News of Monday, 7th April 2025
ચીલઝડપના ગુનામાં ૩ વર્ષથી ફરાર મહારાષ્ટ્રનો મીરાઝ કાપડી પકડાયો
પેરોલ જંપ કરી ૯ વર્ષથી ફરાર નિતેશ ઉર્ફે ચીકુ શાહ મહારાષ્ટ્રના ચીંચવડ ગામેથી પકડાયો

રાજકોટ, તા. ૭: શહેરના સામાકાંઠા વિસ્તારમાં થયેલી ચીલઝડપના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા શખ્સને પેરોલ ફરલો સ્કોવોડે મુંબઇથી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા એ સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોર્ડના પી.આઇ.બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એચ.એન. ગઢવી સ્ટાફ સાથે આરોપીઓની શોધમાં હતા ત્યારે બી-ડીવીઝન પોલીસમાં નોંધાયેલા ચીલઝડપના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર મિરાઝ કાપડી મુંબઇમાં હોવાની બાતમી મળતા પેરોલ ફરલો સ્કવોડૃની ટીમે મીરાઝ વલ્લભભાઇ કાપડી (ઉ.વ. ૩૨) (રહે.મૂળ મંગલધામ સોસાયટી જૂનાગઢ હાલ અંધેરી વેસ્ટ મુંબઇ) ને મુંબઇથી ઝડપી લીધો હતો. જયારે જેલમાંથી પેરોલ જંપ કરી ૯ વર્ષથી ફરાર કેદી મહારાષ્ટ્રના પુના ખાતે હોવાની બાતમી મળત પી.એસ.આઇ.એમ. એન. ગઢવી સહિતના સ્ટાફે કેદી નિતેષ ઉર્ફે ચીકુ વિનોદભાઇ શાહ (ઉ.વ. ૨૮) (રહે. મહારાષ્ટ્રના પીપરી ચીંચવડ) ને પૂનાના પીપરી ચીંચવડમાંથી ઝડપી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ એચ.એન. ગઢવી, એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીક, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચોૈહાણ, શામતભાઇ ગઢવી, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા, કોન્સ. દોલતસિંહ રાઠોડ, દ્વારા કરવામાં આવી હતી. (૩.૧૮)
(3:15 PM IST)










