તા. ૨૦ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧ શુક્રવાર
News of Tuesday, 8th April 2025
રૈયાધાર વિસ્તારમાં મનપાનું મોડી રાત્રે ડીમોલેશનઃ ૩ ધાર્મિક દબાણો દુર

રાજકોટઃ શહેરમાં મોડી રાત્રે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે રૈયાધાર પાસે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧માં આવતા રૈયાધાર વિસ્તારમાં આવેલા ૧ દરગાહ અને ૨ મંદિરને તોડી પાડવામાં આવ્યા હતા. રસ્તામાં નડતરરૂપ રહેલા ગેરકાયદેસર દબાણને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલેશનની કામગીરીને લઈ કોઈપણ અન ઇચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળ ખાતે તૈનાત રાખવામાં આવી હતી. અંદાજિત મોડી રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ કામગીરી પૂર્ણ થઇ હતી. આમ આ કાર્યવાહીથી કુલ ૧૬ ચો.મી.ની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(
(1:52 PM IST)










