News of Tuesday, 8th April 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં ભાવિકોને લેવા મુકવા માટે ધોળકીયા સ્કૂલની બસ દ્વારા વિનામુલ્યે- ઉપયોગી સેવા અપાઇ
ધોળકીયા સ્કુલના સંચલકો કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને જીતુભાઇ ધોળકીયા દ્વારા પ્રેરણાદાયી કાર્યઃ વિવિધ વિસ્તારોમાંથી હજ્જારો ભાવિકો- વૈષ્ણવો- સનાતનીઓઍ લાભ લીધો

રાજકોટ તા.૮: રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિશ્વ પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ.જીગ્નેશદાદાના વ્યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય- દિવ્ય- જાજરમાન આયોજન કરવામા આવ્યું હતું, જેમાં દરરોજ હજ્જારો ભાવિકો ઉમટી પડયા હતા અને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. ઐતિહાસિક- યાદગાર ભાગવત સપ્તાહમાં રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકોને રેસકોર્ષ, કથા મંડપ ખાતેથી લેવા-મુકવા જવા માટે રાજકોટની જાણીતી- અગ્રીમ હરોળની ધોળકીયા સ્કુલની બસો દ્વારા વિનામુલ્યે- ઉપયોગી સેવા સાતેય દિવસો માટે આપવામાં આવી હતી.
ધોળકીયા સ્કુલના સંચાલકો શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને શ્રી જીતુભાઇ ધોળકીયા દ્વારા કરવામાં આવેલ પ્રેરણાદાયી- સમાજોપયોગી કાર્યમાં વિવિધ વિસ્તારોમાંથી હજ્જારો ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓએ પવિત્ર કથાનો લ્હાવો લીધો હતો. વિવિધ વિસ્તારોમાંથી બસની વ્યવસ્થા કરવા માટે ડો.ભાવનાબેન શીંગાળા સહિતની ટીમ કાર્યરત હતી.(૨.૨૦)
(3:42 PM IST)










