<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ઘંટેશ્વર ૨૫ વારીયામાં મહિલાના કવાર્ટરમાં ૧.૮૦ લાખની ચોરી કરનારા બે પાડોશી પકડાયા

ગાંધીગ્રામ પોલીસના હેડકોન્‍સ મશરીભાઇ ભેટારીયા, કોન્‍સ પ્રદિપભાઇ ડાંગર અને મુકેશભાઇ સબાડની બાતમીઃ પાડોશી ભરત અને મહંમદ ઉર્ફે લાલાની ધરપકડ

રાજકોટઃ તા. ૭: ઘંટેશ્વર ૨૫ વારીયા  કવાર્ટરમાં મહિલાના મકાનમાં થયેલી ચોરીનો ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલી મહિલાના ઘર પાસે રહેતા બે શખ્‍સોને માધાપર ચોકડી પાસેથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતા સુમીત્રાબા દિલીપસિંહ રાઠોડ (ઉ.વ. ૪૧) ગત તા. ૧૪/૩ના રોજ મકાનને તાળુમારી સિવિલ હોસ્‍પિટલે ગયા હતા. ત્‍યારે અજાણ્‍યા શખ્‍સો તેના બંધ મકાનના તાળા તોડી રોકડ તથા દાગીના મળી રૂા. ૧,૮૦ ૨૦૦ ની માલમતાની ચોરી જતા મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પી.એસ.આઇ. એસ.બી. જાડેજા સહિતના સ્‍ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી હતી.

દરમ્‍યાન મહિલાના મકાનમાં ચોરી કરનારા માધાપર ચોકડી નજીક હોવાની બાતમી હેડકોન્‍સ મશરીભાઇ ભેટારીયા, કોન્‍સ પ્રદિપભાઇ ડાંગર અને મુકેશભાઇ સબાડ ને મળતા માધાપર ચોકડી નજીક બ્રીજ પાસે સર્વીસ રોડ પરથી ઘંટેશ્વર ૨૫ વારીયા, કવાર્ટર પ્‍લોટ નં. ૬૮ માં રહેતો ભરત મનજીભાઇ સોલંકી (ઉ.વ. ૪૫) અને ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૧૩૭૦ માં રહેતો મહંમદ ઉર્ફે લાલો સતારભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫) ને પકડી લઇ રૂા. ૧,૮૦ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની માલમતા કબજે કરી હતી પોલીસની પુછપરછમાં ભરત સોલંકી અગાઉ બળાત્‍કાર અને પોકસોનો ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્‍યુ છે. ગત તા. ૧૪/૩ ના રોજ મહિલા મકાનને તાળુમારી  ભરત અને મહંમદને ખબર હોઇ તેથી બંનેએ મકાનમાં હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે.

આ કામગીરી પી.આઇ.એસ.આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.બી.જાડેજા, હેડ કોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, રાહદેવસિંહ જાડેજા, રવીભાઇ ગઢવી, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ અમીનભાઇ ભલુર, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રોહીતદાન ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરા દ્વારા કરવામાં આવી હતી.

(3:08 PM IST)