News of Tuesday, 8th April 2025
વોર્ડ નં. ૧૩ માં મહિલાઓ વિફરીઃ પાણી ન મળતા આડ્ઢર્યજનક કાર્યક્રમઃ વિરોધ : જુઓ વિડિયો

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે શહેરના ૧૮ પૈકી પાંચ વોર્ડમાં ભરઉનાળે પાણીકાપ લદાતા ત્યારે વોર્ડ નં. ૧૩ માં આંબેડકરનગરમાં કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં વિસ્તારના મહિલાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. પાણીના માટલા ફોડી અને થાળી વગાડી તંત્ર નિંદ્રામાં સુતેલ છે એને જગાડવાનો પ્રયાસ કરેલ હતો. આ કાર્યક્રમમાં સરોજબેન રાઠોડ, પ્રભાબેન બાબરીયા, સંગીતાબેન સહીતના અનેક બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(5:21 PM IST)










