુપ્રત કરવામાં આવેલ. વહીવટી સરળતા ખાતર લો ઓફિસર શ્રી ગુપ્તા હસ્‍તકની તમામ કામગીરી લેબર ઓફિસર શ્રી વોરાને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે સુપ્રત કરવાનો તેમજ લીગલ શાખાના શાખાધિકારી તરીકેની તમામ કામગીરી કરવાનો આથી હુકમ કરવામાં આવે છે. લો ઓફિસર શ્રી ગુપ્તાએ લીગલ શાખાના શાખાધિકારીશ્રીની સુચના અનુસાર તમામ કામગીરી કરવાની રહેશે. તેમ અંતમાં હુકમમાં જણાવાયું હતું

(3:53 PM IST)