<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

૯ એપ્રિલ બુધવારે દેશ-વિદેશમાંથી જૈન-જૈનેતરો એકસાથે નવકારમંત્રનો જાપ કરશેઃલકકી ડ્રો

રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં નગરજનોને જોડાવવા અનુરોધ

રાજકોટઃ આગામી ૯ એપ્રિલને બુધવારના રોજ રાજકોટના અંગણે ‘જીતો'(જૈન ઇન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)દ્વારા આયોજિત વલ્‍ડ નવકાર દિવસે એક અનોખા અને આ દિવસ યાદગાર બને તે માટે આયોજન કયું છે.

૯ એપ્રિલ એટલે નવકાર દિવસનાં રૂપમાં પ્રસ્‍થાપિત થાય એવા શુભ આશયથી દુનિયાભરના લગભગ ૧૦૮ દેશો આ કાર્યક્રમમાં ભાગ લેવાના હોય જેનો મુખ્‍ય ઉદેશ દુનિયામા઼ સુખ, શાંતિ, સમૃદ્ધી, સકારાત્‍મકતા તથા તમામ જીવોને શાતા ઊપજે એવા હોવાનું જણાવાયું છે.

શ્રી નવકાર મંત્ર આધ્‍યાત્‍મિક વિકાસ અને આત્‍મ જાગૃતિને પ્રોત્‍સાહન આપે છે તેવું માનવામાં આવે છે. પોતાને અને બ્રહ્માંડની ઊંડી સમજ મેળવવા માંગતા  લોકો માટે તે એક શકિતશાળી મંત્ર છે. મંત્રના સ્‍પંદનો સકારાત્‍મક ઉર્જા આકર્ષે છે અને સુખાકારીને પ્રોત્‍સાહન આપે છે.

આ કાર્યક્રમ રાજકોટના આંગણે હેમુગઢવી હોલ, ટાગોર રોડ ખાતે તા. ૯ ના બુધવારે સવારે ૮.૦૧ થી ૮.૪૮ વાગ્‍યે યોજવાનો છે. જેમાં જૈનોના તમામ ફીરકાઓ સાથે જોડાય એક સાથે એક સુરમા, સંગઠિત પવિત્ર નવકાર મંત્રના જાપ કરવાનો હોય એ આહલાદક અનુભવનો ભાગ બનવા જૈન ઇન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આમંત્રણ અપાયું છે. આકર્ષક ઇનામ સાથે નો લકી ડ્રો પણ રાખેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન હેમલભાઇ શાહ, સેક્રેટરી આશિતભાઇ ઘેલાણી, અને સાથે જેઆઇટીઓ રાજકોટ ટીમ વતી ઉપસ્‍થિત હર્ષિલ મહેતા, ધૈર્ય પારેખ, હાર્દિક કોઠારી, પિયુષ દોશી, મનન ભીમાણી, ભાવિક ગાંધી, જીમીશ દોશી વગેરે એ જહેમત ઉઠાવી રહયા છે. મો. ૯૮૨૫૨ ૨૨૯૮૬ , ૯૩૭૫૭ ૦૪૦૯૦ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૬-૧૬) 

(4:12 PM IST)