News of Tuesday, 8th April 2025
શ્રી બડા બજરંગદાદા ભકતોને આશીર્વાદ આપવા નગરયાત્રાએ નિકળશે
શનિવારે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમીતે શ્રી બડા બજરંગ મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન

રામનાથપરા બડા બજરંગ હનુમાનજી મંદિરેથી શોભાયાત્રાનો થશે પ્રારંભ, ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિરે સમાપનઃ દાદાના મુખ્ય રથ સાથે સામાજીક સમરસતા, દેશભકિત, વ્યસનમુકિતના ફલોટઃ બાળકો વિવિધ વેશભુષામાં આકર્ષણ જમાવશેઃ દાદાના રથ ઉપર ફુલોની વર્ષા થશે, રપ૧ કિલો મલીન્દાનો પ્રસાદ વિતરણ કરાશે
રાજકોટઃ હિન્દુ દેવી દેવતાઓ મા સૌથી વધુ લોકપ્રીય કોણછે ? ત્યારે જવાબ આવસે કે સૌથી વધુ લોકપ્રિય શ્રી હનુમાનજી મહારાજ છે. શ્રી હનુમાનજી મહારાજ તો બાળકો હોય કે યુવાનો હોય કે વયોવળદ્ધ દરેકના પ્રિયમાણ્નીતા દેવ છે. અને તેમનોજ જન્મોત્સવ આવીરહયો છે. જેને વધાવવા દરેક લોકો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત ૧૭ માવર્ષે શ્રી હનુમાનજન્મોત્સવ ની રથયાત્રા નુ ભવ્ય આયોજન કરેલ છે,
શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજ વર્ષ મા ફક્ત એક વખતજ હનુમાન જન્મોત્સવ ના દીવસે રાજકોટના રાજમાર્ગો પર નગરયાત્રા એ નીકળીને લોકો ની મનોકામના પૂર્ણ કરે છે.લોકો દાદાનારથને ખેચી અને દર્શન કરી ને ધન્યતા અનુભવે છે. આ રથયાત્રા મા રથ ખેચવા લોકો શહેરના અલગ અલગ વીસ્તાર તેમજ આજુબાજુના ગામડા ઓ માથી આવેછે, લોકો દ્વારા કહેવામા આવે છે કે આખુ વર્ષ તો અમે અમારી જીંદગી નો રથ તો ખેચીછી પણ આ દાદા ના રથને ખેચવાથી આખા વર્ષ નો થાક દુર થઈ જાયછે,લોકો દ્વારા આસ્થા થી પોતાની માનતાઓ પુરી કરવા આવે છે, પોતાના બાળકો નુ માથુ ટેકવવા દૂરદૂર થી લોકો આવતા હોવાનું જણાવાયું છે.
શ્રીબડા બજરંગ ફાઉન્ડેશન આયોજીત યાત્રામા આશરે ૬૦ થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાશે જેમા, સર્વ પ્રથમ ભગવો ધ્વજ લઈને ચાલશે. દાદાની મૂર્તિ જે રાજમાર્ગો પર રજવાડી રથમા નીકળશે ભાવિકો તે રજવાડી રથ ને રસ્સા દ્વારા ખેચવામા આવશે. ૨૫૧ કિલોના મલીનદાના પ્રસાદને રથયાત્રા ના રૂટમા આપવામા આવશે. તથા દાદા ના રથની ઉપર પુષ્પ વર્ષા કરવામા આવશે. કેદારનાથની જાખી નાના ભૂલકાઓ મહાદેવના નાદ સાથે જોડાશે. દેવીદેવતાના જીવંત પાત્રો આકર્ષણનુ કેન્દ્ર બનશે. તેની સાથેસાથે દેશના લડવૈયાઓના જીવંત પાત્રો જોવા મળશે. પર્યાવરણ જાગળતી માટેના સુંદેશ આપતા ફ્લોટસ જોડાશે તેની સાથે નારીશક્તિને ઉજાગર કરતા બેટી બચાવો બેટી પઢાઓના મેસેજ આપતા ફ્લોટ્સ જોડાશે. ગૌમાતાને વિશ્વમાતા બનાવીને ગૌમાતાનુ મહત્વ સમજાવતા ફ્લોટ્સ જોડાશે. થેલેસેમીયા ની બીમારી કેટલી ખતરનાક છે. અને તેને કેમ અટકાવવી અને રક્ત દાન કેટલું મહત્વનું છે. તેનો સંદેશ સમજાવતા ફ્લોટ્સ જોડાશે. સમગ્ર યાત્રા દરમીયાન જીવદયા નુ કાર્ય જેમા,પક્ષીઓ ના ઘર અને પાણીના કુંડાનું વિતરણ યાત્રા દરમ્યાન કરવામા આવસે. બજરંગીઓ દ્વારા રથયાત્રા ના રૂટ પર અખાડા નાદાવના કરતબો કરવામા આવશે. રૂટ પરના તમામ વીસ્તારો કેસરી ધ્વજા પતાકાથી શણગારવામા આવશે. સમગ્ર રૂટને કેસરીયો બનાવવામા આવશે. રૂટ પર તેમજ શહેરના જુદાજુદા માર્ગાેપર શ્રીહનુમાનજી મહારાજના ૧૦૬ ફુટના વીશાળ ૧૦૦ થી પણ વધુ બેનરો લગાડવા મા આવશે, જુદીજુદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પો ની વર્ષા થી તેમજ ફટાકડા ફોડી યાત્રાનુ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામા આવશે,યાત્રાના સમગ્ર રૂટપર ઠંડા પીણા, સરબત, છાશ, પ્રસાદ ની વ્યવસ્થા કરવામા આવશે.
