News of Tuesday, 8th April 2025
ભગવાનશ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સંદર્ભે ગુરૂવારે જૈનમ્ સાથે જન્મ કલ્યાણકમાં જોડાશે જૈનોનો જનસૈલાબ
મહોત્સવમાં વિરપ્રભુનું પારણું, વેશભુષા સ્પર્ધા, ચાંદીનાં રથમાં બિરાજમાન પ્રભુ મહાવીર સહિતનાં આકર્ષણનો સમાવેશ : રાજકોટનાં તમામ સ્થાનકવાસી, મૂર્તિપૂજક, દિગંબર સંધો, શ્રીમદ્ રાજચંદ્ર પરિવાર, સાથી સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો, ધર્મયાત્રા-ધર્મસભા-ગૌતમ પ્રસાદમાં જોડાશે: ધર્મયાત્રામાં ૨૭ આકર્ષક ફલોટ, ૧૦૮ સુશોભીત કાર, ૨૫૧ સ્કુટર-બાઇક, રાસ મંડળી, વિન્ટેજ કાર, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, મ્યુઝીકલ બેન્ડ જમાવટ કરશે : સાધુ-સાધ્વીજી ભગવંતો, શ્રીસંઘ પ્રમુખો, જૈન શ્રેષ્ઠીઓની સમાજને અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખી ધર્મયાત્રામાં જોડાવવા અપીલ

રાજકોટઃ જૈનમ દ્વારા માત્ર જૈનો જ નહીં પણ સમાજનાં તમામ વર્ગોને સાથે રાખીને ભવ્યાભિ ભવ્ય રીતે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરાને સતત ૧૦માં વર્ષે પણ જાળવી રાખતા સમસ્ત જૈન સમાજ દ્વારા આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવાનું અદકેરું આયોજન હાથ ધરાયેલ છે. સમાજની અઢારેય આલમ અને સમસ્ત જૈન-જૈનેતર સમાજ જેમાં જોડાઈ શકે તેવા અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જીને આ વર્ષે જન્મકલ્યાણકની અતિ ભવ્ય ઉજવણી થવા જઈ રહી હોવાનું જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું.
રંગોળી, ચિત્રની -દર્શની
ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા તથા ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધામાં વિરાણી બહેરા મુંગા શાળાનાં દિવ્યાંગ બાળકો સહીત ૨૫૦ થી વધુ જૈન જૈનેતર સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલાકારોએ બનાવેલ રંગોળી અને ચિત્રો સાંજે ૫ થી રાત્રે ૧૦ સુધી જાહેર જનતા તા.૯-૪-૨૦૨૫ બુધવાર સુધી શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્ષ પાસે, રાજકોટ ખાતે નિહાળી શકાશે.
વિશેષ આકર્ષણ - વિર પ્રભુનું પારણું
તા.૯ બુધવાર સાંજે ૫ કલાકે ફેડરેલ બેન્ક, રાજેશ્રી સીનેમા સામે, ભુપેન્દ્ર રોડ ખાતે આ વિશીષ્ઠ આકર્ષક એવા પ્રભુજીનું પારણુ આકર્ષણને ઉમાબેન પ્રદિપભાઈ વોરા, મયુરભાઈ શાહ, કોમલબેન નિરવભાઈ વોરા, નિમીષાબેન નિશાંતભાઈ વોરાનાં વરદહસ્તે શુભારંભ કરી લોકો માટે દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવશે. ભગવાન મહાવીર બાળ સ્વરૂપે જેમાં બિરાજમાન થાય છે તેવા પારણામાં પ્રભુને લાડ લડાવવા, કાલાવાલા કરવા, ભકિત કરવા માટેનો અનેરો અને સુંદર અવસર એટલે વિર પ્રભુનું પારણું, શુધ્ધ ચાંદીનાં પારણામાં પ્રભુ મહાવીર બાળ સ્વરૂપે પોઢે છે આ પારણાની ચો તરફ ભગવાનનાં ૧૪ સ્વપનો જે શુધ્ધ ચાંદીથી બનેલ છે તેને પણ દર્શન માટે સુશોભીત કરવામાં આવે છે. ભગવાનને લાડ લડાવતા હોય તેવા ઉત્કળષ્ઠ ભાવ સાથે ભગવાનું પારણું ઝુલાવીને હજારોની સંખ્યામાં માત્ર જૈનો જ નહીં પણ સમાજનો તમામ વર્ગ ધન્યતા અનુભવે છે, ગયા વર્ષે તો અનેક સાધુ અને સાધ્વીજી ભગવંતોએ પણ આ પારણાની મુલાકાત લઈને ખૂબ જ પ્રશન્નતા વ્યકત કરી હતી.
