<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

હળદરના વાવેતરમાં કરોડોની કમાણીની લાલચે રાજકોટની પેઢી સાથે ૬પ કરોડની છેતરપીંડી : મહારાષ્‍ટ્રના ૪ શખ્‍સોને ઉઠાવી લેતી ક્રાઇમ બ્રાન્‍ચ

ર૦ર૧માં મહારાષ્‍ટ્રની એએસ એગ્રી કલ્‍ચર એન્‍ડ એકવા એલએલપી કંપની સાથે ૬ વર્ષના કોન્‍ટ્રેકટ મુજબ ગ્રીન હાઉસ માટે કરેલું રોકાણ અને નફા પેટેના લેણા ૧ અબજ ૯૪ કરોડ પૈકી એક ફદયુય' ન આપ્‍યું : રાજકોટની ધર્મભકિત વેન્‍ચર પ્રા.લી. ની ફરીયાદ કોન્‍ટ્રેકટ ફાર્મીગના નામે મહારાષ્‍ટ્રની કંપનીએ અમરેલી, વડોદરાના લક્ષ્મીપુરા મહારાષ્‍ટ્રના કસારવાડી અને થાણે તેમજ કર્ણાટકમાં પણ આજ મોડેસ ઓપરેન્‍ડીથી છેતરપીંડી કરતા ગુન્‍હા નોંધાયેલા છે

રાજકોટ, તા., ૮: ગ્રીન હાઉસ (પોલીહાઉસ) પ્રોજેકટ હેઠળ હળદરના વાવેતર માટે ખેતીની જગ્‍યા લીઝ ઉપર આપી ૬પ કરોડનું રોકાણ અને તેની સામે ૧ અબજ  ૯૪ કરોડનો ૬ વર્ષમાં નફો આપવાના રાજકોટની ધર્મભકિત વેન્‍ચર પ્રા.લી. સાથે થયેલા કરારમાં મહારાષ્‍ટ્રની એએસ એગ્રીકલ્‍ચર એન્‍ડ એલએલપી કંપનીએ છેતરપીંડી કરી કરાર મુજબ મુળ રોકાણ કે  નફાનો એક રૂપીયો પણ મુદત વિત્‍યે નહિ ચુકવી છેતરપીંડી કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચે મહારાષ્‍ટ્રની કંપની સાથે સંકળાયેલા ડાઇરેકટરો અને કર્મચારીઓ સહિત ૧૯ સામે ગુન્‍હો નોંધી ૪ થી પ શખ્‍સોને ઉઠાવી ઉંડી પુછપરછ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ મનોજ ડામોર દ્વારા અબજોની આ છેતરપીંડીની ફરીયાદની તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ  બિગબજાર પાછળ જગન્નાથ પ્‍લોટ શેરી નં. રમાં રહેતા પ્રશાંતભાઈ -દીપભાઈ કાનાબાર (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૨૦૨૦માં તેણે ગર્વમેન્‍ટ ઓફ ઈન્‍ડિયાના મીનીસ્‍ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેન્‍ટરમાંથી સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન મેળવી નવલનગર વિસ્‍તારમાં ધર્મભક્‍તિ વેન્‍ચર -પ્રા.લિ. નામની ખેતી પ્રોડક્‍ટ લે-વેચની કંપની શરૂ કરી હતી. જેમાં તે ઉપરાંત ધવલ -પ્રદીપભાઈ કાનાબાર અને ઇન્‍દ્રવદનભાઈ બાબુલાલ કોરાટ (રહે. અમદાવાદ) ડાયરેક્‍ટર છે.

જૂન-જૂલાઇ ૨૦૨૧ની સાલમાં તે જૂન-જૂલાઇ ૨૦૨૧ની સાલમાં તે હિંમતનગર કંપનીના કામથી ગયો હતો. ત્‍યારે ચંદ્રકાંતભાઈ પટેલ સાથે પરિચય થયો હતો. જેણે તેને હળદરની ખેતીનો પ્રોજેક્‍ટ સમજાવ્‍યો હતો. જેમાં મુંબઇનાં થાણેમાં આવેલી એ.એસ. એગ્રી એન્‍ડ એક્‍વા એલએલપી સારું વળતર આપે છે તેમ કહ્યું હતું. જેથી તે ચંદ્રકાંતભાઈનો પ્રોજેક્‍ટ જોવા ગયા હતા. જે સારો લાગતા તેની પાસેથી કંપનીના પાર્ટનર હિરેન પટેલનો મોબાઈલ નંબર લીધો હતો. રાજકોટ આવી કંપનીના ડીરેક્‍ટરો સાથે પ્રોજેક્‍ટ બાબતે વાતચીત કર્યા બાદ હિરેન પટેલનો સંપર્ક કર્યો હતો. જેણે કંપનીની મેનેજર સાક્ષી પલ્લવ અને અવિનાશ સાંગલેના મોબાઈલ નંબર આપ્‍યા હતાં. જે બંનેએ રાજકોટ આવી પ્રોજેક્‍ટ સમજાવવાની વાત કરી હતી.

