News of Saturday, 5th April 2025
કાલે રામનવમી નિમિતે રામવનમાં નિઃશુલ્ક પ્રવેશ
મનપાની ભાવિકોને ભેટ : શહેરીજનોને મોટી સંખ્યામાં લાભ લેવા પદાધિકારીઓની અપીલ

રાજકોટ, તા.૫: આવતીકાલ તા.૬ના રોજ રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ(રામવન)ની મુલાકાત માટે મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું.
શહેરના વોર્ડ નં.૧૫માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન-સંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. આવતીકાલ તા.૦૬-૦૪-૨૦૨૫ના રોજ રામનવમી નિમિતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિઃશુલ્કની પ્રવેશ આપવામાં આવશે.
રામનવમીના પવિત્ર દિવસેમર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહીતના આકર્ષણો દર્શાવતું અર્બન ફોરેસ્ટ(રામવન)ની તમામ વય જૂથના મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશઆપવામાં આવનાર હોઈ, મુલાકાત લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ શહેરીજનોને અપીલ કરેલ છે. (રર.૧૫)
(3:39 PM IST)