આ વર્ષે પણ ભુપેન્દ્ર રોડ ખાતે વિર પ્રભુનું પારણું નામક આકર્ષણ યોજાવા જઈ રહયું છે, જેનો લાભ તા.૯ ને બુધવારનાં રોજ સાંજે ૫ થી રાત્રે ૯ સુધી તથા તા.૧૦ ને ગુરુવારનાં રોજ સવારે ૭ થી બપોરે ૧.૩૦ સુધી લઈ શકાશે. રંગબેરંગી પુષ્પો, ફળફળાદી, સુકામેવા થી સજજ મંડપમાં માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપનોની પ્રતીકળતિઓની વચ્ચે શુધ્ધ ચાંદીનાં પારણામાં પોઢેલા વિર પ્રભુ મહાવીરનાં બાળ સ્વરૂપને નિહાળવાનો અનેરો અવસર ચુકવા જેવો નથી. આ અનેરા અવસરનો બહુમુલ્ય લાભ લેવા પ્રભુજીનાં પારણું કમીટીનાં નિલેશ દેસાઈ, ધૈર્ય પારેખ, શૈલેન શાહ, આકાશ ભલાણી, સાગર હપાણી તથા સમગ્ર ટીમ જૈનમ એ નિમંત્રણ પાઠવ્યું છે.
બાળકોની અતિ પ્રિય વેશ ભુષા સ્પર્ધા
આગામી ૧૦ એપ્રીલનાં જૈનમૂનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રયો છે ત્યારે બાળકો માટે આકર્ષણ કેન્દ્ર અને બાળકોની પ્રિય એવી વેશભુષા સ્પર્ધા તા.૧૦ ને ગુરુવારનાં રોજ સવારે ૮ થી ૯ કલાકે ઈમ્પીરીયા બિલ્ડીંગ, શાષાી મેદાન સામે, રાજકોટ ખાતે યોજાવા જઈ રહી છે. આ વેશભુષા સ્પર્ધાનું તા. ૧૦ ને ગુરુવારનાં રોજ સવારે ૮ કલાકે દાતાશ્રી જયશ્રીબેન વિરેન્દ્રભાઈ ખારા, પ્રફુલાબેન ગીરીશભાઈ ખારા, રશ્મીબેન જીતેન્દ્રભાઈ ખારા, જાગળતિબેન સુનીલભાઈ ખારા, ઝરણાબેન વિભાશભાઈ શેઠ, પ્રિતીબેન જયેશભાઈ વસાના હસ્તે સ્પર્ધાનું ઉદ્ધાટન કરવામાં આવશે.
ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગને આધારીત પાત્રોની વેશભુષાથી સજજ બાળકો અવનવા રંગબેરંગી પોશાકો અને વિવિધ પ્રકારનાં આભુષણો, ગેટ અપ અને મેક અપ ધારણ કરીને જોડાય છે. કોઈ પર્વત, કોઈ વળક્ષ, કોઈ ફુલ, સ્વપન સહીતનાં વિવિધ પાત્રો ભજવતા બાળકોને નિહાળવા અનેરો લ્હાવો છે.
