News of Monday, 7th April 2025
સાઇકલોફનમાં માંડવીયાજી અને રૂપાલાજીએ કરી સાઇકલ સવારી
તમામ સાઇકલીસ્ટોના નામે એક વૃક્ષનું વાવેતર કરાશેઃ ચાર હજાર સાયકલવીરોએ ભાગ લીધો સાઇકલીંગ ઇવેન્ટમાં ૧૪ વર્ષથી ૮ર વર્ષ સુધીના વડીલોએ ર૧ કી.મી.ની સાઇકલીંગમાં રાઇડ વિના વિઘ્ને પુરી કરી

રાજકોટઃ રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા થિયા થીયરી ઓફ એજ્યુકેશન - સાયકલોફન-૨૦૨૫ નું આત્મીય યુનિવર્સિટીના પટાંગણમાં અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લિંગ ઇવેન્ટમાં ૧૪ વર્ષથી લઈને ૮૨ વર્ષ સુધીના રાજકોટના ૪૦૦૦ લોકોએ ૨૧ કિલોમીટર સાયકલિંગ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓએ પોતાની ૨૧ કી.મી.ની સાઇકલિંગ રાઇડ વિના વિઘ્ને પૂરી કરી હતી.
આત્મીય યુનિવર્સિટીના મેદાનમાં રાઇડર્સનો ઉત્સાહ વધારવા ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવક સેવા અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા, રાજકોટના સાંસદ શ્રી પરસોતમભાઈ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટના લોકલાડીલા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષી, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, શ્રી ડી.વી. મહેતા, પ્રમુખ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસીએશન,શ્રી અજય પટેલ-મંત્રી શ્રી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસીએશન તેમજ શ્રી પરિમલ પરવડા ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ શ્રી દિવ્યેશ અઘેરાએ જણાવ્યુ હતું કે રાજકોટ સાયકલ ક્લબની આ સતત આઠમી ઈવેન્ટ છે. કોરોના કાળમાં પણ વર્ચ્યુઅલ સાયકલોફન ૨૦૨૦-૨૦૨૧ માં યોજી હતી જેમાં ૧૬ દેશના લગભગ ૧૬હજાર જેટલા સાયકલીસ્ટ એ ભાગ લઈને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો હતો. શ્રી અઘેરાએ ટ્રાફિક પોલીસનીે સેવા માટે અને આત્મીય યુનિવર્સિટીનો ગ્રાઉન્ડ તથા અન્ય સુવિધાઓ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ટૂંકા છતાં ધારદાર વક્તવ્ય માં સાયકલિંગનું મહત્વ સમજાવતા ઉપસ્થિત સાયકલ સવાર ને માત્ર આજે નહીં પરંતુ દર રવિવારે સાઇકલિંગ કરવા માટે આહવાન આપ્યું હતું. મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો ત્યારે સૌ સાયકલીસ્ટ ચિચિયારી કરી ને વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. ૨૧ કિલોમીટરના આ રૂટ ઉપર કુલ ૨૧ જેટલા ડોમ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં સતત મ્યુજિક ગુંજતું રહ્યું અને સાયકલિસ્ટનું જોમ વધતું ગયું. સાથોસાથ રુટ ઉપર ડીજે વેન લાઈવ મ્યુઝિક સાથે સાઇકલીસ્ટની સાથે રહેલ અને સૌના ઉમંગમાં ઉમેરો કરેલ. વધુમાં કોઈપણ સાયકલિસ્ટની સાયકલમાં કાંઈ પંચર પડે કે બ્રેક ફેલ થાયતો તે માટે પણ રીપેરીંગ ની આખી ટીમ ખડે પગે રાખવામાં આવી હતી. લગભગ ૫૦ જેટલી સાયકલમાં બ્રેક ફેલ થયા ના ઈશ્યુ થયેલા તે તમામનું રીપેરીંગ કરીને ફરીથી એ દરેકે દરેક સાઇકલિસને ૨૧ કિલોમીટર નું સાયકલિંગ પૂરું કરાવ્યું હતું.
સાયકલિસ્ટની સાથે કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયા, સાંસદ શ્રી રૂપાલા , રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી અને આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. મુદગલે પણ સાયકલિંગ કર્યું હતું.
આ સાયક્લિંગ ઇવેન્ટમાં ૧૪ વર્ષથી લઈને ૮૨ વર્ષ સુધીના રાજકોટના લોકોએ સાયકલિંગ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓએ પોતાની ૨૧ કી.મી.ની સાઇકલિંગ ૨૧ વિના વિધ્ને પૂરી કરી હતી. તમામ સાયકલિસ્ટ વચ્ચે લકી ડ્રો કરી ને ૨૦ સાયકલિસ્ટને સાઇકલ ની ભેટ આપવામાં આવી હતી.
તમામ સાયકલીસ્ટોના નામ જોગ એક વળક્ષ નું વાવેતર કરવાનું અને તેનું જતન કરવાનું વચન વળક્ષપ્રેમી અને સદભાવના વળધ્ધાશ્રમ ના સંચાલક શ્રી વિજય ડોબારિયાએ આપ્યું છે.
આ ઈવેન્ટનમાં થીયરી ઓફ એજ્યુકેશનના શ્રી અચ્યુત જસાણી, ગોપાલ નમકીનવાળા શ્રી બિપિન હદવાણી -શ્રી ચંદુભાઇ ખાનપરા, એનસીસી કમાન્ડર શ્રી લોગનાથન, સદભાવના વળધ્ધાશ્રમના સંચાલક શ્રી વિજયભાઇ ડોબરિયા-શ્રી ધીરુભાઈ કાનાબારનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજન માટે પ્રતીક સોનેજી (પ્રોજેક્ટ કોઓર્ડિનેટોર) તથા જીગ્નેશ અમળતિયા (પ્રોજેક્ટ કો ચેર) સહીત સમગ્ર રાજકોટ સાયકલ ક્લબ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન એન્કર પરેશ વડગામા અને આરજે જય સાકરીયાએ કર્યું હતું. તેમ યાદીના અંતમા જણાવાયું છે.
(3:20 PM IST)










