News of Friday, 4th April 2025
ન્યુ સાગર સોસાયટીમાં મકાનમાં દરોડોઃ ૨૯ હજારના દારૂ સાથે યાસીન નારેજા પકડાયો
પીસીબીના એ.એસ.આઈ. મહિપાલસિંહ ઝાલા અને હેડ કોન્સ ધનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણાની બાતમીઃ સીરાજ લીંગડીયાની શોધખોળ

રાજકોટ, તા.૪: કોઠારિયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં પીસીબીની ટીમે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડી રૂા.૨૯ હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં સાજીદ લીંગડીયાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની પીસીબીના એ.એસ.આઈ. મહિપાલસિંહ ઝાલા અને હેડ કોન્સ ધનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી મકાનમાંથી રૂા.૨૯૬૧૪ની કિંમતની વિદેશી દારૂની ૪૬ બોટલ સાથે પાસીન હબીબભાઈ નારેજા (ઉ.વ.૩૩) (રહે.કોઠારિયા રોડ મહેશ્વરી સોસાયટી)ને પકડી લીધો હતો. તેની પુછપરછમાં સીરાજ રજાકભાઈ લીંગડીયાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે સીરાજ લીંગડીયાની શોધખોળ હાથધરી છે. આ કામગીરી પીસીબીના પી.એસ.આઈ. એમ.જે.હુણ, એ.એસ.આઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારૂ, ઘાનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, ાિહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ.યુવરાજસિંહ રાણા, વિજયભાઈ મેતા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(4:54 PM IST)










