<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

બાપુનગર મુકિતધામ ખાતે કાલે અસ્‍થિપૂજનઃ ૧૩ મીએ હરીદ્વાર ખાતે અસ્‍થિફૂલ વિસર્જન

રાજકોટઃ બાપુનગર મુકિતધામ ૮૦ ફુટ રોડ જંગલેશ્વર મેઇનરોડ ખાતે આખા વર્ષ દરમ્‍યાન ૧૧૮પ ડેડ બોડીની અંતિમ વિધિ કરેલ હતી. આ તમામ બોડીના અસ્‍થિઓ જય સરદાર યુવા ગૃપ દ્વારા અલગ કાઢવામાં આવેલ હતા તે અસ્‍થિઓ પૂજન તા.૬ ના રવિવાર રામનવમીના પવિત્ર દિવસે સ્‍વર્ગસ્‍થના પરિવારના હસ્‍તે પૂજનનો કાર્યક્રમ બાપુનગર મુકિતધામ સવારના ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી રાખેલ છે.

ત્‍યારબાદ આ તમામ અસ્‍થિઓ એક કુંડ ભેગા કરી તા.૧૩ ના હરિદ્વાર ખાતે હરકીપેઢી મુકામે સવાર ૭:૩૦ કલાકે સંસ્‍થાના પ્રતિનિધિઓ વિદ્વાન બ્રાહ્મણોના હસ્‍તે પૂજન કરી ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે. તેમ બાપુનગર મુકિતધામનું સંચાલન કરતી સંસ્‍થા જય સરદાર યુવા ગૃપના મેનેજિંગ ટ્રસ્‍ટી રમેશભાઇ વેકરીયાની યાદીમાં જણાવે છે. વધુ માહિતી માટે સંસ્‍થાનો સંપર્ક ૯૫૭૪૬ ૯૫૭૪૪,૭૦૪૧૯ ૧૦૧૦૬ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં અશ્વિનભાઇ પાંભર, રમેશભાઇ વેકરીયા, અતુલભાઇ પોકર, વિપુલભાઇ પાંભર, દર્શન કાછડીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૬-૧૧)   

(3:37 PM IST)