આ સ્પર્ધા અંગે રચાયેલી કમીટીનાં અમીષભાઈ દેસાઈ - તપસ્વી સ્કુલ, રુષભભાઈ શેઠ, નિપુણભાઈ દોશી એ જણાવ્યું હતુ કે આ વર્ષે પણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીનાં સહયોગથી આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે. સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ધર્મસભામાં સન્માનીત કરી તેમને ઈનામો પ્રદાન કરવામાં આવશે. આ માટે વેશભુષા સ્પર્ધાને નિહાળવા માટે કમીટીનાં સભ્યો અમીષભાઈ દેસાઈ-તપસ્વી સ્કુલ, રૂષભભાઈ શેઠ, નિપૂણભાઈ દોશી એ તમામ લોકોને અનુરોધ કરેલ છે.
અઢારેય આલમ-ઍન.જી.ઓ.-રાજકીય પક્ષો-સંસ્થાઓ કરશે પ્રભુ વિરનાં અક્ષત વધામણાં
છેલ્લા નવ વર્ષથી જૈનમૂનાં સથવારે રાજકોટનો જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ આગામી તા.૧૦, ગુરુવારનાં રોજ ઉજવવા જઈ રહયો છે ત્યારે રાજકોટની અઢારેય આલમ ધર્મયાત્રા દરમ્યાન ઠેર ઠેર ભગવાનનાં અક્ષતથી વધામણાં કરશે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ધર્મયાત્રા પોતાના દર વર્ષે યોજાતા પોતાના રૂટ ઉપર વિહરવાની છે. ધર્મયાત્રાનાં રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ વિવિધ જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયનાં લોકો ચાંદીનાં થમાં બિરાજમાન ભગવાન મહાવીરનાં અક્ષત થી વધામણાં કરે છે અને ધન્યતા અનુભવે છે. દર વર્ષની માફક આ વખતે પણ સમગ્ર રૂટ ઉપર અઢારેય આલમ ઉપરાંત યુવા દંપતિ સભ્યો પણ ભગવાનનાં અક્ષત વધામણાં કરવાના છે, યુવા દંપતિઓ કે જેઓ પોતાના જીવન સંસારની શરૂઆત કરી રહયા છે તેમને આખા વિશ્વને અહિંસા પરમો ધર્મ નો તથા સર્વ જીવોનો કલ્યાણનો સંદેશો આપતા ભગવાન મહાવીરનાં વૈશ્વીક સંદેશને જો પોતાના વૈવાહિક જીવન, સામાજીક જીવનમાં ઉતરે તો જીવન મહામુલુ બની જાય, આ યુવા દંપતિઓ સજોડે તેમના પરિવારજનો સાથે હાજર રહી ભગવાનનાં મહાવીરના વધામણાં કરશે.
તમામ ફીરકાનાં જૈનો - મંડળો-સાથી સંસ્થાઓ ઍક બની મહોત્સવમાં જોડાશે
રાજકોટનો જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ આગામી તા.૧૦, ગુરુવારનાં રોજ ઉજવવા જઈ રહયો છે ત્યારે રાજકોટ તમામ સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘો, સકલ સંઘો તેમજ સાથી સંસ્થાઓ, યુવા મંડળો, મહિલા મંડળો સહિતનાં તમામ એ તમામ જૈનો આ વર્ષે પણ આ મહોત્સવમાં હોંશભેર જોશભેર - ઉત્સાહભેર જોડાઈને વાતાવરણને મહાવીરમય બનાવવા જઈ રહયા છે.
