News of Tuesday, 8th April 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં સ્વયંસેવકોની કોર કમિટીએ રંગ રાખ્યોઃ ભારે મહેનત
દિવસ-રાત સતત દોડીને પવિત્ર કથાની મોટાભાગની તમામ વ્યવસ્થા સુપેરે પાર પાડી

રાજકોટ, તા. ૮: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ભવ્ય-દિવ્ય-જાજરમાન ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે સંપન્ન થયું, જેમાં હજ્જારો ભાવિકોએ પવિત્ર કથાનું રસપાન કરીને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. દરરોજ હજ્જારો લોકોએ મહાપ્રસાદ પણ લીધો હતો.
પવિત્ર ભાગવત સપ્તાહની શરૂઆતથીજ તથા આયોજનના તબક્કાથી જ રાજકોટ લોહાણા મહાજનના સ્વયંસેવકોની કોર કમિટીએ વિવિધ વ્યવસ્થાઓ સુપેરે સંભાળી લીધી હતી અને મહેનત સાથે પાર પણ પાડી હતી. દિવસ-રાત સતત દોડીને સમગ્ર કોર કમિટીએ ખરેખર રંગ રાખ્યો હતો. મહાપ્રસાદની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, માલ-સામાન ઉતારાની તથા તેને સાચવવાની વ્યવસ્થા, મહાપ્રસાદ માટેની સામગ્રી વ્યવસ્થા, રસોડા વ્યવસ્થા, કથા મંડપમાં બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા વિગેરેને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી અને સમાજસેવામાં અમુલ્ય યોગદાન આપ્યું હતું.
સ્વયંસેવકોની કોર કમિટીમાં પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રાધુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, ચિરાગભાઇ અઢીયા, વિશાલભાઇ દેવાણી, પિયુષભાઇ અભાણી, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, કેયુરભાઇ ભૂપતાણી, રવિભાઇ માણેક, નિતિનભાઇ અનડકટ, જયદીપભાઇ સોઢા, કલ્પેશભાઇ કોટેચા, પરેશભાઇ જોબનપુત્રા, અલ્પેશભાઇ રૂપારેલીયા વિગેરેનો સમાવેશ થાય છે જે તસ્વીરમાં નજરે પડે છે.
(11:05 AM IST)










