<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

સોની યુવા સોશિયલ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે ન્‍યુરો સર્જન કેમ્‍પ

રાજકોટ તા. ૮ : સોની યુવા સોશિયલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા તા. ૧૩ ના રવિવારે ન્‍યુરો સર્જન કેમ્‍પનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તા.૧૩ ના રવિવારે સવારે ૯.૩૦ થી બપોરે ૧૨.૩૦ સુધી વિરાણી હાઇસ્‍કુલ સામે, નાગર બોર્ડીંગ મહાદેવ મંદિર પાસે યોજેલ આ કેમ્‍પમાં ન્‍યુરો સર્જનો સેવા આપશે. જેમાં ડો. હેમાંગભાઇ વસાવડા (એમ.એસ. સર્જન), ડો. હાર્દભાઇ વસાવડા (એમ.એસ. જનરલ), ડો. પ્રિયાંકભાઇ વસાવડા (એમ.એસ. જનરલ સર્જન) સેવા આપશે.

કરોડરજજુનો દુઃખાવો, માથાની ઇજા, મગજની ગાંઠો, માથાનો દુઃખાવો, લકવો, આંચકી, મણકાનો દુઃખાવો જેવા રોગોનું આ કેમ્‍પમાં નિદાન કરી માર્ગદર્શન અપાશે.

કેમ્‍પમાં અતિથિ વિશેષ તરીકે ડો. હેમાંગભાઇ વસાવડા, અશોકભાઇ ઝીંઝુવાડીયા રાધિકા જવેલર્સ, પ્રભુદાસભાઇ પારેખ શિલ્‍પા જવેલર્સ, ભાયાભાઇ સાહોલીયા પ્રમુખ રાજકોટ ગોલ્‍ડ એસોસીએશન, નવનીતભાઇ પાટડીયા- અમદાવાદ નાયબ ચેરીટી કમિશ્‍નર, સંજયભાઇ વાગડીયા પર્વ મેટલ તથા સોની સમાજના અગ્રણી અરવિંદભાઇ પાટડીયા, મનિષભાઇ પાટડીયા બિલ્‍ડર મુકેશભાઇ ઝવેરી, હિતેશભાઇ રાણપરા વગેરે ઉપસ્‍થિત રહેશે.

કેમ્‍પ નિઃશુલ્‍ક છે. પરંતુ રજીસ્‍ટ્રેશન આવશ્‍યક છે. રજીસ્‍ટ્રેશન ફી રૂ. ૧૦૦ રાખેલ છે. શનિવાર રાત્રી સુધી નામ નોંધાવી શકાશે. રજીસ્‍ટ્રેશન અને વધુ માહીતી માટે જીજ્ઞેશ વાગડીયા (મો.૯૭૨૩૩ ૯૦૯૦૯), કેતનભાઇ પાટડીયા (મો.૯૮૨૫૫ ૯૭૬૮૬), રવિકાન્‍તભાઇ વાગડીયા (મો.૮૬૯૦૦ ૫૪૬૦૦), ડો. રવિભાઇ પાટડીયા (મો.૮૮૬૬૬ ૩૮૫૪૪), હસ્‍મિતાબેન પાટડીયા (મો.૭૩૫૯૪ ૨૬૬૩૮) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

આ ન્‍યુરો સર્જન કેમ્‍પને સફળ બનાવવા જીજ્ઞેશ વાગડીયા, શૈલેષભાઇ પાટડીયા, એડવોકેટ નયનભાઇ કોઠારી, કેતનભાઇ પાટડીયા, રવિકાન્‍તભાઇ વાગડીયા, ભાવીનભાઇ વાગડીયા, પ્રશાંતભાઇ વાગડીયા, શોભનભાઇ પારેખ, હિતેશભાઇ વાગડીયા, પરેશભાઇ પાટડીયા, નિલેશભાઇ જડીયા, અનિલભાઇ આડેસરા, કમલેશભાઇ પાટડીયા, દિપકભાઇ કરચલિયા, હરેશભાઇ ભુવા તથા કમીટી મેમ્‍બર કલ્‍પેશભાઇ પાટડીયા, વિજયભાઇ પાટડીયા, હિતેનભાઇ પાટડીયા, મિલનભાઇ આડેસરા, રવિભાઇ પાટડીયા, મહિલા પ્રમુખ હસ્‍મિતાબેન પાટડીયા, પ્રિતીબેન રાણપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીજ્ઞેશ વાગડીયા, પ્રશાંતભાઇ વાગડીયા, કેતનભાઇ પાટડીયા, કલ્‍પેશભાઇ પાટડીયા, હસ્‍મિતાબેન પાટડીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:30 PM IST)