તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 8th April 2025
કેન્સર સંપુર્ણ મટી શકેઃ પ્રાથમિક તબકકામાં નિદાન-સારવાર જરૂરીઃ ડો.પૂજા તન્ના
મહિલાઓ સ્વયં કેન્સર વિશે સજાગ રહે તે માટે જાગૃતિ જરૂરી સર્જરી-કેમોથેરપી, રેડીએશન ટાર્ગેટેડ થેરાપી સહિત અનેક સુવિધાઓ કેન્સર માટે ઉપલબ્ધ

રાજકોટ તા.પઃ તાજેતરમાં આઠમી માર્ચે વિશ્વમહિલા દિવસેસ્ત્રીઓના આર્થીક, સામાજીક તથા સાંસ્કૃતીક અને સાક્ષરતા ક્ષેત્રે સશકિતકરણની ચર્ચા કરવામાં આવી તે પ્રસંશનીય છે. પરંતુ સાથે સાથેસ્ત્રીઓમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગે જાગૃતિ લાવવાની પણ ખાસ જરુર છે.
આજે હું ડો.પૂજા તન્ના (કેન્સર રોગોના નિષ્ણાંત) આપની સમક્ષસ્ત્રીઓમાં જોવા મળતા અને સમયસર સારવાર ન મળે તો જીવલેણ પણ નીવડે તેવા કેન્સરના બે મુખ્ય રોગો વિશે ટુંકમાં માહીતી આપીશ. જો મહીલાઓ સ્વયં આ કેન્સર વિશે સજાગ રહે તો પ્રાથમીક તબકકામાં જ નિદાન થઇ શકે અને કેન્સર સંપુર્ણપણે મટી શકે અને પરીવાર પણ ખુશહાલ કરી શકે.
(૧) સ્તન કેન્સરઃ
સ્તન કેન્સરસ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરોમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે બધી જાતના કેન્સરો માંથી ર૮.ર% તો સ્તનના જ કેન્સર જોવા મળે છે. ર૮ માંથી એકસ્ત્રીને ભવિષ્યમાં સ્તન કેન્સર થવાની શકયતા છે. ભારતમાં દર વર્ષે ૩,૧૬,૯પ૦ નવા સ્તન કેન્સર થવાની સંભાવના છે. આના ઉપરથી જ આ કેન્સરનો ફેલાવો કેટલો છે તેનો અંદાજ આવી શકશે. હવે હું સ્તન કેન્સરની માહીતી પ્રશ્નોતરીના રૂપમાં આપીશ.
પ્ર.૧: સ્તન કેન્સર મહીલાને કયારે થાય છે?
જ.૧: સ્તન કેન્સર સામાન્ય રીતે મોટી ઉમરે ૪૦ થી ૭૦ વર્ષના ગાળા દરમ્યાન થાય છે. કયારેક નાની ઉમરે પણ જોવા મળે છે.
પ્ર.રઃ સ્તન કેન્સરના પ્રારંભીક લક્ષણો શું હોય છે?
જ.રઃ સ્તનમાં કે બગલમાં ગાંઠ હોવી, સ્તન ઉપરની ચામડી ઉપર લાલાશ આવવી કે સંતરાની છાલ જેવી થવી અને જો કેન્સર આગળ વધે તો સ્તનમાં ચાંદુ પડવું કે ડીંટડી માંથી લોહી પણ નીકળવા માંડે.
પ્ર.૩: મહીલા જાતે તપાસ કરી શકે?
જ.૩: જરૂર, હાથ ઉંચો કરી બીજા હાથે ગાંઠ છે કે તે પોતાની જાતે જોઇ શકે. મોટી ઉંમરની મહીલાઓએ દર બે મહીને આ તપાસ કરવી જરૂરી છે.
પ્ર.૪: કેન્સરની શંકા જાયતો કોની સલાહ લેવી?
જ.૪: કેન્સરના રોગોના નિષ્ણાંત ડોકટરની તાત્કાલીક સલાહ લેવી અને તેમના માર્ગદર્શન મુજબ તપાસ કરાવવી.
