News of Friday, 4th April 2025
સોખડા ચોકડી પાસેથી આઇસર ચોરી કરનાર અશોક માજોઠીનગર પાસેથી ઝડપાયો
થોરાળા પોલીસના હેડ કોન્સ. ભરતસિંહ પરમાર અને કોન્સ. હરદિપસિંહ ઝાલાની બાતમી

રાજકોટ, તા. ૪ : શહેરના કુવાડવા નજીક સોખડા ચોકડી પાસેથી આઇસર ચોરી કરનાર શખ્સને થોરાળા પોલીસે દૂધસાગર રોડ માજોઠીનગર પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ દૂધસાગર રોડ પર એક શખ્સ ચોરાઉ ના આઇસર સાથે ઉભો હોવાની થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. ભરતસિંહ પરમાર અને કોન્સ. હરદીપસિંહ ઝાલાને બાતમી મળતા સ્ટાફ સાથે દૂધસાગર રોડ માજોઠીનગર ખૂણા પાસેથી ચોરાઉ આઇસર સાથે અશોક છોટુભાઇ રામાવત (ઉ.વ. ૩૦) (રહે. મોરબી રોડ વેલનાથપરા શેરી નં.૬) ને પકડી ગઇ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી પી. આઇ. એન. જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. આર. ડોબરીયા, ડી.કે. ધાંધલા, એ.એસ.આઇ. વિનોદભાઇ બેરડીયા,ભાવેશભાઇ વસવેલીયા, હેડ કોન્સ ભરતસિંહ પરમાર, કોન્સ હિતેષભાઇ પરમાર અને હરદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
(4:09 PM IST)