ડીજે અને કેશયોપાર્ટી સંગાથે આખા રથયાત્રાના રૂટમા જય જય શ્રીરામ અને હર હર મહાદેવ અને રાજ તીલક કી કરો તૈયારી આ રહે હે ભગવાધારી, ભારત કા બચા બચા જય જય શ્રીરામ બોલેગા જેવા ગીતો સાથે બજરંગીયો જુમશે. બહેનોમાટે પણ ડીજે ની અલગ થી વ્યવસ્થા કરેલ છે. જેથી તેવો કોઈપણ જાતના સંકોચ વગર ઉજવણી કરી શકશે. શ્રી બડા બજરંગ ફાઉન્ડેશનની યાત્રાનું પ્રસ્થાન સાધુ સંતો અને ભૂદેવ અજય મહારાજના શુભ હસ્તે અને વૈદીક મંત્રોચાર સાથે યાત્રા નુ પ્રસ્થાન થશે.
તા-૧૨ને શનિવાર સાજે ૪:૩૦ વાગ્યે શ્રીબડા બજરંગ હનુમાનજી મંદિર રામનાથપરા-૧૬ થી યાત્રાનો પ્રારંભ થશે. જે બડા બજરંગચૌક , રામનાથપરા મેઇન રોડ થી ગરુડ ગરબી ચોક થઈ ને વીરાણીવાડી રોડથી હાથીખાના મેઇન રોડ, કેનાલ રોડથી ગુંદાવાડી પોલીસ ચોકી થઈને, પેલેસ રોડ થી સંતોષ ડેરી સામેનો રોડ થઈ, કરણપરાચોકથી પ્રહલાદ મેઇન રોડ થઈ, ભુપેન્દ્ર રોડ થી શ્રી બાલાજી મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે.
આ રથયાત્રામાં એસ.ડી.ગ્રુપ રામનાથ પરા, બાલક હનુમાન ગ્રુપ, રાધેશ્યામ ગૌશાળા, શ્રીરામ યુવા સેના (સ્પીડ વેલ પાર્ટી પ્લોટ),બાલકળષ્ણ ગ્રુપ-મયુરનગર, બાલાજી ગ્રુપ, ગજાનંદ બાલ ગણેશ, શ્રી ખોડલધૂન મંડળ-રોહિદાસપરા, સિંધી સોસ્યલ યુવા ગ્રુપ- જંકશન, શિવ ગ્રુપ, ચાણકય વિધ્યાલય, નેપાળી જન જાગળતિ એકતા, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, બાલા હનુમાન ચોક ગ્રુપ, કેશરી નંદન યુવા ગ્રુપ (મહાકાળી મંદિર), જય દ્વારકાધીશ ગ્રુપ (યાર્ડ), સદભાવના વળદ્ધ આશ્રમ, વી વી પી કોલેજ, રાષ્ટ્ર ગૌરવ યાત્રા, એનિમલ હેલ્પ લાઇન, વીજયવંત હનુમાન ગ્રુપ-ભગવતીપરા, મોમાઇપાન-કેનાલરોડ, રાજકોટ ગૌરકક્ષા દળ,શ્રી રામ મીત્રમંડળ-રામનાથપરા, વંદે માતરમ ગ્રુપ (હાથીખાના), સી.જે ગ્રુપ-રાજકોટ, બાપા સીતારામ (હાથી ખાના), જય અંબે ગરબી મંડળ-ગરૂડગરબી, શ્રી રામ મઢી યુવા ગ્રુપ-હાથી ખાના, મારુતિ નંદન ગ્રુપ, ઇસ્કોન મંદિર, ત્રિમૂર્તિ બાલાજી ગ્રુપ, ૐ સાઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ -જંકશન, લોધી સમાજ-લોધાવાડ, માલધારી યુવક મંડળ-રાજકોટ, મહાદેવ ગ્રુપ-દૂધસાગર રોડ, સનાતન સેના-નવા થોરાડા, આધ્યાશક્તિ ગ્રુપ-આમ્રપાલિફાટક, રાધેશ્યામ સીતારામ યુવક મંડળ-રામનાથપરા-૭, ગિરિબાપુ-સંતકબીરરોડ, ભગવતી ફાસ્ટ ફૂડ -પેલેસરોડ, કોઠારીયાનાકા મિત્રમંડળ-દીવાનપરા, રાજકોટ નાગરિક બઃક માનવ સેવા, સ્વદેશીજાગરણમંચ-રાજકોટ, જય રામનાથ ગ્રુપ લાતી પ્લોટ, બંગાળી સમાજ,ગોલ્ડ સૂક ગ્રુપ ઓડ યુવા ગ્રુપ,કારડીયા રાજપુત યંગ ગ્રુપ-રાજકોટ, શ્રી જીવદયા ગ્રુપ-એરપોટ ફાટક, ધર્મજાગરણ -કુવાડવા,શક્તિ યુવા ગ્રુપ-સંતકબીર રોડ, યુવાશક્તિ સેવા સંઘ-રાજકોટ,રાયકાગ્રુપ-સંતકબીર રોડ,રોકડીયા હનુમાન ગ્રુપ, ઓડ યુવા ગ્રુપ સહીત ૧૦૦થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
આયોજનને સફળ બનાવા હનુમાન જન્મ મહોત્સવ સમિતીના પ્રમુખ- કલ્પેશ ગમારા, ઉપપ્રમુખ- દીનેશ પુનવાણી, ખજાનચી- વીજય પુનવાણી મંત્રી-રવિ ભટ્ટી, સહમંત્રી વિજય મકવાણા, યાત્રાઇન્ચાર્જ-રાજા જાદવ, કમલેશ ગમારા, અંકિતખત્રી, રાજગમારા, રૂટપ્રમુખ-અજય મકવાણા, પ્રભાત ગમારા,મયુર રાતડીયા,ગોપાલ સરૈયા, યાતાયાત વિભાગ : યશ સરૈયા ,સની ગમારા,કમલેશ રાઠોડ,ભાવિન દેગડા, સુસોભન સમિતિઃ વિક્રમ ડાંગર, અજીત ગમારા, ધર્મેશ થરેશા, વિક્રમ સરૈયા, મીત જાદવ, સાગર ભટ્ટી, સાગર ગમારા, રાજ મકવાણા, કમલેશ આસનાની, ઋષભ દાવડા, ઋત્વિક ગમારા, રાજ મુંધવા, દેવરાજ સરૈયા, રાજેશ મોટવાણી, વિજય સરવૈયા, ગૌતમ ગમારા, યશ આદેશરા, ચંપક ચોહાણ, પ્રતિક પાડલિયા, જગદીશ જોગડિયા, રોનક ભાલોડી , કલ્પેશ વાઘેલા, વાલી સરૈયા, હાર્દિક ગોલતર, હરજી ગમારા, રાકેશ રાઠોડ, કરણ ગમારા, પરેશ પરમાર , ગૌતમ પરમાર, રાજેશ મોટવાણી, ચિરાગ જોશી, આશીષ પરમાર, પાર્થ સોની, રાજ મુંધવા, દેવરાજ સરૈયા, વિશાલ કવા, હેત પરમાર, સોલંકી કરણ, જય છાંટબાર, કરણ, સુમીત પાટડીયા જહેમત ઉઠાવી રહયાં છે. તેમજ ૧૧૦ થી પણ વધુ બજરંગીયો યાત્રા ને સફળ બનવા માટે દીવસ અને રાત મહેનત કરી રહીયા છે. આ યાત્રા અંગે વધુ માહીતી માટે મો.૮૧૨૮૮ ૮૮૮૩૫,૨) ,૯૪૨૭૪ ૩૧૭૭૧, ૭૮૭૪૮ ૮૮૮૮૫.
તસ્વીરમાં કલ્પેશ ગમારા, દિનેશ પુનવાણી, રવી ભટ્ટી, વિજય પુનવાણી, રાજ ગમારા, ગોપાલ સરવૈયા, અમીત ધામેલીયા, વિશાલ કવા, અજીત ગમારા, અજય ભટ્ટી, પાર્થ સોની નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(2:38 PM IST)










