News of Tuesday, 8th April 2025
દેવાયત બોદરની જન્મ જયંતિ નિમીતે પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી

રાજકોટઃ ગુજરાતના યાદવ સરદાર અને તેમની બહાદુરી, બલિદાન અને ભૂમિ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા એક મહત્વપૂર્ણ વ્યક્તિ શ્રી દેવાયત બોદરની તા.૦૬/ના રોજ જન્મ જયંતિ પ્રસંગે તેઓની મવડી ચોક ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, પદાધિકારીઓ તથા હોદેદારો દ્વારા મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. આ પુષ્પાંજલી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠીયા, વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો.પ્રદિપ ડવ, મિતલબેન લાઠીયા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, વોર્ડ નં.૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, અગ્રણી મનહરભાઈ બાબરીયા, ચેતનભાઈ લાઠીયા ઉપસ્થિત રહેલ.
(2:39 PM IST)