આ મહોત્સવમાં રાજકોટ તમામ સ્થાનકવાસી જૈન મંડળો જેવા કે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ(સી.એમ. પૌષધશાળા), શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ, શ્રી મહાવીરનગર સ્થા.જૈન સંઘ, શેઠ ઉપાશ્રય સ્થા.જૈન સંઘ, ઉવ્વસગહર સાધના ભવન જૈન સંઘ, રેસકોર્ષ પાર્ક સ્થા.જૈન સંઘ, ગીતગુર્જરી સ્થા.જૈન સંઘ, ગોંડલ રોડ વેસ્ટ સ્થા.જૈન સંઘ, નાલંદા ઉપાશ્રય, શ્રમજીવી સ્થા.જૈન સંઘ, શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થા.જૈન સંઘ, વિમલનાથ સ્થા.જૈન સંઘ, શ્રી સદર સ્થા.જૈન સંઘ, શ્રી જંકશન પ્લોટ સ્થા.જૈન સંઘ, જૈન ચાલ સ્થા.જૈન સંઘ, શ્રી ચંદ્રપ્રભુ સ્થા.જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્થા.જૈન સંઘ, નેમિનાથ પ્રવિતરાગ સ્થા.જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ સ્થા.જૈન સંઘ, શ્રી રામકળષ્ણનગર સ્થા.જૈન સંઘ, શ્રી વૈશાલીનગર સ્થા.જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્લોટ સ્થા.જૈન સંઘ, શ્રી સરીતા વિહાર સ્થા.જૈન સંઘ, શ્રી માલવીયાનગર ઉપાશ્રય, શ્રી પ્રહલાદ પ્લોટ નં.૧૩ ઉપાશ્રય, જય જિનેન્દ્ર આરાધના ભવન, શ્રી નવકાર મંડળ, રૂડાનગર સ્થા.જૈન સંઘ, બજરંગવાડી સ્થા.જૈન સંઘ, શ્રી સંઘાણી સ્થા.જૈન સંઘ, શ્રી અજરામર ઉપાશ્રય, સમર્થ શ્રધ્ધા ઉપાશ્રય, વિમલ આરાધના ભવન, તપ સમ્રાટ તિર્થ ધામ, વખારીયા ઉપાશ્રય, રાજગીરી સાધના ભવન, સન્મતી આરાધના ભવન, સૈનિક સોસાયટી ઉપાશ્રય, તપ સમ્રાટ ભકિત ભવન, ધર્માલય, રૂષભાનંદ જૈન સંઘ, શ્રી પાર્શ્વનાથ સ્થા. જૈન સંઘ, શ્રી મનોહરગુરુ વૈયાવચ્ચ ધામ, શ્રી સુમતિનાથ સ્થા.જૈન સંઘ, અજરામર સંઘ,સંઘાણી સંધ, સાધના ભવન, દિગંબર સંઘો, શ્રીમદ રાજચંદ્ર પરિવાર તેમના શ્રાવક-શ્રાવિકાઓ સાથે બહોળી સંખ્યામાં જોડાનાર વ્.
રાજકોટમાં આવેલ અનેકવિધ મૂર્તિપૂજક જૈન સંઘો જેમ કે રાજકોટ તપગચ્છ જૈન સંઘ (માંડવી ચોક), ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય (મણીયાર દેરાસર), જાગનાથ પ્લોટ જિનાલય, યુનિ.રોડ દેરાસર, પ્રહલાદ પ્લોટ દેરાસર, શ્રી જાગનાથ મૂર્તિપૂજક જૈન સંઘ, ગાંધીગ્રામ દેરાસર, આનંદનગર દેરાસર, શ્રી આજીડેમ જિનાલય, રૈયા હીલ દેરાસર, કાલાવડ રોડ જૈન સંઘ (પારસધામ), શ્રી વર્ધમાનનગર દેરાસર, શ્રી વિમલનાથ દેરાસર, શ્રી પંચવટી મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી શાંતિનાથ શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી વાસુપૂજ્ય જિનાલય, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, શ્રી સિધ્ધચક્ર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલય, શ્રી રણછોડનગર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી પટણી દેરાસસર, શ્રી આનંદનગર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી બાવન જિનાલય, શ્રી જીરાવાલા પાર્શ્વનાથ દેરાસર, રૈયા રોડ મૂર્તિપૂજક જૈન સંઘ વિગેરેનાં પ્રમુખશ્રીઓ, હોદેદારોશ્રીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, યુવા કાર્યકરો, પાઠશાળાનાં બાળકો, પ્રતિક્રમણ મંડળ, મહિલા મંડળ, પૂજાપ્રતાાત્ર મંડળો ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ-રાજકોટ આયોજીત વિર પ્રભુનાં અવતરણ દિવસે જૈનમ્ પ્રાયોજીત તથા સમસ્ત જૈન સમાજ-રાજકોટ આયોજીત ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે સકળ સંઘ સાથી સંસ્થાઓ જેમ કે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, પ્રાઈમ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ સંગીની મીડટાઉન, ડાઉનટાઉન, એલીટ, જૈન જાગળતિ સેન્ટર, જૈન સોશ્યલ ગ્રુપ દિગંબર, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનિયર, જૈન એડવોકેટ ફોરમ સહીતની તમામ જૈન સંસ્થાનાં હોદેદારો જોડાવવાના હોવાનું જણાવાયું છે.
