<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

રાજકોટના તમામ સ્‍થાનકવાસી-મૂર્તિપૂજક-દિગંબર-શ્રીમદ્‌ રાજચંદ્ર, સકલ સંઘો તથા સાથી સંસ્‍થાઓ જોડાશે

મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવામાં

રાજકોટઃ છેલ્લા નવ વર્ષથી જૈનમૂનાં સથવારે રાજકોટનો જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ આગામી તા.૧૦-ગુરુવારનાં રોજ ઉજવવા જઈ રહયો છે ત્‍યારે રાજકોટમાં કાર્યરત અને હંમેશા જૈનમનાં દરેક કાર્યમાં તન-મન-ધન થી સહકાર આપતા રાજકોટ તમામ સ્‍થાનકવાસી, મૂર્તિપૂજક સંઘો, દિગંબર સંઘો, શ્રીમદ રાજચંદ્ર પરિવાર ઉપરાંત સકલ સંઘો તેમજ સાથી સંસ્‍થાઓ, યુવા મંડળો, મહિલા મંડળો, પ્રતિક્રમણ મંડળો સહિતનાં તમામ એ તમામ જૈનો આ વર્ષે પણ આ મહોત્‍સવમાં જોડાઈને વાતાવરણને મહાવીરમય બનાવવા જઈ રહયા છે. તેમ યાદીમા જણાવાયું છે

 આગામી તા.૧૦ ને ગુરુવારનાં રોજ ભગવાન મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જન્‍મ કલ્‍યાણનાં દિવસે આયોજીત દર્શનિય ધર્મયાત્રા કે જેમાં વિવિધ ફલોટસ, શણગારેલા કાર, બાઈક, સ્‍કુટર, સાઈકલ, મયુઝીકલ બેન્‍ડ પાર્ટી, વિન્‍ટેજ કાર, શ્વેત વષાોમાં સ* યુવા ધન અને ચાંદીનાં રથમાં બિરાજમાન પ્રભુ મહાવીરની ધર્મયાત્રાનાં અંતે ધર્મસભા અને સમસ્‍ત સમાજ એક ભાણે બેસીને જેનો અનેરો લ્‍હાવો છે. તેવો ગૌતમ પ્રસાદ સહીતનાં કાર્યક્રમોમાં જોડાવવા માટે રાજકોટ તમામ સ્‍થાનકવાસી જૈન મંડળો જેવા કે શ્રી સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી રોયલ પાર્ક સ્‍થા.જૈન સંઘ(સી.એમ. પૌષધશાળા), શ્રી મનહર પ્‍લોટ સ્‍થા.જૈન સંઘ, શ્રી મહાવીરનગર સ્‍થા.જૈન સંઘ, શેઠ ઉપાશ્રય સ્‍થા.જૈન સંઘ, ઉવ્‍વસગહરં સાધના ભવન જૈન સંઘ, રેસકોર્ષ પાર્ક સ્‍થા.જૈન સંઘ, ગીતગુર્જરી સ્‍થા.જૈન સંઘ, ગોંડલ રોડ વેસ્‍ટ સ્‍થા.જૈન સંઘ, નાલંદા ઉપાશ્રય, શ્રમજીવી સ્‍થા. જૈન સંઘ, શ્રી શાલીભદ્ર સરદારનગર સ્‍થા.જૈન સંઘ, વિમલનાથ સ્‍થા.જૈન સંઘ, શ્રી સદર સ્‍થા.જૈન સંઘ, શ્રી જંકશન પ્‍લોટ સ્‍થા.જૈન સંઘ, જૈન ચાલ સ્‍થા.જૈન સંઘ, શ્રી ચંદ્રપ્રભુ સ્‍થા.જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્‍થા.જૈન સંઘ, નેમિનાથ-વિતરાગ સ્‍થા.જૈન સંઘ, ઈન્‍દ્ર-સ્‍થ સ્‍થા.જૈન સંઘ, શ્રી રામકળષ્‍ણનગર સ્‍થા.જૈન સંઘ, શ્રી વૈશાલીનગર સ્‍થા.જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્‍લોટ સ્‍થા.જૈન સંઘ, શ્રી સરીતા વિહાર સ્‍થા.જૈન સંઘ, શ્રી માલવીયાનગર ઉપાશ્રય, શ્રી પ્રહલાદ પ્‍લોટ નં.૧૩ ઉપાશ્રય, જય જિનેન્‍દ્ર આરાધના ભવન, શ્રી નવકાર મંડળ, રૂડાનગર સ્‍થા.જૈન સંઘ, બજરંગવાડી સ્‍થા.જૈન સંઘ, શ્રી સંઘાણી સ્‍થા.જૈન સંઘ, શ્રી અજરામર ઉપાશ્રય, સમર્થ શ્રધ્‍ધા ઉપાશ્રય, વિમલ આરાધના ભવન, તપ સમ્રાટ તિર્થ ધામ, વખારીયા ઉપાશ્રય, રાજગીરી સાધના ભવન, સન્‍મતી આરાધના ભવન, સૈનિક સોસાયટી ઉપાશ્રય, તપ સમ્રાટ ભકિત ભવન, ધર્માલય, રૂષભાનંદ જૈન સંઘ, શ્રી પાર્શ્વનાથ સ્‍થા.જૈન સંઘ, શ્રી મનોહરગુરુ વૈયાવચ્‍ચ ધામ, શ્રી સુમતિનાથ સ્‍થા.જૈન સંઘ તેમના શ્રાવક-શ્રાવિકાઓ સાથે બહોળી સંખ્‍યામાં જોડાનાર છે.