કંપનીને છ વર્ષ સુધી એગ્રીમેન્‍ટ મુજબ જમીન આપવાની હતી. તે જ જમીનમાં વીજળી, પાણી   પૂરા પાડી હળદરની ખેતીના પોલી હાઉસ ઉભા કરવાના હતાં. જેમાં એક એકરે અંદાજે રૂા. બે કરોડનો ખર્ચ થવાનો હતો. તેમાંથી રૂા. ૧.૨૦ કરોડ તેમને આપવાના હતા. જ્‍યારે રૂા. ૮૦ લાખનું રોકાણ કંપનીએ કરવાનું હતું. કંપની પોલી હાઉસ ઊભું કરી હળદરની ખેતી કરવા માટેના બિયારણના વાવેતર કરવાથી તેના વેચાણ સુધીની તમામ જવાદારી સંભાળવાની હતી.

તેની કંપની જયારથી પોલી હાઉસના રૂપિયા અને જમીન કંપનીને આપે ત્‍યારથી ૧૬ મહિના પછીથી કંપની તેમને દર એકરે રૂા. ૧.૨૦ કરોડના રોકાણની સામે દર વર્ષે રૂા. ૧.૨૦ કરોડ છ વર્ષ સુધી પરત આપવાની હતી.

આ રીતનો પ્રોજેક્‍ટ અવિનાશે તેમને સમજાવી યુ-ટયુબમાં વીડિયો પણ બતાવ્‍યા હતાં. જે જોતાં પ્રોજેક્‍ટ સારો લાગ્‍યો હતો અને પ્રોફીટ પણ મળશે તેમ જણાતાં રોકાણ કરવાની ઈચ્‍છા દર્શાવી હતી. ત્‍યાર પછી કંપની વિશે ગુગલમાં સર્ચ કરી માહિતી મેળવી હતી. આખરે તેમણે ૫૪ એકર જમીનમાં પ્રોજેક્‍ટ શરૂ કરી રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કરી, અવિનાશને જાણ કરી હતી. નક્કી થયા મુજબ જુલાઇ-૨૦૨૧થી સપ્‍ટેમ્‍બર-૨૦૨૧ સુધીમાં રૂા. ૬૪.૮૦ કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્‍યા હતાં.

આ પછી ગુજરાતના અલગ-અલગ વિસ્‍તારનાં ખેડૂતોની હળદરને અનુકુળ આવે તેવા વાતાવરણવાળી જમીનની શોધખોળ શરૂ કરી હતી. આ રીતે અલગ-અલગ ખેડૂતો પાસેથી ૧૦૮ એકર જમીન ૬ વર્ષ સુધી લીઝ ઉપર રાખી હતી. કંપનીનોં કુલદીપ વિશ્વકર્મા નામનો વ્‍યક્‍તિ જમીનનો સર્વે પણ કરી ગયો હતો અને ખેડૂતો સાથે ભાડા કરાર કરવાનું કહેતા તેમ કર્યું હતું.

બાદમાં કંપની સાથે કોન્‍ટ્રાક્‍ટર ર્ફામિંગ એગ્રીમેન્‍ટ માટે તેની કંપનીના ડાયરેક્‍ટર ઇન્‍દ્રવદનભાઈ અને સીએ હાર્દિકભાઈ મહારાષ્‍ટ્ર ગયા હતા. જ્‍યાં કંપનીના સંદેશ ગણપતભાઈ ખામકર સાથે ગઇ તા. ૨૪-૧૨-૨૦૨૧નાં રોજ રૂા. ૧૦૦ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર એગ્રીમેન્‍ટ કર્યું હતું.

નક્કી થયા મુજબ લીઝ પર લીધેલી જમીન ઉપર કંપનીએ પોલી હાઉસ તૈયાર કરવાનું હતું. પરંતુ કંપનીએ કાંઈ કર્યું ન હતું. એગ્રીમેન્‍ટ મુજબ જાન્‍યુઆરી-૨૦૨૩માં તેમને કંપની પાસેથી રૂા. ૬૪.૮૦ કરોડ લેવાના હતાં. જે કંપનીએ ચૂકવ્‍યા ન હતાં. જેથી ફોન અને ઈ-મેઈલ કરી ઉઘરાણી કરતા હતા. દર વખતે કંપનીના સંચાલકો અને ભાગીદારો ખોટા વાયદાઓ કરતા હતા.