નારી શક્તિની બહોળી હાજરી
જૈન સમાજનાં સભ્યો તરીકે મહિલાઓએ પોતે અને પરિવારનાં બાળકો, યુવાનો એમ તમામ લોકોને અવશ્ય જોડવા જોઈએ તેવી નેમ સાથે આ વર્ષે આયોજીત અનેકવિધ કાર્યક્રમોમાં પરીવારનાં મહીલા સભ્યોની વિશેષ હાજરી જોવા મળી રહી છે. કળશધારી બહેનો પણ આ ધર્મયાત્રા થકી મહોત્સવમાં જોડાવવાના છે. ઘરનાં મહીલા સભ્યોને સૌથી વધારે જવાબદારી ઘરની છે. અન્નપુર્ણા તરીકે પરિવારનાં સભ્યોની રસોઈની હોય છે જેમાં તેમને રાહત મળે અને મહીલા સભ્યો આ ધર્મયાત્રા અને ધર્મસભામાં જોડાઈ શકે તે માટે ધર્મસભા બાદ ગૌતમ પ્રસાદમાં પણ સેવા આપી રહ્યાનું જણાવાયું છે.
નવકાર મંત્રનાં નવ પદનાં નવ સ્ટેજ ઉપરથી વિર પ્રભુને વધામણાં કરાશે
જૈન ધર્મમાં નવકાર મંત્રનો અનેરો મહીમા રહેલો છે જે અંતર્ગત નવકાર મંત્રનાં નવ પદો અનુસાર સમગ્ર ધર્મયાત્રાનાં રૂટ ઉપર થોડા થોડા અંતરે નવ સ્ટેજ બનાવવામાં આવશે, દરેક પદનાં સ્ટેજ ઉપર ૧૨ બાળકો હાજર રહેશે. ધર્મયાત્રામાં પ્રભુજીનો રથ જ્યારે આ પદનાં સ્ટેજનાં પહોંચશે ત્યારે ત્યાં ઉપસ્થિત ૧૨ બાળકો ભગવાનનાં અક્ષત થી વધમણાં કરશે અને શાંતીનાં પ્રતિક સમા સફેદ ફુગ્ગાઓ હવામાં લહેરાવશે. આ નવ પદમાં અનેક પરીવારની અનુમોદનાથી આ વિશિષ્ટ આયોજન થવા જઈ રહયું છે જે પૈકી નમો સિધ્ધાણં પદ ની અનુમોદના અ.સૌ. ખુશ્બુબેન નૈમીશભાઈ મહેતા, નમો આયરીયાણું પદની અનુમોદના રોટરી કલબ ઓફ રાજકોટ, નમો ઉવ્વઝાયાણં પદની અનુમોદના જેએસજી સૌરાષ્ટ્ર રીજીયન, નમો લોએ સવ્વસાહુણં ની અનુમોદના શ્રી મહેન્દ્રભાઈ મનસુખલાલ દોશી .એડવોકટ નિપૂણભાઈ દોશી, એસો પંચ નમુકકારો ની અનુમોદના રમણીકલાલ મણીલાલ શાહ (એડનવાળા), સવ્વ પાવ પણાસણોની અનુમોદના અલ્કેશભાઈ ગોસલીયા પરિવાર, મંગલાં ચ સવ્વસી ની અનુમોદના શ્રીમતી બેલાબેન તથા ફેનીલભાઈ મહેતા, પઢમં હવઈ મંગલ ની અનુમોદના ડો.