<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

નવી દિલ્‍હીમાં ૧૩ થી ૧૬ એપ્રિલ યોજાશે‘વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એકસ્‍પો'

દેશના ઉદ્યોગો અને વિદેશી બાયર્સ વચ્‍ચે વ્‍યાપારી સંબંધોનો નવો સેતુ રચાશે બિલ્‍ડીંગ મટીરીયલ્‍સના આ એકસ્‍પોમાં ૨૫૦થી વધુ એકઝીબીટર્સ, ૫૦ હજારથી વધુ ડોમેસ્‍ટીક વિઝીટર્સ અને ૧ હજારથી વધુ આંતરાષ્‍ટ્રીય ખરીદદારો જોડાશેઃ સુનિલ શેટ્ટી છે આ એકસ્‍પોના બ્રાન્‍ડ એમ્‍બેસેડરઃ વિજય અઘારા

રાજકોટઃ ભારતની બિલ્‍ડિંગ મટીરીયલ્‍સ ઈન્‍ડસ્‍ટ્રી સંપૂર્ણ તાકાત સાથે આંતરરાષ્‍ટ્રીય બજારમાં પ્રવેશી શકે તે માટે બ્‍લ્‍યુઝોન પ્રેઝેન્‍ટ ‘‘વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન ૨૦૨૫'' આગામી તા. ૧૩થી ૧૬ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન યશોભૂમિ કન્‍વેન્‍શન સેન્‍ટર, નવી દિલ્‍હી ખાતે યોજાવાનું છે. બિલ્‍ડીંગ મટીરિયલ્‍સના આ મહાકુંભમાં ૨૫૦થી વધુ એક્‍ઝિબિટર્સ, ૫૦ હજારથી વધુ ડોમેસ્‍ટિક વિઝિટર્સે અને ૧૦૦૦થી વધુ આંતરરાષ્‍ટ્રીય ખરીદદારો હાજરી આપશે. એક્‍સપોને કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવશે. આ એક્‍સપો ભારતના બિલ્‍ડીંગ મટિરિયલ્‍સ ઉદ્યોગો અને વિદેશી બાયર્સ વચ્‍ચે વ્‍યાપારી સંબંધોનો નવો સેતુ રચશે.

કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનો પ્રોજેકટ હતો કે તમામ બિલ્‍ડીંગ મટિરિયલ્‍સની પ્રોડક્‍ટ એક છત હેઠળ આવે અને વિદેશી બાયર્સ એક જ જગ્‍યાએથી ભારતની તમામ બિલ્‍ડીંગ મટિરિયલ્‍સની પ્રોડક્‍ટને જુએ. આમ વન નેશન વન એકસ્‍પોના આ વિઝનને વાઇબ્રન્‍ટ બિલ્‍ડકોનના ડિરેકટર્સ એવા રાજકોટના જ વતની વિજયભાઈ અઘારા અને જીતેન્‍દ્રભાઈ કથીરિયા સાકાર કરવા જઈ રહ્યા છે. તેઓના જણાવ્‍યા અનુસાર આ એક્‍સપો સૌરાષ્‍ટ્ર સહિત દેશભરની બિલ્‍ડીંગ મટીરિયલ્‍સ પ્રોડક્‍ટને એક જ જગ્‍યાએ લાવીને ૭૦થી વધુ દેશોના બાયર્સ સામે મુકશે.

એક્‍સપોમાં આવીને નવી પ્રોડક્‍ટ જોવા અને નવા ઉત્‍પાદકોને મળવા માટે વિદેશી બાયર્સ થનગની રહ્યા છે. વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન ૨૦૨૫માં ભાગ લેવો એ ફક્‍ત વ્‍યવસાયિક સફળતા તરફનું એક પગલું નથી પણ ભારતીય બિલ્‍ડિંગ મટીરીયલ્‍સ ઈન્‍ડસ્‍ટ્રી માટે વૈશ્વિક ઓળખ બનાવવા તરફ એક ઐતિહાસિક પહેલ છે. જે કંપનીઓ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પોતાનો બ્રાન્‍ડ સ્‍થાપિત કરવા માંગે છે, નિકાસ વધારવા માંગે છે અને વૈશ્વિક ખરીદદારો સુધી પહોંચવા માંગે છે, તેમના માટે વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન ૨૦૨૫ એક સંપૂર્ણ પ્‍લેટફોર્મ સાબિત થશે. આ એક્‍સ્‍પો ભારતના બાંધકામ ઈન્‍ડસ્‍ટ્રીના વૈશ્વિક વિસ્‍તરણની નવો અધ્‍યાય લખવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્‍યારે આ એક્‍સપો ભારતની નિકાસ વધારવામાં એક મહત્‍વપૂર્ણ ઇવેન્‍ટ સાબિત થવાની છે.

