News of Saturday, 5th April 2025
રામનવમી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પેરોલ ફરલો સ્ક્વોડની ખાસ ડ્રાઈવ: છરી સાથે ૨૭, પિસ્તોલ સાથે ૧ પકડાયો: પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનરની રાહબરીમાં ડીસીપી-એસીપી ક્રાઇમની રાહબરીમાં કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં આવતીકાલે રામનવમીનો તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ ડ્રાઈવ યોજવા અને હથિયાર લઈને ફરતા શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.તે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ એસોજી ની ટીમે સાહેબ ઘરમાં ઘરે સાથે ૨૭ તથા દેશી પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો
રાજકોટ શહેર વિસ્તારમાં બનતા શરીર સંબંધી ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ તેમજ આગામી રામનવમીનો તહેવાર હોઇ તે તહેવાર દરમ્યાન કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ અસમાજીક તત્વોને અંકુશમાં રાખવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝ તથા અધિક પોલીસ કમિશ્નર.મહેન્દ્ર બગડીયાની સુચના અનવ્યે નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલએ આજે શનિવારે જી.પી.એકટ કલમ -૧૩૫ની ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપી હોઈ ડ્રાઇવમાં વધુને વધુ કેસ કરવા તેમજ અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા મદદનીશ પોલીસ કમિશ્નર (કાઇમ) ભરત બી. બસીયાના માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર, એમ.આર.ગોંડલીયા, તથા એમ.એલ.ડામોર તથા સી.એચ. જાદવ તથા પોલીસ ઇન્સ્પેકટર એસઓજી એસ.એમ.જાડેજા, તથા પોલીસ ઇન્સ્પેકટર.એન.વી.હરીયાણી તથા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન.પરમાર,.એ.એસ.ગરચર, વી.ડી.ડોડીયા, એમ.કે.મોવલીયા તથા રાજકોટ શહેર એસ.ઓ.જી.ના પો.સબ ઇન્સ. એમ.બી.માજીરાણા, પો.સબ ઇન્સ. એસ.બી.ધાસુરા, તથા રાજકોટ શહેર પેરોલ-ફર્લો સ્ક્વોડના પો.સબ ઇન્સ એચ.એન.ગઢવી તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો સાથે રાજકોટ શહેર વિસ્તારમાં સતત અને સઘન પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર છરી સાથે મળી આવેલ કુલ -૨૭ને તથા ગેરકાયદેસર હથીયાર (પીસ્ટલ) સાથે ૧ શખ્સનેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર એન.વી.હરીયાણી એસ.ઓ.જી. રાજકોટ શહેર તથા પો.સબ ઇન્સ..એ.એન.પરમાર,.એ.એસ.ગરચર,.વી.ડી.ડોડીયા,.એમ.કે.મોવલીયા, એચ.એન.ગઢવી સહિતે કરી હતી. પિસ્તોલ સાથે ઝડપાયેલા શખ્સનું નામ પ્રેમજી ધનજી રાફુચા છે.
(10:34 PM IST)










