News of Tuesday, 8th April 2025
વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ રાજકોટ દ્વારા રવિવારે અોપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ : ૧૨ ટીમો વચ્ચે ટકકર

રાજકોટ તા. ૮ : વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ રાજકોટ દ્વારા રવિવારે ચોથી ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ ટુર્નામેન્ટમાં સાડીબાર શાખાના વૈષ્ણવ માર્ગી સાધુ સમાજની ટીમો ભાગ લેશે.
રાજકોટના રૂદ્રાક્ષ ૩૬૦ ક્રિકેટ ગ્રાઉન્ડ, ન્યુ ૧૫૦ ફુટ રીંગરોડ, હરીપર પાળ ખાતે આયોજીત આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમો ભાગ લઇ રહી છે. વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર તેમજ રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કાર અપાશે. ઉપરાંત સારો દેખાવ કરનાર તમામ ખેલાડીઓને પણ બિરદાવવામાં આવશે.
તા. ૧૩ ના સવારે ૭ થી રાત્રીના ૧૦ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટ દરમિયાન બપોરે ભોજન તેમજ રાત્રે અલ્પાહારની પણ વ્યવસ્થા છે.
મુખ્ય અતિથિ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, ધારાસભય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પૂર્વ ઉપકુલપતિ વિજયભાઇ દેશાણી ઉપસ્થિત રહી સર્વે ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. સમગ્ર ટુર્નામેન્ટનું યુ-ટયુબ ચેનલ પર લાઇવ પ્રસારણ થશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા મયુરભાઇ ગોંડલીયા (મો.૯૧૦૬૯ ૦૮૦૨૨), જયભાઇ ગોંડલીયા, નરેશભાઇ દેશાણી, તુલસીભાઇ ગોંડલીયા, દીપભાઇ દેશાણી, તુષારભાઇ ગોંડલીયા, પ્રશાંતભાઇ ગોંડલીયા, નયનભાઇ ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વૈષ્ણવ માર્ગી સાધુ સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:26 PM IST)