પ્ર.પઃ કઇ તપાસ ખાસ જરૂરી છે?
જ.પઃ સ્તનની સોનોગ્રાફી જેને મેમોગ્રાફી કહે છે. તે ખાસ કરાવવી જરૂરી છે. ૪૦ થી ૪પ વર્ષ પછી મહીલાઓએ દર વર્ષે આ તપાસ કરાવવી જેથી પ્રારંભીક અવસ્થામાં જે ગાંઠ પકડાઇ જાય. આ ઉપરાંત એકસરે, બોયોપ્સી વગેરે કરાવવી જરૂરી બને છે.
પ્ર.૬: સ્તન કેન્સરમાં કંઇ સારવાર ઉપલબ્ધ છે?
જ.૬: સર્જરી, કીમોથેરાપી, રેડીએશન એટલે કે શોક આપવા, હોર્મોન થેરાપી, ઇમ્યુનો થેરાપી, ટારગેટેડ થેરાપી, વિગેરે દર્દીની જરૂરીયાત પ્રમાણે અપાય છે.
પ્ર.૭: સર્જરીમાં સ્તન કાઢી નાખ્યા બાદ તે ભાગ સપાટ અથવા તો બેસી જાય છે, તેના માટે કાંઇ આધુનીક સારવાર છે?
જ.૭: હા આજના યુગમાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ ત્યાં લગાવવામાં આવે છે જેથી કોઇને ખબર પણ ન પડે કે તમે ઓપરેશન કરાવ્યું છે.
પ્ર.૮: કીમોથેરાપી માથાના વાળ સદંતર જતા રહે છે તે સાચું છે?
જ.૮: હા, કીમોથેરાપીથી માથાના વાળ ઘણી મહીલાઓને જતા રહે છે. પણ તેમાં ગભરાવવાનું કોઇ કારણ નથી. કારણકે કીમોથેરાપી બાદ ત્રણ-ચાર માસમાં જ નવા વાળ મુળસ્વરૂપે આવી જાય છે. આ દરમ્યાન તમે વીગ પહેરો શકો છો.
પ્ર.૯: કેન્સરની સારવાર પુરી થયા બાદ કંઇ સાવચેતી રાખવી જરૂરી છે?
જ.૯: હા, શરૂઆતમાં દર ત્રણ મહીને તમારા ડોકટરને બતાવવા જવું અને તેમની સલાહ મુજબ રીપોર્ટ કરવા અને ત્યારબાદ તેમની સુચના મુજબ બતાવવા જવું.
પ્ર.૧૦: શુ઼ આ કેન્સર સદંતર મટી શકે?
જ.૧૦: જી હા, પ્રારંભીક તબકકામાં નિદાન થાય અને સચોટ સારવાર થાય તો સદંતર મટી શકે, પણ જો રોગ બધે પ્રસરી જાય તો બચવાના ચાન્સ ઓછા થાય છે.
પ્ર.૧૧: તમારો આ અંગે મહીલાઓને કોઇ સંદેશ છે?
જ.૧૧: મહીલાઓ આ અંગે સચેત અને જાગૃત રહે. સ્વર્ય સ્તનનું પરીક્ષણ કરે. ઘરના લોકોને વાત કહેતા સંકોચ ન રાખે. તરત ડોકટરનો સંપર્ક કરે. સારવાર સંપુર્ણરીતે પુરી કરે. અંધશ્રધ્ધા અને વહેમ થી દુર રહે અને પોતાના પરીવારને તથા બાળકોને ભવિષ્યના સંકટ માંથી ઉગારી લે. માટે બહેનો કેન્સર સામે જાગો, ચેતો, લડો અને કેન્સરની બીમારીમાંથી સ્વયંને બચાવી લો.
ડો.પુજા તન્ના
એમ.ડી.ડી.એનબી.
(મેડીકલ ઓન્કોલોજીસ્ટ)
નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, હનુમાનમઢી ચોક, રૈયા રોડ, રાજકોટ.
(12:14 PM IST)










