News of Tuesday, 8th April 2025
બળબળતો બપોરઃ લોકોને રાહત આપવા કલેકટરે જનસેવા કેન્દ્રોમાં સમયમાં ફેરફાર કર્યો
કાલથી એક અઠવાડિયું સવારે ૯ વાગ્યાથી કેન્દ્રો શરૂ થઇ જશે

રાજકોટ તા. ૮: રાજયમાં પડી રહેલા આકરા તાપમાન અને હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેકટર શ્રી પ્રભવ જોષી દ્વારા લોકોને ગરમીથી રાહત મળે અને તેઓ સગવડતાથી પોતાના કામકાજ કરાવી શકે તે હેતુથી મામલતદાર કચેરીઓના જન સેવા કેન્દ્રના સમયમાં અને કલેકટરના જન સેવા કેન્દ્રમાં કામ ચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે.
મામલતદાર કચેરી જન સેવા કેન્દ્રનો સમયમાં ફેરફાર કરવા માટ઼ેની સૂચનાઓ અપાઇ છે, અને આગામી એક સપ્તાહ સુધી રાજકોટ જિલ્લાના જન સેવા કેન્દ્ર સવારે ૯:૦૦ વાગ્યાથી કાર્યરત થશે. સામાન્ય રીતે આ કેન્દ્ર નિયત સમયે ખુલતું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહ બાદ પણ હિટ વેવની આગાહી હશે તો ત્યારબાદ જન સેવા કેન્દ્રના સમય અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.
(3:35 PM IST)










