હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ જિલ્લામાં ૧૦મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી
બપોરે બહાર નીકળવાનું ટાળવુ, પૂરતી માત્રામાં પ્રવાહી ગ્રહણ કરવું

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારો સાથે રાજકોટ જિલ્લામાં ૭થી ૧૦ એ-લિ સુધીમાં હીટવેવ જારી રહેવાની આગાહી વ્યક્ત કરવા સાથે જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે.
મૌસમ વિજ્ઞાન કેન્દ્ર-અમદાવાદ દ્વારા રાજ્યમાં ૨૪ કલાકમાં તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ -દેશમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૪ ડિગ્રી વચ્ચે રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ૭થી ૧૦ એપ્રિલ દરમિયાન હીટવેવ ફૂંકાઈ શકે છે. કચ્છ પંથક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ ગરમી વધવા સામે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને જિલ્લા માટે યલો એલર્ટ પણ જારી કરાયું છે.
ગરમી અને હીટવેવની સ્થિતિમાં પૂરતી માત્રામાં છાશ-પાણી-લીબુંપાણી સહિતના પ્રવાહી ગ્રહણ કરવા, બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, તડકાથી બચવા છત્રી-ટોપીનો ઉપયોગ કરવા, ચા-કોફી જેવા ગરમ પદાર્થોનું સેવન ટાળવા સહિતની સાવધાની રાખવાની સલાહ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપાઈ છે. (૩પ.રર)