એક્‍સપોમાં સિરામિક ટાઇલ્‍સ&  સેનેટરી વેર, માર્બલ- ગ્રેનાઇટ &સ્‍ટોન, હાર્ડવેર- બાથ ફિટિંગ્‍સ- સિંક, પાઇપ & ફિટિંગ્‍સ, ટીમ્‍બર- પ્‍લાયવુડ&  લેમીનેટ્‍સ & ટીમ્‍બર્સ, પેઇન્‍ટ્‍સ - જીપ્‍સમ બોર્ડ,ગ્‍લુ - એડહેસીવ અને કેમિકલ, સિમેન્‍ટ અને ટીએમટી સળીયા જેવા ઉદ્યોગો ભાગ લઈ રહ્યા હોવાનું જણાવાયું છે. આ વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપોના બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે સુનિલ શેટ્ટી કાર્યરત છે. આ એક્‍સપોની વિગતો જાહેર કરવા તેઓએ અગાઉ મોરબીની મુલાકાત પણ લીધી હતી. હવે તેઓ એક્‍સપો દરમિયાન પણ હાજરી આપી એક્‍ઝિબીટર્સને મળવાના છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ જે હાલ મંદીમાં સપડાયો છે. વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપોમાં મોટી સંખ્‍યામાં સિરામિક ઉદ્યોગો ભાગ લેવા જઇ રહ્યા છે અહીં અનેક વિદેશી બાયર્સ તેઓની પ્રોડક્‍ટ જોવા અને વ્‍યાપાર સેતુ રચવા આવી રહ્યા છે. ત્‍યારે આ એક્‍સપો સિરામિક ઉદ્યોગને મંદીમાંથી બહાર નીકળવા બુસ્‍ટ આપે તેવી આશા સેવાઈ રહી છે. વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એકસ્‍પોને મિનિસ્‍ટ્રી ઓફ્‌ કોમર્સ અને એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ કેપેકસીલનો મહત્‍વનો સપોર્ટ મળ્‍યો છે. કેપેકસીલના સિરામીક પેનલના સીનીયર વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયા, વેસ્‍ટર્ન રીજીઅનલ કમીટી સભ્‍ય નરેન્‍દ્રભાઇ સંઘાત અને કેપેકસીલ ના સિરામીક પેનલના સીનીયર વાઇસ ચેરમેન મુકેશભાઈ કુંડારિયાનો વિશેષ સહયોગ મળ્‍યો છે. આ એક્‍સપો સાથે ભારતના વિવધ ઓધોગિક કલ્‍સ્‍ટર તેમજ તેના સેંલગ્ન એશોસીએસન જેમા મુખ્‍યત્‍વે સિરામીક, ગ્રેનાઇટ અને માર્બલ, પ્‍લાયવુડ, સ્‍ટીલ, સિમેન્‍ટ પેઇન્‍ટસ લેમીનેટ્‍સ, બાથ ફીટીગ્‍સ, હાર્ડવેર સહિત વિવધ ૨૦થી વધુ એસોસિએશન જોડાયેલા હોવાનું જણાવાયું છે.

તસ્‍વીરમાં વિજયભાઇ અઘારા-ડાયરેકટર. વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન, મનીષભાઇ પટેલ- પ્રમુખ-રાજકોટ હાર્ડવેર ક.એસો, જયદિપભાઇ પીપળીયા-ઉપપ્રમુખ- રાજકોટ હાર્ડવેર મેન્‍યુ.એસો. નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:35 PM IST)