News of Tuesday, 8th April 2025
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રાા થી ૩ કરોડની જમીનમાં શરત ભંગ સાબીત : જમીન શ્રી સરકાર કરવા પ્રાંતનો હુકમ
૧૯૭૦માં ફળઝાડ માટે જમીન અપાયેલઃ ફળ તો ન વાવ્યા ઘઉં ઉગાડી દિધા સીટી પ્રાંત-ર આઇએએસ ઓફીસર મહેક જૈન દ્વારા ચૂકાદો : તાલુકા મામલતદારને કબજો લઇ લેવા આદેશો

રાજકોટ, તા. ૮ : રાજકોટ સીટી પ્રા઼ત-ર અને આઇએએસ અધિકારી શ્રી મહેશ જૈને એક મહત્વના ચુકાદામાં રાા થી ૩ કરોડની જમીન ખાલસા કરતો હુકમ કર્યો છે.
રાજકોટ તાલુકાનાં ફાળદંગ ગામે સરકારી ખરાબાનાં સ.નં. ૨૫૩ પૈકી ૧ ની હે. ૨-૪૨-૮૧ ચો.મી. વાળી જમીન આસી. કલેકટરશ્રી, રાજકોટ દ્વારા તા. ૦૮/૦૭/૧૯૭૦ નાં હુકમથી ફળઝાડ વાવવા અને બગીચો બનાવવાનાં હેતુ માટે શ્રી લાભચંદ દેવચંદ કોટકને નવી અને અવિભાજ્ય શરતે ફાળવવામાં આવેલ.
આ જમીન ઉપર મુળ હુકમની શરતો મુજબનાં વળક્ષોનું વાવેતર થયેલ ન હોવાનું ધ્યાને આવતાં મદદનીશ કલેકટર, રાજકોટ (શહેર-૨) શ્રી મહક જૈન દ્વારા શરતભંગ કેસ ચલાવી આ જમીન જે હેતુ માટે ફાળવવામાં આવેલ છે, તે હેતુ પરિપૂર્ણ થતો ન હોવાનું જાહેર થતાં આ જમીન સરકાર દાખલ કરવા હુકમ કરેલ છે, અને તાલુકા મામલતદારને આ રાા થી ૩ કરોડની જમીનનો કબજો લેવા આદેશો કર્યા છે. જેમણે જમીન જે હેતુ માટે લીધી તેમાં ફળ વાવ્યા નહિ, પરંતુ અમુક જમીનમાં ઘઉં વાવી દીધાનું તંત્રની તપાસમાં બહાર આવ્યું હતું.
(3:26 PM IST)










