<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજકોટમાં વીજ તંત્રની ધણધણાટીઃ પોલીસ-વિડીયોગ્રાફરો સાથે ૪૦ ટીમો બે સબ ડીવીઝનના વિસ્‍તારોમાં ત્રાટકી

પંચનાથ-સદર-ભીલવાસ-મોટી ટાંકી-ગાંધીધામ-રૈયાધાર-નહેરૂનગર સહિત ૧પ થી વધુ ક્ષેત્રો આવરી લેવાયા

રાજકોટ તા. ૮ :.. વીજ તંત્રે ફરી દરોડાનો દોર શરૂ કર્યો છે, આજે બે સબ ડીવીઝનમાં સેંકડો કનેકશનો ઉપર પોલીસની ટીમો સાથે ધોંસ બોલાવાઇ છે, આજે તા. ૮ ના રાજકોટ શહેર સર્કલના રાજકોટ શહેર વિભાગ-ર હેઠળ રૈયા રોડ, અને પ્રદ્યુમનનગર સબ ડીવીઝન ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરાયું છે.

જેમાં અંદાજે ૪૦ જેટલી ટીમો દ્વારા વીજ દરોડા પાડવામાં આવતા સોંપો પડી ગયો છે.

આવરી લેવમાં આવેલ વિસ્‍તારોમાં પંચનાથ પ્‍લોટ, સદર, મોટી ટાંકી ચોક, મારવાડીનગર, રૈયાધાર, દર્શન પાર્ક, રાણીમાં રૂડીમાં ચોક, ગૌતમનગર, ગાંધીનગર, નહેરૂનગર, નુરાનીપરા, છોટુનગર, ગાંધીગ્રામ, સદર વિસ્‍તાર, ભીલવાસ ક્ષેત્ર વિગેરે ક્ષેત્રોમાં પોલીસ તથા વિડીયો ગ્રાફકોની ટીમ સાથે દરોડા પડાયા છે.

કાળઝાળ ઉનાળો હોય પંખા-કૂલર-એસીનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે, વીજ લોડ વધ્‍યો છે. અને ઉપરોકત બંને સબ ડીવીઝન ક્ષેત્રમાં ટી એન્‍ડ ડી. લોડ પણ વધુ આવતા ચેકીંગ શરૂ કરાયું છે.

(3:31 PM IST)