<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

માધવપૂરના મેળામાં રાજકોટના ત્રણ મામઇતદારો ફરજ પર મૂકાયાઃ કલેકટર ભાવિકો માટે ૩૦ બસ દોડાવાશે

આગામી ૯મીએ આર.ઓ મીટીંગઃ મતદારયાદી અંગે મામલતદારોની વીસી યોજાઇ

રાજકોટ તા.૫: આવતી કાલથી વિશ્‍વ વિખ્‍યાત માધવપૂરનો મેળો શરૂ થઇ રહ્યો છે. સાંજે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં ભવ્‍યાતિ ભવ્‍ય કાર્યક્રમ સાથે મેળાનો પ્રારંભ થશે. દરમિયાન મેળાનું સુચારૂ આયોજન સંદર્ભે  રાજય સરકારે અનેક જીલ્લામાંથી મહેસૂલી અધીકારીઓ પોરંબંદર કલેકટરને ફાળ્‍વયા છે.

રાજકોટ કલેકટરના પણ ત્રણ મામલતદારો ગોંડલના શ્રી રાહૂલ ડોડીયા , લોધીકાના કરણકુમારસિંહ ચૂડાસમા,  અને જીલ્લા ચૂંટણી તંત્રના ચાવડાને મોકલવા સૂચના આવતા રાજકોટ કલેકટર શ્રી પ્રભવજોષીએ આ ત્રણેય મામલતદારને આજે  પોરબંદર રીપોર્ટ કરવા સૂચના આપી છે.

દરમિયાન રાજકોટ કલેકટરે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે, મેળામાં રાજકોટ શહેર જીલ્લાના ભકતો જોડાઇ શકે તે માટે ૧૫૦૦ લોકોને મોકલવા અંગે વ્‍યવસ્‍થા થઇ રહી છે. આ માટે રાજકોટ એસ.ટી.ડીવીઝનની ૩૦ બસો લેવાઇ છે. આ બસો દરેક તાલુકામાંથી  કાલે દોડાવશે.

આગામી ૯મીએ મળનાર આર.ઓ મીટીંગ અંગે કલેકટર પ્રભવજોષીએ ઉમેર્યુ હતું કે નગરના તમામ  મુદાઓની સમીક્ષા થશે,દબાણો, ધાર્મિક દબાણો, ફાઇલો કેસોના નિકાલ અંગે રીપોર્ટ લેવાશે.દરમિયાન રાજકોટ શહેર જીલ્લાની મતદારયાદી અંગે અંગે નાયબ જીલ્લા ચૂંટણી અધીકારી નારણ મુછારે જીલ્લાના તમામ મામલતદારો સાથે વીસી યોજી હતી. નવા  નામો ઉમેરવા સહિતની બાબતે સમીક્ષા કરી હતી.

(3:55 PM IST)