ગઇ તા. ૨-૨-૨૦૨૩નાં રોજ એક વર્ષે આપવાના થતા પેમેન્‍ટ રૂા. ૬૪.૮૦ કરોડમાંથી તેમને કંપનીને એડમીનીસ્‍ટ્રેશન એન્‍ડ ઓપરેશનલ કોસ્‍ટ પેટે ૧૦ ટકા રૂપિયા બાદ કરી રૂા. ૫૮.૩૨ કરોડ ચૂકવવાનું લેખિત કન્‍ફર્મેશન કંપનીએ આપી થોડા દિવસોમાં તેની કંપનીના બેન્‍ક ખાતામાં રૂપિયા જમા કરાવવાની મૌખિક ખાતરી આપી હતી.

પરંતુ કંપનીની દાનત ઉપર શંકા જતાં તેની કંપનીના ડિરેક્‍ટર ઈન્‍દ્રવદનભાઈ અને સીએ હાર્દિકભાઈ મુંબઈ ગયા હતા અને ત્‍યાં કંપનીના ચેરમેન ઇવાન આલ્‍બર્ટ ડી ક્રુઝને રૂબરૂ મળ્‍યાં હતાં. જેણે થોડા સમયમાં લેણી રકમ ચૂકવી આપવાની ખાતરી આપી હતી. સાથોસાથ રીકવેસ્‍ટ લેટર પણ આપ્‍યો હતો. પરંતુ આજ સુધી તેમણે રોકેલા રૂા. ૬૪.૮૦ કરોડ પરત નહીં આપી ઓળવી ગયા હતાં. સાથોસાથ કંપનીએ ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ એમ ત્રણ વર્ષ સુધી એગ્રીમેન્‍ટ મુજબનાં ૧ અબજ ૯૪ લાખ પણ આજ સુધી ચૂકવ્‍યા નથી. તેણે તપાસ કરતાં જાણવા મળ્‍યું હતું કે કંપનીના ડીરેક્‍ટરોએ આજ રીતે વડોદરા, અમરેલી, મહારાષ્‍ટ્રના થાણે અને પૂનામાં પણ ફ્રોડ કર્યાં છે. જે અંગે તેમના વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ પણ થઇ છે. જેમાંથી કંપનીના પાર્ટનરો સંદેશ ખામકર, -શાંત જાડે અને સંદીપ સામંત હાલ જેલમાં છે.

ફરિયાદી  પ્રશાંતભાઈએ આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાંચના પીઆઈ મનોજ ડામોર કરી રહયા છે.

આ લખાય છે ત્‍યારે જે ૧૯ શખ્‍સો સામે ફરીયાદ નોંધવામાં આવી છે તે પૈકીના ૪ થી પ શખ્‍સોને ઉઠાવી રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચમાં પુછપરછ હાથ ધરવામાં આવી છે. (૪.૨૫)

 

 

મહારાષ્‍ટ્ર, યુપી, આંધ્રપ્રદેશના ૧૯ આરોપીઓ સામે ગુનોઃ  ત્રણ જેલમાં છે

રાજકોટ, તા. ૮: એએસ એગ્રી એન્‍ડ એક્‍વા એલએલપી કંપનીના જે ૧૯ આરોપીઓ સામે ફરિયાદ થઇ છે તેમાં સંદેશ ખામકર, પ્રશાંત જાડે, હિરેન પટેલ, રોહીત લોન્‍કર, કમલેશ ઓજે, સંદીપ સામંત, પ્રવિણ પથારે, હર્ષલ ઓજે, વૈભવ કોટલાપૂરે, સુરીન્‍દર ધીમંત, નિરંજન કડલે, જયંતા બાંદેકર, પ્રતિક શર્મા, સાંઇનાથ હાડોલે, સેન્‍થીલકુમાર નાદર, શંકર નાયર, અવિનાશ સાંગલે, શ્રીનિવાસ ભૂસેવર અને નવનીતસિંગ તુલીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મુંબઈ, નાગપુર સહિતના જુદા જુદા શહરોેના રહેવાસી છે. ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ મનોજ ડામોરે હિરેન પટેલ, હર્ષલ ઓઝે, પ્રવિણ પથારે, વૈભવ કોટલાપુરેની પુછપરછ હાથ ધરી છે.(

(3:20 PM IST)