 રાજકોટમાં આવેલ અનેકવિધ મૂર્તિપૂજક જૈન સંઘો જેમ કે રાજકોટ તપગચ્‍છ જૈન સંઘ(માંડવી ચોક), ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય (મણીયાર દેરાસર), જાગનાથ પ્‍લોટ જિનાલય, યુનિ.રોડ દેરાસર, પ્રહલાદ પ્‍લોટ દેરાસર, શ્રી જાગનાથ મૂર્તિપૂજક જૈન સંઘ, ગાંધીગ્રામ દેરાસર, આનંદનગર દેરાસર, શ્રી આજીડેમ જિનાલય, રૈયા હીલ દેરાસર, કાલાવડ રોડ જૈન સંઘ (પારસધામ), શ્રી વર્ધમાનનગર દેરાસર, શ્રી વિમલનાથ દેરાસર, શ્રી પંચવટી મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી શાંતિનાથ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી વાસુપૂજ્‍ય જિનાલય, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, શ્રી સિધ્‍ધચક્ર તપગચ્‍છ મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલય, શ્રી રણછોડનગર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી પટણી દેરાસસર, શ્રી આનંદનગર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી બાવન જિનાલય, શ્રી જીરાવાલા પાર્શ્વનાથ દેરાસર, રૈયા રોડ મૂર્તિપૂજક જૈન સંઘ વિગેરેનાં પ્રમુખશ્રીઓ, હોદેદારોશ્રીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, યુવા કાર્યકરો, પાઠશાળાનાં બાળકો, પ્રતિક્રમણ મંડળ, મહિલા મંડળ, પૂજા-તાાત્ર મંડળો ખૂબ મોટી સંખ્‍યામાં સમસ્‍ત જૈન સમાજ-રાજકોટ આયોજીત વિર પ્રભુનાં અવતરણ દિવસે જૈનમ્‌ આયોજીત તથા સમસ્‍ત જૈન સમાજ-રાજકોટ આયોજીત ભગવાન મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ નિમિતે સકળ સંઘ સહિત ધર્મભીના વાતાવરણમાં ખૂબ મોટી સંખ્‍યામાં જોડાવવાનો છે.

 તસ્‍વીરમાં જૈનમની ટીમના અશોક વોરા, વિરલ બાખડા, નિલેષભાઇ કામદાર, તરૂણભાઇ કોઠારી, જીગરભાઇ પારેખ, જયંતીભાઇ મહેતા, અનિષભાઇ વાઘર, કેતનભાઇ ગોસલીયા, ભરતભાઇ દોશી, માનવભાઇ મારવાડી, કીરીટભાઇ સંઘવી, જીતુભાઇ લાખાણી, મનોજભાઇ દોશી,  લખનભાઇ પારેખ, નિતિનભાઇ ગોડા, ભાવિનભાઇ ઉદાણી, પ્રવિણભાઇ મહેતા, પંકજભાઇ શેઠ, સુકેતુભાઇ ભોડીયા, ચિરાગ દોશી નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:10 PM IST)