News of Saturday, 5th April 2025
જેતપુરની હજારો ચો.મી. જમીન ધરાવતી એક હોસ્પીટલ સામે શરતભંગ દાખલ કરોઃ કલેકટરને પત્ર
આગામી ૯ મે ના રોજ ગુજરાત મહેસુલ પંચ સમક્ષ સુનાવણી પણ થનાર છે રાજકોટના બશીરભાઇ લાખાણીએ કલેકટરને ચેરીટી કમિશ્નર સહિતની વિગતો આપી

રાજકોટ, તા. પઃ શહેરની સદર બજાર-લાખાણી બિલ્ડીંગમાં રહેતા બશીરભાઇ લાખાણીએ કલેકટરને ફરીયાદ પત્ર પાઠવી જેતપુરની હજારો ચો.મી. જમીન ધરાવતી એક ખાનગી હોસ્પીટલ સામે શરતભંગ બદલ સરકારી હેડે ‘ખાલસા' કરવા માંગણી કરી હતી. ફરીયાદમાં ઉમેર્યુ હતુ કે, જેતપુર ખાતે એક ટ્રસ્ટ દ્વારા સંચાલીત ખાનગી હોસ્પીટલની હજારો જમીન કે જેની બજાર ભાવ અબજો રૂપિયા થવા જાય છે, ધરાવે છે. આ જમીનનું વેચાણ રાજકોટના સંયુકત ચેરિટી કમિશ્નરશ્રી દ્વારા ૩૬/પ૯/૧૯૯૮ ના કામે તા. ૦૭-૦પ-ર૦૦૯ થી બિલ્ડર્સને કરેલ છે. જેની સામે ગુજરાત મહેસુલ પંચ અમદાવાદ સમક્ષ અપીલ કરાયેલ અને વેચાણ રદ કરવા દાદ માંગતી અરજીની સુનાવણી તા. ૦૯-૦પ-ર૦રપ ના રોજ થનાર છે. જેમાં કલેકટર કચેરી તરફથી અનેક રજુઆત છતાં કોઇ અગમ્યકારણોસર અધિકારીઓ મહેસુલ પંચમાં હાજર રહી સરકારનો દ્રષ્ટિકોણ રાખતા નથી.
બશીરભાઇએ કલેકટરને પાઠવેલ પત્રમાં ઉમેર્યુ છે કે, જેતપુર સીટી સર્વેના પ્રોપર્ટીકાડોમાં જમીનનો સતા પ્રકાર દર્શાવી, સતાપ્રકારનું વર્ણન તથા નોંધ પાડવામાં આવી છે. આ જમીન રેવન્યુ ફ્રી છે. ત્થા તેના પ્રથમ હકક સરકારનો છે. આઝાદી પછી, એટલે કે ૧૯૪૭ પછી આ હોસ્પીટલ કયારેય ચાલુ થયેલ નથી. તેના કાટમાણ (કાટમાળ-ઇમલા) વેચાય ગયા છે. ચેરિટી કમિશ્નરના વેચાણ હુકમ બાદ ટ્રસ્ટને મળેલ કરોડોની રકમની કોઇ વિગતો મળતી નથી. ઉચાપત મામલે રાજકોટના ‘એ' ડિવીઝન પોલિસ સ્ટેશનમાં એફ.આઇ.આર. નોંધાયેલ હતી. સબબ આથી હાલમાં છેલ્લા ૭પ વર્ષથી હોસ્પિટલ બંધ છે ત્થા તેનું વેચાણ થઇ ગયેલ હોય તાત્કાલીક આ રેવન્યુ ફ્રી જમીન ધરાવતી હોસ્પિટલની હજારો ચો.વાર જમીન ‘શરતભંગ' બદલ સરકારને હેડે દાખલ કરતો હુકમ થવા અરજ છે. તેમ બશીરભાઇ લાખાણીએ ઉમેર્યુ છે.
(3:39 PM IST)










