<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રિધ્‍ધિ સિધ્‍ધી સોસાયટીમાં ટ્રાન્‍સપોર્ટનો કર્મચારી રૂા.૫૪ હજારના વિદેશી દારૂ સાથે ઝડપાયો

પીસીબીના હેડ કોન્‍સ ધનશ્‍યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાઠોડની રાજસ્‍થાનનો સતીષ કસ્‍વા ટ્રાન્‍સપોર્ટની ગાડીમાં દારૂ દીલ્‍હીથી લઈ આવ્‍યાનું રટણ

રાજકોટ, તા.૮: સ્‍વાતી મેઈન રોડ રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીની પાછળ આવેલા ટ્રન્‍સપોર્ટમાં પીસીબીની ટીમે દરોડો પાડી રૂા.૫૪ હજારના વિદેશી દારૂ સાથે ટ્રાન્‍સપોર્ટના કર્મચારીને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીની પાછળ શીવાલય ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ક્રીયા શકિત લોજીસ્‍ટીક ટ્રાન્‍સપોર્ટમાં પાર્સલમાં વિદેશી દારૂ હોવાની પીસીબીના હેડ કોન્‍સ ઘનશ્‍યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાઠોડને બાતમી મળતા સ્‍ટાફ સાથે ક્રિયા શકિત લોજીસ્‍ટીક ટ્રાન્‍સપોર્ટમાં દરોડો પાડી ટ્રાન્‍સપોર્ટની બહાર પડેલા પાર્સલ ચેક કરતા ત્રણ પાર્સલમાંથી રૂા.૫૪,૨૪૦ની કિંમતની વિદેશી દારૂની ૩૬ બોટલ મળી આવતા ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા સતીષ ઈશ્‍વરસિંહ કસ્‍વા (ઉ.વ.૨૮) (રહે.બાલાજી રેસીડેન્‍સી ફલેટ નં.૧૦૩ વાવડી મૂળ સાદપુરાગામ, રાજસ્‍થાન)ને પકડી લીધો હતો. પોલીસે પુછપરછ કરતા સતીષ ટ્રાન્‍સપોર્ટની ગાડીમાં જ દિલ્‍હીથી દારૂ લઈ આવ્‍યો હોવાનું રટણ કરી રહયો છે.

આ કામગીરી પીસીબીના ઈન્‍ચાર્જ પી.આઈ.એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.જે.હુણ, એ.એસ.આઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્‍સ.કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારૂ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઈ મેતા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા,  નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્‍દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. (રર.૧૦)

(2:27 PM IST)