પારસભાઈ ડી. શાહ- હાર્મની હોસ્પિટલ, અશ્વીનભાઈ શાહ, તપસ્વી સ્કુલનાં અમીષભાઈ દેસાઈ અને નિલેશભાઈ દેસાઈ, અતુલભાઈ મહેતા વિગેરેએ સવિશેષ લાભ લીધેલ છે. અને ત્યાં દરેક સ્ટેજ ઉપર ૧૨-૧૨ બાળકો એમ મળીને કુલ ૧૦૮ બાળકો ધર્મયાત્રાનું સ્વાગત - અભિવાદન કરશે. આ તમામ બાળકોને કુ.ધારાબેન જીતેન્દ્રભાઈ બેનાણી તરફથી ભેંટ આપવામાં આવશે.
ચાંદીનાં રથમાં બિરાજમાન પ્રભુનાં નંદી બનશે પુજાની જોડમાં સજ્જ નવયુવાનો
ભગવાન મહાવીર સ્વામી ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ જન્મ કલ્યાણક નિમિતે આયોજીત ધર્મયાત્રામાં નગરચર્યા ઉપર વિહાર કરશે. આ ચાંદીનાં થમાં બીરાજમાન પ્રભુની ચામર સેવા પુજાબેન યશભાઈ દોશી તથા હસ્તી જીતુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવશે. આ રથને કોઈ અબોલ પ્રાણી દ્વારા ખેચવાનાં બદલે ભગવાનનાં નંદી બનવાનું સૌભાગ્ય પુજાની જોડ ધારણ કરેલા યુવાનો મેળવશે. આ યુવાનો સમગ્ર ધર્મયાત્રા દરમ્યાન ૪૫ ડીગ્રી જેવા અસહ્ય તડકામાં ખુલ્લા પગે પુજાનાં કપડા પહેરી ભગવાનનો રથ ખેચવાનો ભગીરથ કાર્ય કરશે. પુજાની જોડમાં ખાવાનું ઠીક પણ પાણીનું ટીપુ પણ પીવાની છુટ હોતી નથી. આ કપરી સ્થીતીમાં કલાકો સુધી ભગવાનનો રથ ખેંચવા માટેની શક્તિ તેમને વિર પ્રભુ પુરી પાડે છે. વર્ષોથી આ યુવાનો સ્થનું વહન કરતા આવ્યા છે પરંતુ પરમ કળપાળુ પ્રભુ મહાવીરની કળપાથી કયારેય કોઈપણ અનિચ્છનીય ઘટના બનવા પામેલ નથી. તેને પ્રભુનાં ચમત્કાર થી વિશેષ શું ગણી શકાય.
અનેકવિધ દર્શનીય-જોવાલાયક ફ્લોટ્સ
આ વિશાળ ધર્મયાત્રામાં ૨૭ થી વધુ સુશોભીત ફલોટ જોડાવવાનાં છે, વિવિધ સંઘ, દેરાસર, યુવક મંડળ, મહીલા મંડળનાં પ્રયત્નથી જોવાલાયક, દર્શનીય અને સંદેશો પાઠવતા આ ફલોટને નિહાળવા એ અનેરો લ્હાવો છે. જેમાં હીતેશભાઈ મહેતા પરિવાર સહીતનાં દાતાઓનો વિશેષ સહયોગથી પાલ ભકિતનું આયોજન કરવામાં આવેલ છે.
