News of Saturday, 5th April 2025
કાલે રામનવમીની શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા કિસાનપરા ચોકમાં સ્વાગત

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારીયાદીમાં જણાવ્યું હતું કે આવતીકાલે રાજકોટ શહેરમાં દર વર્ષે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રામનવમીની રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા રામનવમીની આ ભવ્ય અને દિવ્ય રથયાત્રા અને શોભાયાત્રાનું સ્વાગત બાલભવન પાસે, કિશાનપરા ચોક ખાતે સવારે ૧૦.૦૦ કલાકે સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. રામનવમી ના આ પવિત્ર દિવસે આ વર્ષે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ હોય કાર્યકર્તાઓમાં અનેરો ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહયો છે. રામનવમીની આ રથયાત્રાના સ્વાગત સ્થળે સૌ સનાતની ભાવિકો અને ભકતજનો માટે શહેર ભાજપ દ્વારા ઠંડા લીંંબુ મસાલા પાણીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવશે. તેમ હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવેએ જણાવ્યું છે.(૩૬-૧૩)
(3:37 PM IST)










