<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કચરા ગાડી ખુદ કચરો !

 

રાજકોટ : વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્રભાઇ મોદીએ દેશભરમાં સફાઇને પ્રાધાન્‍ય આપવા ઝુંબેશ ચલાવી હતી. મોદીજીના ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં આ ઝુંબેશ હાસ્‍યાસ્‍પદ બની ગઇ છે. ઘેર-ઘેરથી કચરો ઉઘરાવવા કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. રાજકોટમાં ટીપરવાન કચરો કરવા આવતી હોય તેમ લાગે છે કચરાગાડીની દશા કચરા કરતા વધારે ગંદી અને વિચિત્ર થઇ ગઇ છે. ટીપરવાનની આસપાસ પ્‍લાસ્‍ટીકના મહાકાય કોથળા લટકતા જોવા મળે છે. તસ્‍વીરમાં જુઓ. વોર્ડ-૧૧માં શેરીમાં ફરતી ટીપરવાન બ્‍યુટી પાર્લરમાં રાક્ષસી જેવી તૈયાર થઇને અટ્ટહાસ્‍ય કરતી મ્‍હાલે છે. લટકણિયાની જેમ લટકાવેલા કોથળા ભંગાર માટે રખાયા છે. એક ટીપરવાનમાં ઘણી વખત ત્રણ-ચાર વ્‍યકિત સાથે હોય છે. તેને ભંગાર ભેળો કરવામાં જ રસ છે. કચરો વધારે હોય તો લેવાની ના પાડી દે છે. આવા ગંદા દ્રશ્‍યો રાજકોટની શેરીએ -શેરીએ જોવા મળે છે. ભાજપીઓ મોટી-મોટી વાતો કરે છે, પણ નાના-નાના કામમાં ધ્‍યાન આપતા નથી. રાજકોટમાં કચરા ગાડીમાં લટકતા કોથળા મોદીજીની આભા બગાડી રહ્યા છે.

ક્લિક - કહાની

તસ્‍વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:03 PM IST)