સહયોગ પ્રાપ્ત થયેલ છે, આ વખતે ભગવાન સ્વામી ઉપર દેવો દ્વારા મેરુ પર્વત જન્મ અભિષેક, ભગવાનનો દિક્ષા મહોત્સવ, ભગવાન મહાવીર સ્વામી મલ્ટી સુપર સ્પેશ્યાલીસ્ટ ચીકીત્સક, ભગવાન મહાવીરનાં કલ્યાણકો જેવા અનેકવિધ વિષયો ઉપર આધારીત ફલોટ જે ખરેખર જોવા લાયક અને દર્શનીય બની રહેશે. આ ફલોટને અવનવા ડેકોરેશન થયા પછી જૈનમનાં તબીબ સભ્યો નિર્ણાયક તરીકે સેવા આપી વિજેતા ઘોષીત કરશે. આ વિજેતાઓને ધર્મસભામાં ઈનામો એનાયત કરવામાં આવશે.
વિશાળ ધર્મયાત્રા
પરમ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રા, જૈન સંઘ, સાથી સંસ્થાનાં આગેવાનો, અનેક સામાજીક, રાજકીય, સેવાકીય સંસ્થાનાં અગ્રણીશ્રીઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓની બહોળી હાજરી વચ્ચે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિતે અતિ ભવ્ય ધર્મયાત્રાનો પ્રારંભ આગામી તા.૧૦ને ગુરુવારનાં રોજ સવારે ૭ કલાકે ચૌધરી હાઈસ્કુલ સામે આવેલ શ્રી મણીયાર દેરાસરજી ખાતે થી થવાનો છે. ત્યાંથી પ્રારંભ થઈને આ ધર્મયાત્રા દર વર્ષે યોજાતા રૂટ ઉપર ફરીને વિરાણી પૌષધશાળા જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થશે. આ વિશાળ ધર્મયાત્રાનાં અધ્યક્ષ તરીકે હિતેશભાઈ દોશીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે, આ વિશાળ ધર્મયાત્રામાં શાસન ધ્વજ રહેશે, ત્યારબાદ વિન્ટેજ કારમાં દાતાશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ જોડાશે, ૧૦૮ જેટલી સુશોભીત કાર ફલોટની વચ્ચે જોડાવવાની છે, ૨૫૧ જેટલા બાઈક અને સ્કુટરમાં યુવક-યુવતિઓ અને બેડાધારી બહેનો અને કળશધારી બહેનો બાંધણીમાં સજ્જ વષાો પહેરીને આ ધર્મયાત્રામા૦ જોડાવવાનાં છે. લાભાર્થી પરીવાર રસીલાબેન હરકીશનભાઈ કામદાર હસ્તે નરેશભાઈ, જયેશભાઈ, ભાવેશભાઈનાં સહયોગથી અનુકંપા રથ પણ ધર્મયાત્રામાં જોડાશે. અનેક મ્યુઝીકલ બેન્ડ, રાસ મંડળી ઉપરાંત અન્ય આકર્ષણો પણ આ ધર્મયાત્રામાં જોડાવવાનાં છે, રસ્તામાં અઢારેય આલમ, વિવિધ જ્ઞાતી-સમાજ દ્વારા ઠેરઠેર ધર્મયાત્રાનું સ્વાગત કરાશે. ધર્મયાત્રા પૂર્ણ થયે મોટા સંઘ ખાતે ધર્મ સભાનું આયોજન થશે. ધર્મસભા પૂર્ણ થયે હરેશભાઈ વોરા અને રાજુભાઈ પારેખ દ્વારા ઉપસ્થિત તમામ શ્રાવકોનું લાડવાની પ્રભાવના આપવામાં આવશે. જેની વિતરણ વ્યવસ્થા સરદારનગર સ્થાનકવાસી યુવક મંડળનાં સભ્યો નિભાવશે.
