<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

વાવડીમાં કલેકટરનું ઓપરેશન : ૩૦ કરોડની જમીન ખુલ્લી : જુઓ વિડિયો

કુલ પ૦ને નોટીસો બાદ કાર્યવાહી : ભંગારના ડેલા-નોનવેજ-ગેરેજ- પાન-ચાના ધંધાર્થીઓ-રપ ઝૂપડા-મકાનો પર બૂલડોઝર ફેરવી દેવાયું ... તો અસામાજીક તત્‍વોના રહેઠાણો ઉડાડી દેવાયા : પોલીસની ૧૦૦ કલાકની ઝુંબેશ પણ આવરી લેવાઇઃ તાલૂકા મામલતદારનો સ્‍ટાફ ત્રાટક્‍યો : પોલીસને દેશીદારૂની કોથળીઓ મળી

વાવડીમાં મામલતદાર-પોલીસનું ઓપરેશનઃ દેશીદારૂની કોથળીઓ મળી  :  વાવડી સર્વે ૧૪૯માં આજે તાલુકા મામલતદાર અને પોલીસ તંત્રે ડીમોલીશન હાથ ધરી ૩૦ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી તે નજરે પડે છે. ઓપરેશન દરમિયાન પોલીસને દેશી દારૂની કોથળીઓ એક મહિલા પાસેથી મળી આવી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ :  રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીની સુચના બાદ આજે તાલુકા મામલતદારે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી વાવડીમાં અંદાજે ૩૦ કરોડની ૭ થી ૮ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

દબાણ હટાવ ઓપરેશન સમયે લોકોના ટોળા એકઠા થયા હતા, કુલ પ૦ ને નોટીસો ફટકારાઇ હતી, આમાં પોલીસમાં ૧૦૦ કલાકની ઝુંબેશ પણ આવરી લેવાઇ હતી, અને ૪ જેટલા અસામાજીક તત્‍વોના રહેઠાણો -ગેરેજ ઉપર પણ બૂલડોઝર ફરેવી દેવાયું હતું, આ ઓપરેશનમાં વીજતંત્રની ટીમે કનેકશનો કાપી નાંખ્‍યા હતા. તાલુકા પોલીસે સઘન બંદોબસ્‍ત જાળવી રાખ્‍યો હતો.

સવારે ઓપરેશન હાથ ધરાયું ત્‍યારે ખાલી કરી ગયેલા લોકોના ઝુપડા-મકાનોનો કાટમાળ ખસેડી બાદમાં મેઇન ઓપરેશન હાથ ધરાયું હતું. તાલુકા મામલતદારશ્રી મકવાણાની સૂચના બાદ દબાણના નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ વાઘેલા, ર્સકલ ઓફીસરશ્રી તેજ બાંણુગારીયા તથા તલાટી અને અન્‍ય સ્‍ટાફ-જેસીબી-બૂલડોઝર સાથે ત્રાટક્‍યો હતો અને વાવડી સર્વે નં. ૧૪૯ ની પુનિતના ટાંકાથી ગામ સુધી આવેલા સરકારી ખરાબાની અંદાજે રપ થી ૩૦ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી, કુલ પ૦ આસામીઓને નોટીસો ફટકારાઇ હતી, આ દબાણ હટાવ ઓપરેશનમાં ભંગારના ડેલા, સર્વીસ સ્‍ટેશન, નોનવેજના ધંધાર્થીઓ -ચા-પાનની દુકાનો -૩ થી ૪ ગેરેજ, ત્રણ પાકા મકાનો, રપ ઝૂપડા તથા ૪ જેટલા અસામાજીકોની ઉભી કરાયેલ ગેરકાયદે મીલકતો ઉપર બુલડોઝર ફેરવી દઇ જમીન ખુલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરાયો છે.

આ ઓપરેશન દરમિયાન પોલીસને એક મહિલા પાસેથી દેશીદારુની કોથળીઓ મળી આવતા તે અંગે કાર્યવાહી હાથ ધરાઇ છે.

(5:13 PM IST)