વિવિધ ભક્તિનાં પાલ
ધર્મયાત્રા દરમ્યાન હજારો શ્રાવક-શ્રાવિકાઓ જોડાતા હોય છે હાલમાં તડકા અને ગરમીનાં વાતાવરણમાં શ્રાવકોને અશાતા ન થાય તે માટે વિવિધ સંસ્થાઓ, મંડળ, સંઘ અને દાતાશ્રીઓ દ્વારા સાતા ઉપજાવે તેવા પાલ કે જેમાં સરબત, ઠંડા પીણા, પાણી, છાસ વિગેરેનું વિતરણ કરવામાં આવનાર છે. આ વખતે પણ ધર્મયાત્રા રૂટ ઉપર ઠેરઠેર આવા ભકિતનાં પાલનું આયોજન આવ્યું છે, જેમાં સરકીટ હાઉસનાં ગેઈટ પાસે શ્રીમદ રાજચંદ્ર મંદિર, મોટી ટાંકી ચોક ખાતે નેમિનાથ વિતરાગ યુવક મંડળ, એવરસાઈન હોટલ લીમડા ચોક ખાતે સદર સ્થાનકવાસી જૈન સંઘ, લીમડા ચોક ખાતે પંચનાથ મંદિર ટ્રસ્ટ, ત્રિકોણ બાગ ખાતે સુખડીયા કંદોઈ સમાજ, બાપુના બાવલા પાસે જૈન યુવા ગ્રુપ જુનિયર, રાજેશ્રી સીનેમા પાસે શ્રી સ્થાનકવાસી -તિક્રમણ મંડળ તેમજ ગૌતમ -સાદનાં સ્થળ સ્વામીનારાયણ મંદિર ખાતે ગૌતમ પ્રસાદનાં દાતાઓનાં સહયોગથી પાલ ભક્તિનું આયોજન કરવામાં આવેલ છે.
ધર્મસભાઃ
જૈન મોટા સંઘ ખાતે આયોજીત ધર્મસભામાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો પોતાની પ્રેરકવાણીનો લાભ આપશે, ધર્મસભાનાં અધ્યક્ષપદે જીતુભાઈ બેનાણી રહેશે.આ ધર્મસભામાં હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાવવાનાં છે, આ સભામાં રંગોળી, ચિત્ર, વેશભુષા, ફલોટ સુશોભન, કાર સુશોભન, બાઈક સુશોભન જેવી સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામો તથા બેડાધારી બહેનો, કળશધારી બાળાઓને પુરસ્કાર કુમારી ધારા જીતેન્દ્રભાઈ બેનાણી તરફથી આપવામાં આવશે.
ગૌતમ પ્રસાદનો લાભ લેશે હજારો શ્રાવક-શ્રાવિકાઓ
ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહયો છે ત્યારે આ ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાના તમામ સભ્યો સહીતનો સમગ્ર જૈન સમાજ એક ભાણે બેસીને સંપૂર્ણ જયણાપૂર્વકની વિધીથી બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશે. ગત વર્ષે ૫૬૦૦ જેટલા જૈન શ્રાવક શ્રાવિકાઓ તથા મોટી સંખ્યામાં જૈનેતરોએ પણ આ ગૌતમ પ્રસાદનો લાભ લીધો હતો. આ વર્ષે ૭૦૦૦ થી પણ વધુ જૈન જૈનેતરો આ ગૌતમ પ્રસાદ નો લાભ લેશે તેમ જણાવાયું છે.
આ સમગ્ર આયોજનમાં વિશેષ અનુમોદના હિતેશભાઈ દોશી, જીતુભાઈ બેનાણી, જૈન તપગચ્છ સંઘ, એક ગુરુભકત, હિતેશભાઈ મહેતા પરિવાર દ્વારા પ્રાપ્ત થયેલ છે, જૈન પરિવારો અડધો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે.
તસ્વીરમાં જીતુ કોઠારી, વિભાસ શેઠ, મેહુલ દામાણી, સોનલ કોઠારી, નિલેશ ભાલાણી, અમીત દોશી, રાજેશ દોશી, હિમાંશુ દેસાઈ નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:38 PM IST)










